Abtak Media Google News

તારીખ પે તારીખ! સૌરાષ્ટ્રની કાયાપલટમાં કોના રોડા?

સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન પૂરવાર થઈને સર્વાંગી વિકાસ કરનારી ‘કલ્પસર’ યોજના રાજકીય ઉદાસીનતાના કારણે હજુ પણ સરકારી ફાઈલોમાં જ!

દેશમાં સૌથી વિશાળ ૧૬૦૦ કી.મી.નો દરિયા કિનારો ધરાવતા ગુજરાતનાં વિકાસમાં દરિયો જેટલો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. તેટલો નુકશાનકારક સાબિત થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ખારાશ સતતક આગળ વધી રહી છે. જેના કારણે આ વિસ્તારોમાં ખેતી નષ્ટ થવા ઉપરાંત પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થવા પામી છે. જેથી ખંભાતના અખાતમાં વહી જતા વિવિધ નદીઓનાં પાણીને રોકીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની કાયાપલટ કરવા વર્ષ ૧૯૮૦માં કલ્પસર યોજના બનાવવામાં આવી હતી. જેમાં ભાવનગરનાં ઘોઘા બંદર અને દક્ષિણ ગુજરાતનાં દહેજ બંદર વચ્ચે બંધ બાંધીને દરિયામાં વહી જતા મીઠા પાણીને રોકવાની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ ઉપરાંત સિંચાઈ, વિજ ઉત્પાદન અને બંધ પર રોડ બનાવીનેજયના બે છેડા વચ્ચેનું અંતર ઓછુ કરવાનું આયોજન હતુ. સૌરાષ્ટ્રની કાયાપલટ કરનારી આ કલ્પસર યોજના બન્યાના ૨૫ વર્ષ પછી પણ આ યોજના સરકારી ફાઈલોમાં દબાયેલી રહેવા પામી હતી. કલ્પસરા યોજના સાકાર થઈ શકશે કે કેમ? તેના અત્યાર સુધીમાં ૨૫ વખત ફીઝીબીલીટી ટેસ્ટ થઈ ગયા છે. આ ટેસ્ટ પાછલ જ અત્યાર સુધીમાં રૂા.૧૩૦ કરોડ ખર્ચાય ગયા હોવાનું ગઈકાલે રાજય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થવા પામ્યું છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે ઉઠાવેલા પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે આપેલા ખર્ચના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં આ યોજના પાછળ ૩૫.૯૧ કરોડ રૂા. વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦.૩૬ કોડ રૂા. જયારે વર્ષ ૨૦૧૯-૨૦૫૨૦માં ૫.૬૦ કરોડ રૂા. આ યોજનાના ફીઝીબીલીટી ટેસ્ટ અને તેના અભ્યાસ પાછળ ખર્ચવામાં આવ્યાનું ખૂલવા પામ્યું છે. ઉપરાંત એપ્રીલ ૨૦૧૮થી ડીસેમ્બ ૨૦૧૯માં કલ્પસર યોજનાને લગતી બીજી કામગીરી પાછળ રૂા.૬૧.૮૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યાનું ખૂલવા પામ્યું છે.

રાજય સરકારે આ યોજના માટે કેન્દ્ર સરકારમાંથી લેવાની વિવિધ મંજૂરીની પ્રક્રિયાચાલી રહ્યાનું જણાવ્યું હતુ અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૮૯માં બનેલી કલ્પસરની યોજના માટે ૧૯૯૬માં પ્રથમ વખત ફીઝીબીલીટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ ૧૯૯૯માં ખાસ પ્રકારનાં રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૩માં આ યોજનાનો આખરી ફીઝીબીલીટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેતે સમયે રાજય આ યોજનાનું કામ વષૅ ૨૦૧૧માં શરૂ કરવાની ખાત્રી આપી હતી. તેમ છતાં ૨૫ વર્ષમાં ૨૫ વખત ફીઝીબીલીટી ટેસ્ટ માટે થયા બાદ રૂા.૧૩૦ કરોડ ખર્ચાઈ ગયા બાદ કલ્પસરની યોજના માત્ર ‘ક્લ્પના’માં રહેવા પામ્યાનું ખૂલવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.