બીએસએફમાં 22 વર્ષ સેવા આપ્યા બાદ માદરે વતન આવેલા શુરવીરને આવકારવા કાલે આખુ ગામ ઉમટશે

અબતક, મનુકવાડ,ગીરગઢડા

ભારતીય સેનાને કારણે આપણે સુરક્ષિત છીએ. ઠંડી, તડકો, કે વરસાદ જોયા વગર, પોતાના પ્રાણની પરવા કર્યા વગર દેશનાં સીમાડા સાચવતા જવાનોની જીંદગી ખુબ કઠીન હોઈ છે. મોતને મુઠીમાં રાખીને સરહદ ઉપર ઉભા રહેવુ પડતુ હોઈ છે. એક સૈનિકને દેશની રક્ષાનથી વિશેષ પોતાના માટે કશુ વિચારતા નથી. દેશ સેવા એમનો મંત્ર હોઈ છે. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના વતની  આતુભાઈ વિરાભાઈ ગુજ્જર ભારતીય સેનામાં (BSF) 22 વર્ષ સેવા પૂર્ણ કરીને તેઓ ધોકડવા પધારી રહ્યા હોય ત્યારે તેમનું સમસ્ત ગ્રામજનો દ્વારા કાલે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સામૈયા અને શોભાયાત્રા નું ભવ્ય આયોજન રાખેલ છે તો સમસ્ત ગીર ગઢડા તાલુકાના સમસ્ત  ગામના લોકોને પધારવા ભાવભર્યુ આમંત્રણ  પાઠવવામાં આવ્યું.