સીઝન હોટેલમાં ગીતાબેન રબારીના સંગાથે આદ્યશક્તિ નવરાત્રી

વાયપીસી ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રા. લિ. દ્વારા અર્વાચીન નવરાત્રીમાં પ્રાચિનનો અહેસાસ કરાવતું અનેરૂ આયોજન:સાંજે શોભાયાત્રા

આદ્યશકિત નવરાત્રી ૨૦૧૮નું આયોજન સીઝન હોટેલમાં વાયપીસી ઈવેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલ છે જેમાં મુખ્ય સિંગર ગીતાબેન રબારી ૧૦ દિવસ તા.૧૦ થી તા.૧૯ સુધી રંગીલા રાજકોટને ગરબે ઝુમાવશે. ગ્રીન લોન ગ્રાઉન્ડ અને રજવાડી થીમ સાથે આદ્યશકિત નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે.

આદ્યશકિત નવરાત્રી એક રજવાડી થીમ પર થઈ રહી છે. જેમાં ઘણી બધી અલગ અલગ ખાસિયત છે. અર્વાચીન નવરાત્રીમાં પણ પ્રાચીનનો અહેસાસ કરાવતી નવરાત્રી રાજકોટમાં પ્રથમ વખત થઈ રહી છે. શંખનાદથી શરૂ કરીને લાસ્ટ સુધી જનતાને કઈને કઈ નવું મળશે એવી વાયપીસીની પ્રમોશ છે.

આદ્યશકિત નવરાત્રી દ્વારા ગણેશ ચતુર્થી સમયે રાજકોટની જનતાને ગજરાજ (હાથી)ની ભેટ આપીને રંગીલા રાજકોટની લાગણી જીતી છે. આયોજનની મુખ્ય વાત એ છે કે નવરાત્રીના ૯ દિવસ જગન્નાથ મંદિરથી હાથી મહારાજ આવશે અને માતાજીની આરતીમાં ભાગ લેશે. આદ્યશકિત નવરાત્રી માત્ર એક ડિસ્કો દાંડિયા પુરતી સીમિત ન રાખીને સમગ્ર સૌરાષ્ટ્રમાં યુવાનોને આપણી સંસ્કૃતિ અને નવરાત્રીની પવિત્રતા વિષય પર જાગૃતા લાવવાના પ્રયત્નો કરી રહી છે.

રંગીલા રાજકોટની જનતા અને ખાસ કરીને સિનિયર સીટીઝનને ધ્યાનમાં રાખીને રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં સારા એવા રેપ્યુટેડ વેપારીઓને ફ્રેન્ચાઈઝી આપવામાં આવેલ છે ત્યાં ટિકિટ બુકિંગ ટેબલ માટે પ્રમોશન ટેબલ પણ મુકવામાં આવ્યું છે અને ૨૪ કલાક હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રુપમાં આવનાર ખેલૈયાઓ માટે દીકરીઓની સુરક્ષા માટે એક ખાનગી બસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને વિશાળ ક્ષેત્રમાં પાર્કિંગ અને તેની વ્યવસ્થા માટે પાર્કિંગ ફોર્સની પણ સુવિધા કરવામાં આવેલ છે. ગરબે રમવા આવતી માતા, બહેનો અને દિકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મજબુત સેકયુરીટી કંપની ખાખી સેકયુરીટીને જવાબદારી સોંપવામાં આવેલ છે.

જેની અંદર ૪૦ જેન્ટસ બાઉન્સર અને ૨૦ લેડીસ બાઉન્સર સહિત ૫ ગનમેનની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સાથે સાથે દેશમાં ચાલી રહેલા વિદેશી આક્રમણો જેવા કે આતંકવાદી પ્રવૃતિથી સુરક્ષા આપવા માટે મેટલ ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવશે અને સમગ્ર ઈવેન્ટને સર્વેલેન્સ કરવા માટે સીસીટીવી સિકયુરિટીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

મેગા ફાઈનલમાં એટલે કે ૧૯ તારીખે ગુજરાતના નામાકીંત સિંગર ગીતાબેન રબારી, રાજલ બારોટ અને કુલદીપ ગઢવીની એન્ટ્રીથી રાજકોટમાં સૌપ્રથમ વખત ત્રિવેણી સંગમ થશે જેમાં ગીતા રબારી, રાજલ બારોટ અને કુલદીપ ગઢવી એક જ સ્ટેજ પર પર્ફોમન્સ કરશે અને રંગીલા રાજકોટને ગરબે ઘુમવા મજબુર કરશે.

આ ઉપરાંત નવરાત્રી આયોજનનાં પૂર્વે આજે સાંજે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિઘ્ધ ગાયીકા ગીતા રબારી અને રાજલ બારોટ તેમજ કુલદીપ ગઢવી જોડાશે. આ શોભાયાત્રામાં ગાયત્રી મંત્રોથી શુદ્ધિકરણ યજ્ઞ પણ કરવામાં આવશે.