Abtak Media Google News

રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત ન બને તે માટે રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કરાયેલી તાકીદના પગલે મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચનાના પગલે જેલમાં રહેલા કાચા અને સજા ભોગવતા તમામ કેદીઓને સંક્રમિત ન થાય તે અંગે જેલના દવાખાનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર આર.આર.શર્મા, અશોક કાનાણી અને હેમા તલવેલકર અને પેરા મેડિકલ સ્ટાફ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ઇસીજી સ્ટાફ, ટેકનિશીયન સ્ટાફ, એકસ-રે ટેકનિશીયન સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરીને સમજ આપી હતી તમામ કેદીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેલમાં એક પણ કેદીઓને કોરોનાના લક્ષણ જોવા મળ્યા ન હતા. જેલ સતાવાળા દ્વારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની પસંશનીય અને ઉત્કૃષ્ટ કામગીરીની કદર કરવા પુષ્પગુચ્છ આપી સન્માન કર્યુ હતું. જેલ સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ કોરોના યૌધ્ધાઓની કામગીરીને બિરદાવી કોરોના સામેની કામગીરી ચાલુ રાખવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.