Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના 130થી વધુ ક્વોરી અને 70થી વધુ લિઝ ધારકો કામે લાગ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં 18 દિવસથી ક્વોરી અને લીઝ ધારકો ની હડતાલ હતી જેને લઇને આર્થિક રીતે પણ ઘણી અસર પડવા પામી છે આ મુદ્દે સરકાર સાથે ગાંધીનગર ખાતે ક્વોરી એસોસિએશન દ્વારા બેઠક યોજવામાં આવી હતી પરંતુ આ બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો ન હતા ત્યારબાદ સતત બીજા દિવસે પણ આ બાબતે વાતચીત સરકાર દ્વારા ઉદ્યોગકારો સાથે કરવામાં આવી હતી અને યોગ્યતા પણ નિર્ણય કરી અને ઉદ્યોગો ફરી ધમધમતા થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના ત્રણ હજારથી વધુ ક્વોરી અને લીજ ઉદ્યોગકારોને સરકાર દ્વારા સમજાવટ ભરી પરિસ્થિતિ હાથ ધરી અને આ હડતાલ સમેટી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને અંતે આજે પડતર પ્રશ્નોને લઇને આ ઉદ્યોગકારો હડતાલ ઉપર ઉતર્યા હતા તે અંગે ચર્ચા-વિચારણા કરી અને તેમના 17 પ્રશ્નો હતા તેમાંથી સાત પ્રશ્ન સ્વીકારી લેવામાં આવ્યા છે અને અન્ય 10 જેટલા પ્રશ્નો ની આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે.

જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના 130થી વધુ ક્વોરી ઉધોગો અને 70 થી વધુ લીજ ઉદ્યોગો 18 દિવસ બાદ ફરી ધમધમ્યા છે અને આજે વહેલી સવારથી તમામ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે કવોરી ઉધોગોને ખાંડા માપણી,લીજ આપવા,ખનીજ કિંમત ઘટાડવા,ટ્રાસ્પોર્ટ સહિતના 17 પ્રશ્ન પર ખાસ ચર્ચા સરકાર બાદ 7 મુદ્દા સરકાર દ્વારા માન્ય રાખવા માં આવ્યા છે. જેને લઇને હડતાલ ઉદ્યોગકારો દ્વારા સમેટી લેવામાં આવી છે અને આજ થી પુન: રીતે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.