- બે વર્ષ પૂર્વે ઓડિયો વાયરલ કરી ટોલનાકાને બદનામ કરવામાં આવ્યું હતુ: પરંતુ કોઈની મનમાની ન ચાલી
ઉપલેટાન જીક ડુમીયાણી ગામ પાસે આવેલ ટોલનાકા જયારથી ચાલુ કરવામાં આવ્યું ત્યારથી ભારેખમ ટોલ બુથ વસુલાતને કારણે વિવાદમાં ઘેરાયેલું રહ્યું ત્યારબાદ ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ અનેક વખત આંદોલન કરી સ્થાનીક વાહનો માટે ફ્રી એન્ટ્રી આપવા માટે ઘર્ષણ થયા પણ કોઈ ઉકેલ આવેલ નહી ત્યારે થોડાક દિવસ પહેલા ડુમીયાણી ટોલ પ્લાઝા પર વાનોને મફત પસાર થવા દેવા બાબતે બઘડાટી બોલતા ફરી પાછો વિવાદ વકરતા મામલો પોલીસ મથકે પહોચ્યો અને એફઆરઆઈ દાખલ કરવામ આવી. હાલ કોમશ્યલ વાહનો મફત નિકળતા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. પણ અમૂક શખ્સો ટોલનાકાના સંચાલકો અને મેનેજરોને બદનામ કરવા જુના રેકોર્ડીંગ વાળા વિડીયા વાયરલ કરતા હોવાનું ટોલબુથના સિકયુરીટીએ ‘અબતક’ને જણાવેલ હતુ.ડુમીયાણી ટોલનાકાના મેનેજર તેમજ સિકયુરીટી મેનેજર દ્વારા સ્થાનીક પત્રકારો સાથે વાત કરતા મયુર સોલંકીએ જણાવેલ કે બે વર્ષ પહેલા અમો સિકયુરીટીનો કોન્ટ્રાકટ રાખેલ તે દરમ્યાન લગભગ દરરોજના 200 જેટલા ટ્રકો ફ્રીમાં પસાર થતા હતા આવા ટ્રકો સામે કાર્યવાહી હાથ ધરતા ટોલનાકાના ઓથોરીટી તેમજ ધારાસભ્ય, સાંસદ સભ્ય અને કલેકટરની હાજરીમાં ટોલનાકા પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે પોઝીટીવ નિર્ણય લઈ ધીમેધીમે આવા ટુંકો સામે કાર્યવાહી હાથ ધરતા આજ સુધીમાં કોમશ્યિલ વાહનો મફત નિકળતા સાવ બંધ થઈ ગયા છે. પણ છેલ્લા 22 દિવસ થયા ફરી પાછા કોમશિયલ વાહનો ટ્રક અને ટ્રાવેલ્સ ટોલનાકા બુથ ઉપર ટોલ ભર્યા વગર જાવાનો આગ્રહ રાખતા હોય તેની સામે પોલીસ ફરિયાદ ટોલબુથના મેનેજર નરેન્દ્રસિંહ ભદોનએ નોંધાવી છે.
વધુમા મયુર સોલંકીએ જણાવેલકે છેલ્લા 22 દિવસમાં દરરોજ બે લાખ રૂપીયા જેવી આવક ટોલબુથને વધી છે જે મફત વાહનો જતા બંધ કરાવ્યા તેથી આવા લોકો અને વાહન ચાલકો ટોલબુથના મેનેજરને ભ્રષ્ટાચાર કરે છે તેવી બાબતો દ્વારા બદનામ કરે છે. મેનેજર નરેન્દ્રસિંહ ભદોન દ્વારા અમુક બસો અને ટ્રકો ઉપર ટોલબુથ ભર્યા વગર નિકળી જતા તેની સામે પોલીસમાં ગુનો દાખલ કરાવતા તેનો ખાર રાખી ટોલબુથના મેનેજરને બદનામ કરી રહ્યા છે.
અને મફત નિકળતા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી હાથ ધરતા માથાકુટ આવા લોકો કરે છે. અગાઉ ટોલબુથની દરરોજ આવક 8 થી 9 લાખ હતી પણ મફત જતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરતા હાલ દરરોજ આવક 11 લાખ રૂપીયા જેવી થઈ છે. વાર્ષિક રૂ.30 લાખ જેવી વધુ આવક ટોલબુથને થશે પહેલા દરરોજના સાત ટકા જેવાતો મફત જતા હતા હવે 1 થી દોઢ ટકા જેવા વાહનો મફત જાય છે. આગામી દિવસોમાં આવા વાહનો સામે પણ કાર્યવાહી કરી તમામને ટોલબુથ ભરવાની ફરજ પાડવામાં આવશે. અને કોમર્શિયલ વાહનો મફત નીકળતા તે જીરો ટકા થઈ ગયા છે.
વાહન ચાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી થાય છે કોઈ ગુંડા માણસો રાખેલ નથી: મેનેજર જાદોન
વાહન ચાલકો દ્વારા એવા કથીત આક્ષેપો કરવામાં આવ્યા છે કે ટોલ બુથ ઉપર ગુંડા માણસો રાખેલા છે તે અંગે ટોલનાકાના મેનેજર નરેન્દ્રસિંહ જાહોને જણાવેલ કે ટોલબુથ પરથી વાહન ચાલકો દ્વારા ટોલભરી પસાર થાય તેની સામે કોઈ વાંધો નથી પણ સરકારી મીલકતને નુકશાન કરી વેરાયેલ કાચ તોડી નીકળતા વાહનો સામે અમો ગુનો નોંધાવેલ છે સરકારના નિયમ મુજબ વધુમાં મેનેજરે જણાવેલ કેે ટોલબુથ પર મોટાભાગની કેબીનમાં બહેનો રાખવામાં આવી છે. બહેનો પાતેાના પગ પર આજીવીકા કમાઈ શકે અને પરિવારમાં તેમનું સન્માન જળવાઈ રહે તે માટે બહેનોને બુથ સેવામાં પ્રથમ પસંદગી કરીએ છીએ.
વાહન ચાલકોને મફત નીકળવા ન દેતા મારા પર ખોટા આક્ષેપ: સીકયુરીટી મેનેજર
ટોલબુથના સિકયુરિટી મેનેજર મયુર સોલંકીએ જણાવેલ કે બે વર્ષ પહેલા ખોટો ઓડીયો બનાવીને અને વાયરલ કરીને મને બદનામ કરવાની કોશિષ કરવામાં આવી હતી. મેનેજરની સુચનાથી વાહન ચાલકો ને મફત નિકળવાની મનાઈ કરતા ટ્રક અને બસ વાળા લોકો દ્વારા મારા ઉપર ભ્રષ્ટાચારનાં ખોટા આક્ષેપ કરી રહ્યા છે. આ ટોલબુથ ઉપરથી જો મને હટાવી દેવામાં આવે તો અમુક લોકોના રોટલા આમા સેકાય તેમ છે. તેથી કોઈ પણ ભોગે હું ટોલ બુથ ઉપરથી હટી જાવ તે માટે ખોટા ષડયંત્ર કરી મને ખોટા ઓડિયો વાયરલ કરી મને ફસાવા માટે બધુ કરી રહ્યા છે.