Abtak Media Google News

રાશિદના શાનદાર પ્રદર્શનના આધારે બાંગ્લાદેશને આઠ વિકેટે ૧૩૪ રન પર જ રોકી લીધું

સ્પિનર રાશિદ ખાનની શાનદાર બોલિંગના આધારે અફઘાનિસ્તાનએ બીજી ટી.૨૦ આંતરરાષ્ટ્રીય કિક્રેટ મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ બનાવી લીધી છે. રાશિદ ખાને પોતાની ચાર આવેરમાં માત્ર ૧૨ રન આપીને ચાર વિકેટ લીધી હતી.

રાશિદ ખાનના શાનદાર પ્રદર્શનના આધારે બાંગ્લાદેશને આઠ વિકેટે ૧૩૪ રન પર રોકયું હતુ જવાબમાં સમી ઉલ્લા શેનવારી ૪૦ બોલમાં ૪૯ રન અને મોહમ્મદ નબી ૧૫ બોલમાં અણનમ ૩૧ નીશાનદાર બેટીંગના આધારે અફઘાનિસ્તાને ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. મોહમ્મદનબીએ ચોગ્ગો અને પછી સીકસર ફટકારી ટીમને જીત અપાવી હતી. આ અગાઉ રાશિદ ખાનના સિવાય મોહમ્મદ નબીને પણ બે સફળતા મળી હતી.

બાંગ્લાદેશ તરફથી ઓપનર બેટસમેન તામિમ ઈકબાલ જ થોડુ સંઘર્ષ કરી શકયા જેમને ૪૮ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૪૩ રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં અબુ હૈદરે ઝડપી ૧૨ રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોચાડયું હતુ. બાંગ્લાદેશ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ મેચની બીજી ઓવરમાં જ ડાબા હાથનાં બોલર શાપૂર જાદરાન ૪૨ રનમાં એક વિકેટ અને ઓપનર બેટસમેન લીટોન દાસને આઉટ કરી દીધા હતા.

તામિમ ઈકબાલે એક તરફ ટીમને સંભાળી રાખી પરંતુ બીજી તરફથી શબ્બીર રહેમાન ૧૩ અને વિકેટકીપર બેટસમેન મુશફિકુર રહેમાન ૨૨ વધુ યોગદાન આપી શકયા નહોતા. બંને બેટસમેનોની વિકટ મોહમ્મદ નબી ૧૯ રનમાં બે વિકેટને મળી હતી ત્યારબાદ બેટીંગ કરવા આવલે મહમુદલ્લાહએ પોતાની ઈનિંગની પ્રથમ બોલ પર સિકસર ફટકારી ટીમ સ્કોરને ૧૦ ઓવરમાં ૮૧ રન પર પહોચાડી દીધો હતો. રન ગતિ વધારવાના પ્રયાસમાં તે પણ કરીમ જન્નત ૪૦ રનમાં એક વિકેટની બોલ પર બોલ્ડ થઈ ગયા હતા.

૧૫મી ઓવરમાંની ત્રીજી બોલ પર તામીમે એક રન લઈને સ્કોર ત્રણ આંકડામાં પહોચાડયો હતો. આગામી જ ઓવરમાં રાશીદ ખાને પહેલા કેપ્ટન શાકિબ અલ હસન અને પછી સતત બે બોલમાં તામિમ ઈકબાલ અને મોસ્સડિક હુસૈનની વિકેટ લઈને બાંગ્લાદેશને બેકફૂટ પર લાવી દીધુ હતુ તે હેટ્રીક લેવાથી ચૂકી ગયા હતા.

રાશિદ ખાને પોતાની આગામી આવેરમાં સૌમ્ય સરકાર ૩ ને પણ આઉટ કરી દીધા હતા અંતિમ બે ઓવરમાં હૈદર અને નજમુળ ઈસ્લામે ૨૬ રન જોડાયા હતા હૈદરે ૧૪ બોલની ઈનિંગમાં બે સિકસર અને એક ચોગ્ગો ફટકાર્યો જયારે નજમુલે ત્રણ બોલમાં અણનમ ૬ રન બનાવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.