ટી-૨૦ વિશ્વ કપમાં અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને કચડી નાખ્યું

સ્કોટલેન્ડ અને માત્ર 60 રનમાં ઓલ આઉટ કરી અફઘાનિસ્તાનને 130 રને જંગી વિજય મેળવ્યો

શારજાહ ખાતે ટી-૨૦ વિશ્વ કપનો મેચ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં અફઘાનિસ્તાન સ્કોટલેન્ડ પર 130 રને વિજય મેળવ્યો હતો અને સ્કોટલેન્ડને માત્ર ૬૦ રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. અફઘાનિસ્તાનના ખેલાડીઓ દ્વારા સૌથી લાંબી સીકસરો પણ ફટકારવામાં આવી હતી. અફઘાનિસ્તાન ની બેટિંગ ઇનિંગમાં આશરે ૧૧ છક્કાઓ ફટકારવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાન ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરના અંતે 190 રનનો સ્કોર ઊભો કર્યો હતો 191 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમ માત્ર ૬૦ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને એકસો ને વીસ ને જંગી વિજય મેળવ્યો હતો.

અફઘાનિસ્તાન તરફથી ઓપનર પાર્ટનરશીપ ૫૪ રનની જોવા મળી હતી. ત્યારબાદ આવેલા દરેક ખેલાડીઓએ તેનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વિસ્ફોટક રમત રમી હતી. સામે સ્કોટલેન્ડની ટીમમાંથી એક પણ ખેલાડી સારી એવી રમત રમી શક્યો ન હતો અને મેન્ટલ પ્રેશરના કારણે ટીમ માત્ર ૬૦ રન જ બનાવી શકી હતી ત્યારે હાલ જે વિશ્વ કપના મેચો રમવા માં આવી રહ્યા છે તે ઘણા ખરા અંશે લો સ્કોરિંગ હોવાનું પણ સામે આવ્યું છે. બોલિંગમાં પણ અફઘાનિસ્તાને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જેમાં રશીદ ખાને ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી ટીમને સાઈઠના બીજી સ્કોર પર જ સીમિત કરી હતી.