Abtak Media Google News

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમઢાળી લાશને ઓરડી પર છુપાવી દીધી

લાલપુર તાલુકાના ભણગોળ ગામે આડા સંબંધના કારણે પ્રૌઢની કોળી શખ્સે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશને વાડીની ઓરડી પર છુપાવી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા હત્યા કરી ફરાર શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપુર તાલુકાના ભણગોળ ગામે રહેતા નવીનભાઇ લખુભાઇ પાંડવ નામના પ્રૌઢની ઘનશ્યામ કચરા નામના કોળી શખ્સે વાડીએ લઇ જઇ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાની ભરત લખુભાઇ પાંડવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઘનશ્યામ કડીયા કામની મજુરી કામ કરતો હોય અને થોડા દિવસ પહેલાં નવીનભાઇના ઘરે કડીયા કામે આવતા બંને વચ્ચે પરિચય થયો હતો.

નવીનભાઇ પાંડવ અને ઘનશ્યામની પત્ની વચ્ચે આડા સંબંધ બંધાયાની ઘનશ્યામ કોળીને જાણ થતા તેને નવીન પાંડની હત્યાનો પ્લાન બનાવી વાડીએ લઇ જઇ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને વાડીની ઓરડી પર છુપાવી હતી.

પોલીસે ઘનશ્યામ કોળી સામે હત્યાનો ગુનો નોંધી પી.એસ.આઇ. ડી.વી.રાણા સહિતના સ્ટાફે શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.