Abtak Media Google News

ઓફલાઇનની સાથોસાથ ઓનલાઇન કલાસ પણ ચાલુ જ રહેશે: ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે 6થી 8ના વર્ગો ચાલુ કરવાની તૈયારી

રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે ઘટી ગયા છે ત્યારે રાજ્યમાં શાળાઓ પણ શરૂ કરી દેવાઇ છે. ત્યારે રાજ્યમાં ધોરણ 9થી 12ના ચાલુ કરાયેલા વર્ગો બાદ ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવા મુદ્દે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. જેમાં ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે રાજ્યમાં ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે 6થી 8ના વર્ગો ચાલુ કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

જોકે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલ ખોલવાની રાહ જોઇને બેઠા છે ત્યારે આજે શિક્ષણમંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં 9 ઓગસ્ટ બાદ કોર કમિટીની બેઠક મળશે જેમાં ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે ગાંધીનગરમાં એક વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં મહત્વની ચર્ચા કરાઇ હતી કે, વર્લ્ડ બેન્ક એક્સલન્શ ઓફ સ્કૂલ માટે તમામ જિલ્લામાં બે સ્કૂલ તૈયાર કરવા માટે ગ્રાન્ટ આપશે. 300થી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલને પ્રાધાન્ય આપવામાં આવશે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ અધ્યક્ષતામાંGCERTC ખાતે બેઠક યોજી હતી.

જેમાં અમદાવાદ, ખેડા, આનંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારી બેઠકમાં હાજર રહ્યાં હતાં. સ્કૂલનો એજ્યુકેશન રેટ અને મકાનને ધ્યાનમાં રાખવામાં આવશે. ગ્રાન્ટ મેળવનારી શાળાઓમાં માત્ર પંચાયત અને કોર્પોરેશન હસ્તકની સ્કૂલનો સમાવેશ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.