Abtak Media Google News

બ્લેક ફંગસના જુદાજુદા વેરિએન્ટ જેમ કે બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ બાદ હવે ગ્રીન ફંગસની એન્ટ્રી થઇ ચૂકી છે. મધ્યપ્રદેશમાં સૌથી ઝડપથી વધતા શહેર ઇન્દોરમાં પૉસ્ટ કૉવિડ બિમારીઓના કેટલાય કેસો સામે આવી રહ્યાં છે.

અન્ય ફૂગ કરતાં વધુ ખતરનાક ગ્રીન ફંગસનો પ્રથમ કેસ નોંધાયો!!

ગ્રીન ફંગસની અસર સીધી ફેફસા પર થતી હોવાથી નિષ્ણાંતો ઊંઘેકાંધ

કોરોનાના કેર બાદ દેશમાં સૌથી વધુ ખતરો બ્લેક ફંગસ એટલે કે મ્યૂકૉરમાયકૉસીસથી ઉભો થયો છે. કેટલાય રાજ્યોએ આ બિમારીને મહામારી પણ ગણાવીને તેની સામે કડક પગલા અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. બ્લેક ફંગસના જુદાજુદા વેરિએન્ટ જેમ કે બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ બાદ હવે ગ્રીન ફંગસની એન્ટ્રી થઇ ચૂકી છે. મધ્યપ્રદેશમાં સૌથી ઝડપથી વધતા શહેર ઇન્દોરમાં પૉસ્ટ કૉવિડ બિમારીઓના કેટલાય કેસો સામે આવી રહ્યાં છે. ઇન્દોરની સરકારી અને પ્રાઇવેટ હૉસ્પીટલોમાં આજકાલ બ્લેક ફંગસના શિકાર લગભગ 500 થી વધુ કેસ આવ્યા છે. વળી ચોંકાવનારી વાત એ છે કે હવે ઇન્દોરમાં ગ્રીન ફંગસનો દર્દી સામે આવ્યો છે, આ દેશનો પહેલો કેસ છે. આ કેસ સામે આવતા જ લોકોમાં ફફડાટ મચી ગયો છે.

ખરેખરમાં, ઇન્દોરમાં કોરોનાની બીજી લહેરે જોરદાર કેર વર્તાવ્યો હતો, જે હવે શાંત થઇ રહ્યો છે. પરંતુ હવે ઇન્દોરમાં બિમારીઓના જંજલમાં એક નવા ફંગસ ઇન્ફેક્શનનો કેસ સામે આવ્યો છે. જે દેશમાં પહેલો કેસ છે. ખરેખરમાં પૉસ્ટ કૉવિડ બિમારીઓની રીતે હજુ સુધી બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસના કેસો સામે આવ્યા હતા પરંતુ ઇન્દોરમાં હવે દેશનો પહેલો એવો કેસ સામે આવ્યો છે, જેમાં દર્દી 90 દિવસ દિવસના ઇલાજ બાદ ગ્રીન ફંગસનો શિકાર થયો છે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારી ડૉ. અપૂર્વા તિવારીએ જણાવ્યુ કે, ચિકિત્સા તથા સ્વાસ્થ્ય વિભાગના ઇન્દોરના અરવિન્દો હૉસ્પીટલમાંથી એક રિપોર્ટ મળી છે. જેમાં વિશેષજ્ઞ ડૉક્ટર રવિ ડૉશીએ બતાવ્યુ કે 34 વર્ષી શ્રીધર નામનો યુવક છેલ્લા દોઢ મહિનાથી અરવિન્દો હૉસ્પીટલમાં પોતાનો ઇલાજ કરાવી રહ્યો હતો. પરંતુ તેના ફેફસાનો 90 ટકા ઇન્વૉલ્વમેન્ટ ખતમ ન હતુ થઇ રહ્યું, જ્યારે દરેક પ્રકારનો યોગ્ય ઇલાજ કરવામાં આવ્યો હતો. તેની અરવિન્દો હૉસ્પીટલમાં ફેફસાની તપાસ કરાવવામાં આવીત તો જાણવા મળ્યુ કે દર્દીના ફેફસામાં ગ્રીન કલરનુ એક ફંગસ મળ્યુ છે, જેને મ્યૂકર નહીં કહી શકાતુ. એટલે તેને મ્યૂકર માયકૉસીસ નથી કહી શકાતુ.

તેમને જણાવ્યુ કે, તેના લીલા રંગના કારણે તેને ગ્રીન ફંગસ નામ આપવામાં આવ્યુ છે. ડૉ.અપૂર્વાએ જણાવ્યુ કે આ દેશનો પહેલો કેસ છે જેમાં ગ્રીન કલરનુ ફંગસ કોઇ વ્યક્તિના ફેફસામાં મળ્યુ છે. વળી તેમને જણાવ્યુ કે પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં વિશાલ શ્રીધર નામના દર્દીને મુંબઇની હિન્દુજા હૉસ્પીટલમાં રેફર કરી દેવામાં આવ્યો છે. વળી. ડૉ.રવિ ડોશી સતત મુંબઇના ડૉક્ટરોના સંપર્કમાં રહીને દર્દીની કન્ડીશન પર નજર રાખી રહ્યાં છે.

બીજીબાજુ, દર્દીનો ઇલાજ કરી રહેલા અરવિન્દો હૉસ્પીટલના ડૉ.રવિ ડોશીએ જણાવ્યુ કે, આ ગ્રીન ફંગસ યંગ દર્દીની અંદર મળ્યો છે. આ તે વ્યક્તિના સાયનસમાં ફેફસા અને બ્લડમાં મળ્યો છે. આ વ્યક્તિ પહેલાથી કૉવિડ દર્દી હતો જેનાથી તેના ફેફસા ખુબ ડેમેજ થયા હતા. છેલ્લા બે મહિનાથી કૉવિડનો ઇલાજ ચાલી રહ્યો હતો. ડિસ્ચાર્જ થયા બાદ આ ફરીથી બિમારી સામે આવી, તપાસ કરાઇ, ત્યારબાદ એસપરલીજસની વાત સામે આવી.

ડૉ. રવિ ડોશી, અરવિન્દો હૉસ્પીટલ ટીવી ચેસ્ટ વિભાગ પ્રૉફેસરે જણાવ્યુ કે એસપરલિજ્સના લક્ષણોની વાત કરીએ તો નાકમાંથી લોહી આવવુ, નાક બંધ થવાથી શરદી થઇ જવી, માથાનો દુઃખાવો અને તાવ આવવા આવા કેટલાય પ્રકારના લક્ષણો છે. તેમને કહ્યું- અમે હજુ કેટલાય સમયથી કૉવિડ-19ના ઇલાજ દરમિયાન આ એવો પહેલો કેસ છે, જ્યાં જોકે આવા લક્ષણો સામે આવ્યા છે. એટલુ જ નહીં ઘાતક છે જેટલો કૉવિડ કે મ્યૂકૉરમાયકૉસીસ. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતુ કે – ફંગસ કોઇપણ રંગના નામથી ના ઓળખાવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.