પૂ.ધીરગુુરુદેવની નિશ્રામાં જશાપર ગ્રામજનોની ઉગ્ર તપ આરાધના

કાલે બાલ સંસ્કાર શિબિર યોજાશે

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ચાતુર્માસ પ્રારંભથી તપના તોરણ બંધાયા છે આહિર જ્ઞાતિના મોતીબેન કરમુરના 9 ઉપવાસ બાદ ભકતહ્રદયા પુનિતાબેન જેતસીભાઇ કરમુરે અઠ્ઠાઇ પૂર્ણ કરતા સાંજી રાખેલ. સુનિતાબેન ભોગાયતા અને રેખાબેન જોટંગીયા ને આજે 9 મો ઉપવાસ છે.

તપમાં આગળ વધવાના ભાવ છે. કૂ. પૂર્વા ભોગાયતા અને શ્યામ ધંધુકીયા આગળ વધી રહ્યા છે. નાના નાના બાલક બાલિકાઓ ઉ5વાસની સાંકળમાં જોડાયા છે. રવિવારે સવારે 10થી 12 કલાકે બાલ સંસ્કાર શિબિર યોજાશે.