14 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રને પછાડી સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન

સૌરાષ્ટ્રની ટીમે કર્ણાટકને સેમીફાઇનલમાં પાંચ વિકેટે પરાજય આપી ત્રીજી વખત વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અમદાવાદમાં સૌરાષ્ટ્રની ટીમ ફાઇનલ જીતવાના બુલંદ ઇરાદા સાથે મહારાષ્ટ્ર સામે મેદાનમાં ઉતારી ત્યારે એ બુલંદ ઈરાદાઓએ સૌરાષ્ટ્રની ટીમને વિજય બનાવ્યા છે. છેલ્લી વખત ટીમ 2007-08ની સિઝનમાં ચેમ્પિયન બની હતી ત્યારે 14 વર્ષ બાદ વિજય હઝારે ટ્રોફી સૌરાષ્ટ્રના નામે થઈ છે.

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડટે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મહારાષ્ટ્રે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રે 46.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સનની ઈનિંગ્સે મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર ભારી પડ્યો હતો. આ મેચ સૌરાષ્ટ્રે પાંચ વિકેટે જીતી લીધી હતી.

શેલ્ડને સૌરાષ્ટ્રને અપાવી જીત

249 રનના લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. હાર્વિક દેસાઈ અને શેલ્ડન જેક્સનને ૧૮૩ રનની ભાગીદારી નિભાવી હતી. ત્યારબાદ હર્વિક આઉટ થઈ ગયો હતો. તેણે 67 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી અને શેલ્ડને ૧૩૩ રન બનાવી અને અણનમ રહીને ૨૪૯ રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો.

ફાઈનલમાં ગાયકવાડનું શાનદાર પ્રદશન

ઋતુરાજ ગાયકવાડ પહેલી મેચથી જ શ્રેષ્ઠ પ્રદશન બતાવી રહ્યા હતા ત્યારે આ ઇનિંગમાં ઋતુરાજે એક ઓવરમાં સાત સિક્સર પણ ફટકારી હતી. તેના સિવાય મહારાષ્ટ્રના અન્ય બેટ્સમેન અંકિત બાવને આઠ ઇનિંગ્સમાં 587 રન બનાવી શક્યો હતો.

બન્ને કેપ્ટનની લીડરશીપ હેઠળ ટીમ પહોંચી ફાઈનલમાં

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મહારાષ્ટ્રની બેટિંગ સુકાની ઋતુરાજ ગાયકવાડ પર નિર્ભર હતી. તેના શાનદાર પ્રદશર્નના લીધે મહારાષ્ટ્ર પોતાના ફાઇનલમાં પહોંચ્યું હતું. ઋતુરાજે આ ટૂર્નામેન્ટમાં પાંચ મેચમાં 660 રન બનાવ્યા હતા. તેણે ટૂર્નામેન્ટમાં કુલ ચાર સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશ સામે અણનમ 220 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે ફાઇનલમાં ૧૦૮ રન બનાવ્યા હતા

કેપ્ટન ઉનડકટનું શાનદાર પ્રદર્શન

સૌરાષ્ટ્રની બોલિંગની જવાબદારી કેપ્ટન જયદેવ ઉનડકતે સારી રીતે નિભાવી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં 19 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે સેમીફાઈનલમાં કર્ણાટક સામે 26 રનમાં ચાર અને હિમાચલ સામે ગ્રુપ મેચમાં 23 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.