‘કલ્પવૃક્ષ’ સમી ‘કલ્પસર’ યોજના સરકારની સુઝથી થઈ શકે સાકાર

kalpsar chay pe charcha
kalpsar chay pe charcha

કલ્પસર યોજના માટે પોતાનો જીવ રેડી દેનાર ડો.અનિલ કાણે સો ‘અબતક’ની ‘ચાય પે ચર્ચા’

વર્ષો પહેલા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે મહત્વની યોજના કલ્પસરનો વિચાર મુકાયો હતો. આ યોજનાના માધ્યમી સૌરાષ્ટ્રને પીવા અને સિંચાઈ માટે પુરતુ પાણી મળી શકે તેમ છે. કલ્પસરનો વિચાર ડો.અનિલ કાણે દ્વારા સરકારને અપાયો હતો. ડો.અનિલ કાણે ગુજરાત અંબુજા સીમેન્ટ, ગુજરાત હેવી કેમીકલ્સ, ગુજરાત ટાયર સહિતના ૩૫ પ્રોજેકટો સો સંકળાયેલા છે. ઉપરાંત વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર રહી ચુકયા છે. કલ્પસર યોજનાને સાકાર કરવા તેઓ ઘણા સમયી અભિયાન ચલાવી રહ્યાં છે. કલ્પસર યોજના હકીકત બને તે માટે ‘અબતક’ પણ અનેક વખત અહેવાલો પ્રકાશિત કરી ચુકયું છે. માટે કલ્પસરને સાકાર કરવા માટે કઈ કઈ મુશ્કેલી નડે છે ? અને તેનાથી શું ફાયદો થઈ શકે તે અંગે ‘અબતક’ દ્વારા ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા ડો.અનિલ કાણે સો વિશેષ મુલાકાત કરવામાં આવી હતી.

https://youtu.be/fIIPSv5P2Jg

કલ્પસર નામ કઈ રીતે પડયું ?

અબતક ચાય પે ચર્ચાની શરૂઆતમાં કલ્પસર નામ વિશે વિસ્તૃત માહિતી આપતા ડો.અનિલ કાણેએ જણાવ્યું હતુ કે કલ્પવૃક્ષ છે એવી એક કલ્પના છે આ વૃક્ષની નીચે ઉભા રહી આપણે જે માંગીએ એ મળે છે. એવી જ રીતે ‘સર’ એટલે સરોવર આમ આ એક એવું કલ્પસર છે જેને કાંઠે ઉભા રહી આપ જે માંગો એ મળે છે. આ યોજનાથી પાવર, રાસ્તાઓ, પાણી, લેન્ડ ડેવલોપમેન્ટ સહિત ડેવલોપ થતા હોવાથી મે તેનું નામ ‘કલ્પસર’ પાડયું.

માત્ર ૧૦ જ મીનીટમાં સરકાર સમક્ષ કલ્પસર યોજનાનો ચિતાર રજૂ કયો.

વારંવાર દુષ્કાળ પડતો હોવાથી ૧૯૮૫માં સરકારે એ વખતે નિવેદન બહાર પાડેલું એ સમયે માત્ર ૧૦ જ મીનીટમાં કલ્પસર યોજનાનો સરકાર સમક્ષ રજૂ કયો હતો એ વખતે ચિત્રલેખા અને અભિયાને મારા એ પ્રોજેકટની વાતને વેગ આપ્યો ભાવનગરનું ઘોઘા અને દહેજ વચ્ચે દરીયાઈ અંતર માત્ર ૨૧ કી.મી. જ છે. જો અહી એક બંધ બાંધવામાં આવે તો એમાં નર્મદા, ઢાઢર, મહી, વાત્રક, મેશ્ર્વો, સાબરમતી અને ભોગાવો સહિતની નદીઓનાં પાણીનો મહતમ ઉપયોગ કરી શકાય આપણે એવા પાણીની વાત કરીએ છીએ કે જે દરીયામાં જતુ રહે છે અને એ પાણી પર કોઈનો અધિકાર રહે તો નથી આજે નર્મદાના પાણી ઉપર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો અધિકાર છે એવી કોઈ પણ અધિકારની ભાવના વાળી મુશ્કેલી આમા નડતી નથી આપણે તો માત્ર જે પાણી દરીયામાં વહી જાય છે. તેને રોકવાની વાત કરીએ છીએ.

ઉપરાંત આમાં જે પાણીનો સંગ્રહ થશે એ દરીયાના લેવલ મુજબ જ થશે જેથી કોઈની જમીનનો આમા ડુબશે નહી કે કોઈને સ્થળાંતર ની જ‚ર રહેતી નથી અને ખાસ કરીને આખો પ્રોજેકટ ગુજરાતનાં મધ્યભાગમાં આવતો હોવાથી આપણને અન્ય કોઈ રાજયો સાથે ચર્ચા વિચારણા કે સલાહનો અવકાશ રહેતો નથી કે કોઈપણ જાતનો ઈન્ટરનેશનલ પ્રોબ્લેમ પણ રહેતો નથી અન્ય મોટા ડેમોને નડતી એક પણ પ્રોબ્લેમ આ પ્રોજેકટને નથી એટલે આ એક સારામાં સારો પ્રોજેકટ ગણાય.

સરકારી અધિકારીઓને કોમર્શિયલ પ્રોજેકટ અંગે જાણકારીના અભાવે વાત આગળ વધી નહી

આર્થિક અને ટેકનીકલ દ્રષ્ટિએ કલ્પસર યોજના સક્ષમ છે. કે નહિ તેની ચર્ચા વિચારણા થઈ અને એ ચર્ચામાં મે સરકારને ક્ધવેન્સ કર્યા ત્યારે સરકારે લગભગ ૩ મિલિયન ડોલર્સના ખર્ચે એક રીપોર્ટ તૈયાર કર્યો. નેધરલેન્ડની હોસ્કોનીંગ રોયલ નામની કંપનીએ સંપૂર્ણ અભ્યાસ બાદ ‘કલ્પસર’ ખૂબજ સારો પ્રોજેકટ છે. અને કરવા જેવો છે. એવું કરવું અને સંપૂર્ણ કોન્ટ્રેકટ સંભાળતા હું પણ સંપૂર્ણ રીતે તેમાં જોડાયો.

પરંતુ એ જે રીપોર્ટ બન્યો એ જુદા જુદા નિષ્ણાંતોને મોકલવામાં આવ્યો એ નિષ્ણાંતોનાં અભિપ્રાયો મળ્યા બાદ ૮ બાબતો પર ઉંડાણ પૂર્વક વિચારણા કરવી પડશે અને ફરી વખત એ બાબતોની ચકાસણી કરવાનું નકકી થયું આ આઠેય રીપોર્ટ ૫૦૦-૫૦૦ પાનાના તૈયાર થયા હતા ટેકનીકલ અને આર્થિક રીતે ચકાસણી થઈ ગયા બાદ મે નકકી કર્યું કે આપણે આ કાર્યને આગળ વધારવું જોઈએ એટલે મેં ભારતની નામાંકીત કંપનીઓ રીલાયન્સ, લાર્સન ટોબરી, એસઆર તેમજ રતન ટાટા સહિતની કંપનીઓને ‘કલ્પસર’ ની વાત કરી આ તમામ કંપનીઓ આ પ્રોજેકટમાં જોડાવા તૈયાર હતી પરંતુ સરકારી અધિકારીઓને કોમર્શિયલ પ્રોજેકટ અંગે જાણકારીના અભાવે કંપની સાથે યોગ્ય પ્રકારે વાતચીત ન કરી શકતા કામ આગળ વધ્યું નહી ત્યારે આજે છેલ્લે સરકારનો મત એવો છે કે કલ્પસર ટેકનીકલી વાયબલ નથી.

 ‘કલ્પસર’ યોજના ઢોલેરા પોર્ટને કેટલી નડતર રૂપ…?

ઢોલેરા પોર્ટનો હાલનો જે ડ્રાફટ એટલે કે સ્ટીમરને જેટલા પાણક્ષની જરૂરીયાત હોય તેનાથી વધુ પાણી હોય તો જ સ્ટીમર ત્યાં જાય નહીતર પહોચી શકે નહી હવે કલ્પસર યોજનાની વાત કરીએ તો કલ્પસર થતા ઢોલેરા પોર્ટનો ડ્રાફટ પાંચથી સાડાપાંચ મીટર વધી જશે એટલે મોજા નહી આવે, તોફાન નહી આવે તેમજ કરંટ પણ નહી આવે આમ કલ્પસર પ્રોજેટથી ઈન્ટરનેશનલ ઢોલરા પ્રોજેકટને કોઈ જ નુકશાન થવાનો પ્રશ્ર્ન જ ઉભો થતો નથી.

ઢોલરા પોર્ટ થી અમદાવાદ તરફનાં રૂટને કેટલો ફાયદો?

ભાવનગરથી ગલીયાણાની ચોકડી સુધી ૧૧૦ કિલોમીટરનાં રસ્તે ચારે તરફ માત્રને માત્ર ખારોપાટ જ છે. ત્યાં એક પાંદડુ પણ ઉગતુ નથી તેનું મુખ્ય કારણ દર અમાસ અને પૂનમે મોટી ભરતી આવતા ખા‚ પાણી ફરી વળે છે. આટલી મોટી ખારાશમાં કંઈ જ ન ઉગી શકે ત્યારે કલ્પસર બનતાએ પાણી ખા‚ નહી રહે પહેલાના પાણી પરા આપણે મીઠુ પાણી ચડાવશું એટલે મીઠા પાણીમાં ખારાશ ઓગળી જાય અને ખારા પાણીને ડ્રોન આઉટ કરીશું આવું ચારથી પાંચ વખત કરતા ખારો ગારો મીઠો બની જશે. આમા કોઈને કોઈ જ પ્રકારનું નુકશાન છે જ નહી સરકારે સમયઅને પૈસા વેડફાસે એવી ચિંતા કરવાની જ‚ર નથી ભારતની નામાંકિત મોટી મોટી ઈન્ડસ્ટ્રીસને આ પ્રોજેકટ કરવામાં રસ છે. એટલે સરકારે ફંડની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.

સરકાર માત્ર ઓોરીટી આપે, ઈન્વેસ્ટ કરવાની જરૂર નથી

સૌરાષ્ટ્રની વાત કરીએ તો નર્મદાનું પાણી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, પોરબંદર જે પહોચાડવા પમ્પીંગ સીવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે ‘કલ્પસર’ બનતા જે ઈરીગેશન થશે તો તેના માટે જે પાવરની જરૂર પડે તે પણ કલ્પસરી જનરેટ કરી શકાશે. કલ્પસરના વર્ટીકલ બે ભાગ કરવાના છે. જમણી બાજુનો ભાગ મીઠા પાણીનો રહેશે જયારે ડાબીબાજુનો વન ર્ડ ભાગ ખારુ પાણી રહેશે ખારુ પાણી રોજ બે વાર ચડશે અને બે વાર ઉતરશે એ પાણીથી ૫ હજાર મેગાવોટ પાવર બનશે. આ વાત પણ નવાઈની ની. ફ્રાન્સમાં ઓલરેડી આ રીતે પાવર ઉત્પન થાય જ છે. આ આખો પ્રોજેકટ ઈકોનોમીક પ્રોજેકટ છે. મે જાતે વ્યક્તિગત રીતે ધિ‚ભાઈ અંબાણી, રતન તાતા, લારસન ટુર્બો અને એસ આ સાથે મંત્રણા કરેલી છે. નર્મદાના જેટલું પાણી છે તેનું ડીસ્ટ્રીબ્યુશન ટ્રીબ્યુનલે કરેલું છે. ત્યારે ગુજરાતને જેટલું પાણી અપાય છે તે બધુ વાપરીએ તો પણ સૌરાષ્ટ્ર-કચ્છનો ૯૦ ટકા ભાગ પાણી વગર રહે એટલે પાણીથી વંચીત રહેતા વિસ્તારોનો વિચાર પણ સરકારે કરવો જ જોઈએ આી સરકારે આમા ઈન્વેસ્ટ કરવાની જરૂર ની. સરકાર માત્ર ર્ઓોરીટી આપે, પ્રોજેકટ કરવાની માત્રને માત્ર મંજૂરી આપે એટલે સરકાર વતી હું આ ચાર કંપની સો લીગલી વાત કરી શકુ.

સૌરાષ્ટ્રમાંથી સુરત અને મુંબઈ સુધીનું અંતર ૨૦૦ કિ.મી. ઘટી જાય અને ભાવનગરી સુરત માત્ર એક કલાકમાં જ જઈ શકાય જેી સમય, ઈંધણ, વાહનોમાં તો ઘસારો બચી શકે છે. લોકો ટોલટેકસ પણ રાજીખુશીથી આપશે. વડોદરાી અમદાવાદનો ટોલટેક્ષ ૧૨૫ રૂ. છે. જેનાથી સમય જ બચે છે અંતર ઘટતુ ની.

Dr. Anil Kane | Abtak media
Dr. Anil Kane | Abtak media

પ્રોજેકટ શરૂ કરવામાં મોટો અવરોધ, એમ.એસ.પટેલ

મારા મૃત્યુ પછી મને એક જ અફસોસ રહેશે કે આ પ્રોજેકટ હું પાર ન પાડી શકયો. આ પ્રોજેકટનો એક પણ ગેરલાભ નથી. પ્રોજેકટ બિન વિવાદીત છે. આંતર રાજય મુશ્કેલી સર્જાય એવી પણ સ્થિતિ નથી કારણ કે આખો પ્રોજેકટ ગુજરાતમાં જ છે.

આ પ્રોજેકટ શરૂ કરવાના વિચાર બાદ અંદાજે ૧૦ જેટલા મુખ્યમંત્રીઓ બદલાય ગયા છે. જે નવા મુખ્યમંત્રી બને તેમને હું પ્રોજેકટ વિશે વાત કરું છું. મુખ્યમંત્રી અધિકારીઓને તપાસ કરવાનો આદેશ આપતા પરંતુ અધિકારીઓ ટલ્લે ચડાવીને પ્રોજેકટમાં આગળ વધતા જ નહીં તેમાં પણ ખાસ કરીને કલ્પસર પ્રોજેકટમાં મોટી બાધા બન્યો હોય તો તે છે, સેક્રેટરી એમ.એસ.પટેલ તે અત્યારે તો રિટાયર્ડ થઈ ગયા છે. આ પહેલા તેઓએ અમુક કારણોસર જેલવાસ પણ ભોગવ્યો હતો. પ્રોજેકટને મારા નામ સાથે જોડવાની જરૂર ન થતી. પ્રોજેકટ પાછળ મારો કોઈ સ્વાર્થ નથી. આ પ્રોજેકટ માત્રને માત્ર ગુજરાતી પ્રજાના લાભ માટે છે. પ્રોજેકટ માટે સૌપ્રમ એક કોર ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં હું હતો. ત્યારબાદ એડવાઈઝરી કમીટી બનાવવામાં આવી તેમાં પણ હું હતો. આ બંને ગ્રુપમાં મને પુછયા બાદ જ નિર્ણયો લેવાતા પરંતુ આ પ્રોજેકટમાં એમ.એસ.પટેલ આવ્યા બાદ બહારનાં લોકોની જરૂર ની તેમ કહી મને કમીટીઓમાંથી કાઢી નાખ્યો ત્યારબાદ મારી ગેરહાજરીમાં ખોટા નિર્ણયો લઈને પ્રોજેકટ અટકાવી દીધો.

kalpsar chay pe charcha
kalpsar chay pe charcha

નરેન્દ્ર મોદી કલ્પસર વિશે માહિતી મેળવી ખુશ થયા હતા.

૨૦૦૪માં દિલ્હીની ફલાઈટમાં નરેન્દ્ર મોદી મારી બાજુમાં જ બેઠા હતા. ત્યારે મે તમને કલ્પસર પ્રોજેકટ વિશે સમજાવ્યું હતું. ત્યારબાદ તેઓની ઓફિસે પ્રોજેકટ વિશે વિગતવાર સમજાવ્યા હતા. પ્રોજેકટ વિશે જાણીને તેઓ ખુશ યા હતા.

ત્યારબાદ હું તેમને ભાવનગર લઈ ગયો હતો અને તેમના હસ્તે શ્રીફળ પણ હોમાવ્યુ હતું. આ ઉપરાંત મેં તેમને બોટમાં ભાવનગર અને દહેજની વચ્ચે લઈ જઈને કહ્યું હતું કે આ બંને દરીયાકાંઠા દેખાય છે. જે જોડવાના છે. તેઓએ અધિકારીઓને પ્રોજેકટમાં આગળ વધવા આદેશ આપ્યો હતો. પરંતુ અધિકારીઓ પ્રોજેકટમાં આગળ વધતા નહીં અને લોકોને પ્રોજેકટ વિશે ગેરમાર્ગે દોરતા હતા. મારી ઉંમર ૭૬ વર્ષની છે પરંતુ હજી મારામાં ક્ષમતા છે. તેમાં પણ જો કલ્પસર વિશે કોઈને પણ મારૂ કામ હશે તો હું સ્મશાનમાંથી પણ ઉભો થઈને મા‚ યોગદાન આપીશ. હું કલ્પસર પ્રોજેકટમાં કામ કરવાનું કાંઈ વેતન ઈચ્છતો નથી. કલ્પસર પ્રોજેકટ ગુજરાતીઓને હિતકારક છે. એમાં પણ મુખ્યમંત્રી પણ આપણા જ છે માટે જનતાએ મળીને માંગ કરવાની જરૂર છે.