શિક્ષણ સમિતિની શાળામાં ઉજવાયો અનેરો પ્રવેશોત્સવ પ્રથમ દિવસે 1001 બાળકોને  અપાયો પ્રવેશ

શાળા પ્રવેશોત્સવમાં લોકભાગીદારીના ભાગરૂપે રોકડ સહાય સાથે ત્રણ લાખથી વધુ કિંમતની શૈક્ષણીક વસ્તુઓ દાનમાં મળી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રૂટ નં . 1 થી 7 માં શહેરની વિવિધ શાળાઓ જેવી કે શાળા નં . 67 , 93 , 32 , 15 , 19 , 27 , 28 , 11 , 85 , 84 , 88 , 93 , 59 , 34 , 56 , 69 , 65 , 20 બી , 51 , 12 , 83 , 82 , 88 એ 81 , 76 , 29 અને 23 એમ કુલ 27 શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી . આ કાર્યક્રમમાં ધો ના ના 489 કુમાર અને 512 ક્ધયાઓ મળી કુલ 1001 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો . આંગણવાડીમાં 433 કુમાર અને 450 ક્ધયાઓ મળી કુલ 883 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો .

આ તકે બાળકોનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા . નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી છે કિરીટસિંહ પરમાર ના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં મેયરી પ્રદિપભાઈ ડવ , ડેપ્યુટી મેયર ડો . દર્શિતાબેન શાહ , સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ , સાંસદઈ રામભાઈ મોકરિયા , ધારાસભ્ય છે . ગોવિંદભાઈ પટેલ , પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ   ઉદયભાઈ કાનગડ , શહેર મહામંત્રી ઓ કિશોરભાઈ પરમાર , નરેંદ્રસિંહ ઠાકુર તથા જીતુભાઈ કોઠારી , સુરેંદ્રનગર પ્રભારી  નિતિનભાઈ ભારદ્વાજ , ભાવનગર પ્રભારી  કશ્યપભાઈ શુક્લ , શાસક પક્ષ નેતા  વિનુભાઈ ઘવા ,  જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ મ્યુ . કમિશનર અમિત અરોરા    ગુજરાત ઇકોલોજી કમિશનના મેમ્બર સેક્રેટરી મહેશ સિંધ, સૌરાષ્ટ્ર યુનિ . કુલપતિ ડો . ગૌરીશ ભિમાણી, શિક્ષણ શાસ્ત્ર ભવન અધ્યક્ષ ડો . ભરત રામાનુજ , રા.મ્યુ.કો. ના આસિ . કમિશનરઓ અને અન્ય અધિકારીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા તથા શિક્ષણ સમિતિના તમામ સદસ્યોની પ્રવેશોત્સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત , વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા તથા શિક્ષણ સમિતિના તમામ સદસ્યોના જણાવ્યા મુજબ આ વર્ષના પ્રવેશોત્સવ દરમિયાન શહેરના વાલીઓમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે આકર્ષિત થયા છે . ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકા બહેન  બંસીબેન મોઢાને પોતાની દીકરીને શાળા નં . 57 માં ધો . 1 માં પ્રવેશ અપાવી ઉત્તમ પહેલ કરવા બદલ તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓએ બિરદાવ્યા.

સમગ્ર ત્રિ – દિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે  દિપભાઈ સાગઠીયા ( મો . 9974695271 ) શૈલેષભાઈ ભટ્ટ ( મો . 9375948499 ) અને  મનીષાબેન ચાવડા જવાબદારી સંભાળી રહ્યા છે .