Abtak Media Google News

અત્યારના સમયમાં એક બાજુ આપણી સરકાર સામાન્ય લોકોને બેંક સાથે બને તેટલા વધુ વેવાર કરવાનું અને જોડાવાનું કહી રહી છે અને તેવા પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી બાજુ 20 જાન્યુઆરીથી બેંક સામાન્યથી લઇ અમીર લોકોને પણ ઝટકો આપવાની તૈયારીમાં છે. હવે તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે સર્વિસ માટે રૂપિયા વસૂલશે જે અત્યાર સુધી ફ્રી રહેતી હતી. જોકે, હજુ પણ બેંક કેટલીક સુવિધાઓ માટે ચાર્જ રાખવો કે નહીં તે અંગે વાતચિત કરી રહી છે. પરંતુ અહેવાલો મુજબ મોટાભાગની સેવાઓ ચાર્જ હેઠળ લાવવામાં આવી છે. આવું બનવાથી જો તમે ધ્યાન નહીં રાખો તો તમને જાણ કર્યા વગર જ ખાતામાંથી રૂપિયા કપાઇ શકે છે.

રૂપિયા કાઢવા, પૈસા જમા કરાવવા, મોબાઇલ નંબર બદલાવવો, કેવાયસી સરનામું બદલવું, નેટ બેન્કિંગ અને ચેકબુક માટે અરજી કરવી વગેરે જેવી સેવાઓ માટે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત પોતાની બેંક સિવાય અન્ય બ્રાન્ચની સર્વિસનો ઉપયોગ કરવા પર પણ તમારે રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માટે તમારે અલગથી જીએસટી પણ આપવો પડશે.

બેન્કિંગ સર્વિસ યુઝ કરવા પર તમારા ખાતામાંથી રૂપિયા કપાઇ જશે. જોકે, અનેક બેંક મેનેજર્સનું એવું કહેવું છે કે તેમને આ બાબતની આરબીઆઇ તરફથી લેખિતમાં કોઇ જ આદેશ મળ્યા નથી.

આ બદલાવથી સામાન્ય માણસને તો અસર થશે જ પરંતુ સૌથી વધારે અસર બિઝનેસ કોમ્યુનિટીને થશે. બિઝનેસને લીધે દરેક ટ્રાન્ઝેક્શન તેમજ અન્ય સર્વિસનો ઉપયોગ કરનારનું ખિસ્સું વધારે હળવું થશે. એક બિઝનેસમેને જણાવ્યું હતું કે સરકાર પહેલા જ જીએસટીનો બોજ વેપારીઓ પર નાખી ચૂકી છે હવે બેન્કિંગ પર પણ અલગથી ચાર્જ લગાવવામાં આવશે તે અમારી પર ખૂબ જ ભાર આવી જશે.

કઈ કઈ સર્વિસ પર લાગશે ચાર્જ

-રૂપિયા નીકાળવા અથવા જમા કરાવવા પર
-મોબાઇલ નંબર બદલાવવા પર
-કેવાયસીમા એડ્રેસ ચેન્જ કરવું હોય તો
-નેટ બેન્કિંગ અને ચેક બુક લેવા પર
-પાસબુક પર

કેટલો વશુલાશે ચાર્જ

-સેવિંગ એકાઉન્ટમાંથી 50 હજાર ઉપાડવા હશે તો : 10 રૂપિયા
-એકથી વધારે ચેક ક્લિયરન્સ પર : 10 રૂપિયા
-એક દિવસમાં એકથી વધારે ટ્રાન્ઝેક્શન પર : 10 રૂપિયા
-સિગ્નેચર વેરિફિકેશન તેમજ ફોટો અટેસ્ટ : 50 રૂપિયા
-મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ : 25 રૂપિયા

-ડુપ્લીકેટ પાસબુકઃ 50 રૂ.
-નવી ચેકબુક માટેઃ 25 રૂ.
-પાસબુક અપડેટઃ 10 રૂ.
-સ્ટેટમેન્ટ લેવા માટેઃ 25 રૂ.
-પિન અને પાસવર્ડ નંબરઃ 10 રૂ.
-ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગઃ 25 રૂ.

વધારાનો ચાર્જ

20 જાન્યુઆરી પછી સીસી, કરન્ટ અને ઓડી એકાઉન્ટમાં એક જ દિવસમાં બે લાખ રૂપિયા જમા થઇ શકશે.
25000 રૂપિયાથી વધારે જમા કરાવવા પર દરેક હજાર રૂપિયાએ અઢી રૂપિયા અથવા ઓછામાં ઓછા 50 રૂપિયા આપવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.