અમદાવાદ એરપોર્ટ પરથી આફ્રિકન નાગરીક ૬ કરોડના કોકેઈન સાથે ઝડપાયો

અબતક, અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી ૨ કિલો કોકેઈન ડ્રગ્સ સાથે એક ઝામ્બિન નાગરીક જોન હેંચાબીલાની ગુજરાત ગઈઇની ટીમે ધરપકડ કરી છે. વહેલી સવારે દુબઈથી આવેલી ફલાઈટમાં ૨ કિલો કોકેઈન લઈને એક વિદેશી નાગરિક આવી રહ્યો હોવાની બાતમી ગઈઇની ટીમને મળી હતી.

જેના આધારે ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી અને તેને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા બે કિલો જેટલું કોકેઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. ૬ કરોડની કિંમત થાય છે.

ઝડપાયેલો વિદેશી નાગરિક જોન હેંચાબીલા પોતાની સાથે રહેલી હેન્ડબેગમાં આ કોકેઈન ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.