Abtak Media Google News
  • જલારામ સોસાયટીમાં પ્રેમમાં નાશીપાત યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
  • રૂખડિયાયાપરામાં ભાભી સાથે ભત્રીજી બાબતે બોલાચાલી થતા સગીરાએ એસિડ પી લીધું : હાલત ગંભીર

શહેરમાં મવડી ચોકડી પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતા યુવકને પ્રેમિકા સાથે ચાર માસમાં જ બ્રેકઅપ થતા ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો રૂખડિયાપરા વિસ્તારમાં ભાભી સાથે ભત્રીજી બાબતે ઝઘડો થતાં સગીરાએ એસિડ પી લેતા તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી ચોકડી પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતા અને કેટરર્સનું કામ કરતા અશોક પાલાભાઈ ચૌહાણ નામના 31 વર્ષના યુવકને પોતાની પ્રેમિકા સાથે રીલેશનશીપના ચાર માસમાં જ બ્રેકઅપ થઈ જતા તેને ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે વધુ એક બનાવમાં રૂખડીયાપરા વિસ્તારમાં રહેતી કિરણબેન સવશીભાઈ વિકાણી નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાની ભાભી સાથે ભત્રીજી મુદે ઝઘડો થયો હતો. ભાભી સાથે ઝઘડો થતા કિરણ વિકાણીએ એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.