Abtak Media Google News

ડ્રગ્સ વેચાણના કરોડો રૂપિયા હવાલા મારફતે આંતકવાદી સંગઠનને મોકલ્યાની શંકા સાથે પૂછપરછ

#Mundra #Drugskand #Afghan #Remand #NAtionalNews #Gujaratકચ્છના મુન્દ્ર પોર્ટ પર ઝડપાયેલા રૂા.21 હજાર કરોડના હેરોઇન મગાવી ભારતના દિલ્હી સહિતના શહેરોમાં સગેવગે કરવાના ગુનામાં સંડોવાયેલા વધુ એક અફઘાન નાગરિકને એનઆઇએ દ્વારા ધરપકડ કરી દસ દિવસના રિમાન્ડ પર લીધો છે. અફઘાન નાગરિક ડ્રગ્સ વેચાણના કરોડો રૂપિયા હવાલા મારફતે આંતકવાદી સંગઠનને પહોચતા કર્યાની શંકા સાથે તપાસ એજન્સી દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે.

ઇરાનના અબ્બાસ બંદરેથી મુન્દ્રા આવેલા બે કાર્ગો ક્ધટેનરમાંથી રૂા.21 હજાર કરોડનો હેરોઇનનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સ કેસની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા તપાસ હાથધરી અફઘાન નાગરિક સઇદ મહોમદ ફરદીન અમેરી, મહોમદખાન અને ભારતના મચાવરમ સુધાકર, દુર્ગાપૂર્ણા વૈશાલી ગોવિંદરાજુ, રાજકુમાર પી અને પ્રદિપકુમારની ધરપકડ કરી હતી.

દિલ્હીથી ઝડપાયેલા પ્રદિપકુમારની પૂછપરછ દરમિયાન હેરોઇનનો જથ્થો અફઘાન નાગરિક શોભન આર્યનફર અબ્દુલ હમીદ નામના શખ્સે દક્ષિણ દિલ્હીના અલીપુરમાં એક દુકાનમાં લાવી સગેવગે કરતો હોવાની કબુલાત આપતા એનઆઇએના સ્ટાફે દિલ્હી એરપોર્ટ પરથી શોભાન આર્યફર અબ્દુલ હમીદની ધરપકડ કર્યા બાદ અમદાવાદની ખાસ કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરી શોભાન ડ્રગ્સ વેચાણના કરોડો રૂપિયા હવાલા મારફતે આંતકવાદી સંગઠનને પહોચતો હોવા અંગે પૂછપરછ કરી તેની સાથે સંડોવાયેલા ભારત, પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના ડ્રગ્સ માફિયાની જોડતી કડી અંગે તપાસ કરવા રિમાન્ડની જરૂર હોવાનું જણાવતા અદાલતે શોભાનને દસ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.