એઇમ્સ, એરપોર્ટ બાદ રાજકોટને બજેટમાં મેટ્રો મળતા સોને મે સુહાગા: ચેતન રામાણી

બજેટને આવકારી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી ચેતન રામાણી

 

રાજકોટ જીલ્લા ભાજપના અગ્રણી તેમજ ખેડુત આગેવાન ચેતનભાઇ રામાણીએ રૂપાણી સરકાર તેમજ નાણામંત્રી નીતીનભાઇ પટેલ વર્ષ 2020-21 ના બજેટને આવકારી અભિનંદન પાઠવતા નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાત રાજયની વિકાસની જે પરંપરા છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શરુ કરીને ગયા હતા. ત્યારબાદની તમામ સરકારોએ તે પુરી નિષ્ઠા અને ખંતથી આગળ વધારી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકાર દ્વારા ગુજરાતની વિકાસપાત્રા ને આગળ ધપાવતું રૂ. 2,27,029 કરોડ પુરાંતવાળુ તેમજ સામાન્ય પ્રજા ને રાહત આપતું બજેટ ખરેખર અદભૂત છે.

બજેટમાં ખેડુતોને સ્ટોરેજ કેપેસીટી વધારવા તેમજ આથીંક મદદ કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી ચાર લાખ ખેડુતોને એક ડ્રમ તેમજ પ્લાસ્ટીક ના બે ટબ આપવાની જોગવાઇ કરી છે તેમજ ફુડ પ્રોસેસીંગ એકમ માટે રૂ. 10 લાખ ની જોગવાઇ, બીજ ઉત્5ાદન સહાય માટે રૂ. 55 કરોડની જોગવાઇુ, એગ્રી એન્ડ ફુડ કલ્સ્ટર માટે 50 કરોડ, 10 ગામ દીપ એક પશુ દવાખાના માટે 30 કરોડ, મહિલા અને બાળ વિકાસ  માટે 3511 કરોડ, પ્રાકૃતિક ખેતી માટે 1000 કરોડની સહાય સાથોસાથ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11323 કરોડની જોગવાઇ તેમજ શિક્ષણ માટ 32 હજાર કરોડ અને ચાર મહાનગરોને મેટ્રો ની ભેટ સાથો સાથ કર-વેરા વધારામાં રાહત આપી છે. તદઉપરાંત ટુરીઝમ ક્ષેત્રના વિકાસ માટે સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા, તેમજ સાસણ ગીરમાં હેલીપેડ બનાવવાની જાહેરાત કરી પ્રજાજનોને મહામૂલી ભેટ સ્વરુપે ઐતિહાસિક બજેટ આપ્યું છે તે ખરેખર આવકારદાયક છે.