રાજકોટ: ટોપ બ્રાન્ડની ઇલેક્ટ્રોનિક ગેજેટસની એડવાન્સ ટેકનોલોજી પ્રોડકટ્સ તહેવારોમાં મચાવશે ધુમ!!!

  • મોર્ડન યુગમાં ઘરને સુશોભિત કરતા પ્રીમિયમ લુકના ઇલેક્ટ્રોનિકસ ગેજેટ્સ
  • ગ્રાહકોને તહેવારમાં ક્રેડીટ કાર્ડ,પ્રાઈઝ બેનિફિટ, ફાઇન્સ ઓફરમાં ડાયરેકટ ઇએમાઈથી લાભાલાભ

આ મહિનાથી ચાલુ થતાં નવરાત્રી અને દિવાળી ઉત્સવની હારમાળામાં લોકો ઘરને શુશોભીત કરે તેવી ઇલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી કરતા હોય છે.આજના મોર્ડન યુગમાં નાના મોટા દરેક ઘરમાં સ્ટાઇલિશ અને પ્રીમિયમ લુક વાળા ઇલેક્ટ્રોનિકસ ગેજેટ્સની માંગ વધી છે.ત્યારે વિવિધ ઇલેક્ટ્રોનિક્સની કંપનીઓ દ્વારા તેમની દરેક પ્રોડક્ટને પ્રીમિયમ લુક તથા એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવે છે.ટોપમોસ્ટ બ્રાન્ડની પ્રોડક્ટ ધરાવતી કંપનીઓ આજે દરેક ઇલેક્ટ્રોનિકસ ગેજેટ્સમાં કંઈક અલગ અને કંઈક નવું આપી રહી છે.

વોશિંગ મશીનમાં પ્રીમિયમ લુક સાથે ફૂલ્લી ડ્રાઇવ તેમજ વાઇફાઇ કનેક્શન આપવામાં આવી રહ્યું છે.તેવી જ રીતે રેફ્રિજરેટરમાં ફૂડને હાઈજીન રાખવા હાઈજીનીક ફ્રેશ પલ્સ ટેકનોલોજી આપે છે. જે 99.99 ટકા બેક્ટેરિયા ફ્રી કરીને આપે છે. વોટર પ્યુરીફાઈમાં સ્ટીલ ટેન્ક આપી પાણીને પ્યુરીફાઈની સાથે લાંબા સમય સુધી સ્વચ્છ રાખે છે. દરેક ઘરમાં એન્ટરટેનમેન્ટનું મોટુ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટસ ટીવી ત્યારે ટીવીમાં પણ આજે 8 કે, અલ્ટ્રા એચડી,ઓલેડ હાઈ રિઝોલેશન પિક્ચર સાથે ફુલ્લી સ્માર્ટ ટેકનોલોજીના ટીવી જોવા મળે છે. તથા હોમ એપ્લાયન્સ થી લઈ એ.સી સહિતની તમામ ઇલેક્ટ્રોનિકસ ગેજેટ્સ પ્રીમિયમ લુક અને એડવાન્સ ટેકનોલોજી જોવા મળે છે.ગ્રાહકોને તહેવારો પર બેસ્ટ ઓફર આપવા આવે છે. સાથોસાથ ક્રેડિટ કાર્ડના ઉપભોક્તાઓ માટે પણ શ્રેષ્ઠ ઓફર આજે શહેરના વિવિધ ઇલેક્ટ્રોનિકના શોરૂમમાં ઉપલબ્ધ છે.

  • ગ્રાહકની ડિમાન્ડ સાથે શ્રેષ્ઠ કવોલીટી અને ડિઝાઇનની પ્રોડક્ટ એલજી બનાવે છે:આસિફભાઈ

કિરણ ઇલેક્ટ્રોનિક્સના આસિફભાઇએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,એલજીની ત્રણ થી ચાર પ્રોડક્ટમાં ખૂબ સારી એડવાન્સ ટેકનોલોજી જોવા મળે છે. વોશિંગ મશીનમાં ડાયરેક્ટ ડ્રાઈવ તથા વાઇફાઇ ટેકનોલોજી છે. વોશિંગ મશીનમાં ક્લોથસના લોડીંગ,પાવર અને ટાઈમિંગને સેન્સ કરી વોશ કરે છે જે એઆઈડીડી ટેકનોલોજી વડે થયા છે. ગ્રાહકની ડિમાન્ડ વાળી દરેક પ્રોડક્ટ એલજી બનાવે છે.

  • અમારે ત્યાં લોવેસ્ટ પ્રાઇઝમાં શ્રેષ્ઠ ઇલેક્ટ્રોનિકસ ગેઝેટ્સની વિશાળ ડિસ્પ્લે છે:સમીર રાઠોડ

સેલ્સ ઇન્ડિયાના સેલ્સમેન સમીર રાઠોડએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રાહકો સેલ્સ ઇન્ડિયામાં વિશાળ ડિસ્પ્લે સાથે સૌથી લોવેસ્ટ પ્રાઇઝમાં ઇલેક્ટ્રોનિકસ ગેજેટસ સરળતાથી ખરીદી કરી શકે છે. ગ્રાહકોને કેશબેક ઓફર ખૂબ સારો લાભ આપે છે. હોમ એમ્પ્લાઈઝમાં ઓવનમાં ખૂબ સારી એડવાન્સ ટેકનોલોજી હાલ જોવા મળે છે. એડવાન્સ ટેકનોલોજીના એ.સીની વિશાળ રેન્જ સેલ્સ ઇન્ડિયામાં ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

  • અમારી સર્વિસથી ગ્રાહકો સંતુષ્ટ છે:પરેશભાઈ બારોટ

વિજય ઇલેક્ટ્રોનિક્સના પરેશભાઈ બારોટએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે,માનવતા ગ્રાહકો માટે દરેક ઇલેક્ટ્રોનિક્સ ગેજેટસ પર શ્રેષ્ઠ ઓફર તો છે જ સાથોસાથ ક્રેડિટ કાર્ડ પર બેસ્ટ ઓફર રાખવામાં આવી છે. લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલોજીના હાયર કેપેસિટીના તમામ રેફ્રિજરેટર ડિસ્પ્લે અમારે ત્યાં છે. દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટની તમામ સર્વિસની તકેદારી અમે રાખીએ છીએ ગ્રાહકને સીધો જ અમારો સંપર્ક કરવાનું કહે છે જેથી તેને વિશ્વાસ રહે વેચાણ બાદ પણ અમારી સાંભળ કરવામાં આવે છે.