સાડા ત્રણ વર્ષથી રિસામણે રહેલા દયાભાભી બાદ હવે જેઠાલાલનો ત્રીજો ટપુડો કોણ ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટપુડાનો રોલ ભજવતો રાજ અનડકટએ શો છોડ્યો: ડિસેમ્બર સુધીમાં તેનું સૂટ પૂરું કરશે

 

 

અબતક, મુંબઇ

છેલ્લા એક દસકાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. નહિ આ સીરિયલમાં કામ કરતા સ્ટારકાસ્ટ ઓ ની પણ જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે અને તેઓને ઘણું એક્સપોઝર પણ મળ્યું છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ સીરિયલમાં જે પ્રચલિત કલાકારો છે તે એક પછી એક દો છોડી રહ્યા છે તેમાં એ વાત પણ સાચી છે કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી દયાભાભી રિસામણે બેઠેલા છે તો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જેઠાલાલનો હવે ત્રીજો ટપુડો કોણ હશે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે કારણકે પહેલા ભવ્ય ગાંધી કે જે ટપુડાનો રોલ ભજવતો હતો તેને પણ સીરીયલ છોડી છે ત્યારબાદ રાજ અનડકટ કે જે ટપુડા નો રોલ ભજવવા તે પણ કોઈ કારણોસર ખ્યાતનામ સીરિયલ છોડી રહ્યો છે અને એ વાત ઉપર પણ તેને ચોર મુકતા કહ્યું કે તે તેના બાકી રહેતા એપિસોડ ક્રિસમસ પહેલા પૂર્ણ કરી દેશે.

રાજ અનડકટ કે જે તારક મહેતામાં ટપુનો રોલ ભજવે છે તેને જણાવતા કહ્યું કે તે આગામી એક પણ એપિસોડ તારક મહેતાનો નહીં કરે અને તે સાઈન કરેલા બાકી રહેતા એપિસોડ ને પણ ડિસેમ્બર માસ પૂર્વે પૂર્ણ કરી દેશે. ગત નજીકના સમયમાં નેહા મહેતાની સાથે ગુરુચરણ સિંઘએ પણ સીરિયલ છોડી દીધી છે. સીરિયલમાં આ બંનેનું રિપ્લેસમેન્ટ સુનયના ફોજદાર અને બલવિંદર સિંહ શોઢી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ અનડકટ કે જે ટપુડા નો રોલ ભજવી રહ્યો છે તે દિલીપ જોશી ના દીકરાનું કિરદાર બખૂબી રીતે ભજવ્યો હતો સામે ભવ્ય ગાંધી કે જેને નવ વર્ષ સુધી ટપુ નો રોલ ભજવ્યો તેને પણ પોતાની કારકિર્દીમાં નવી કલગી નો ઉમેરો કરવા માટે શોને છોડ્યો હતો.પ્રશ્નએ પણ સાબિત થાય છે કે સાડા ત્રણ વર્ષથી  જે દયાભાભી રીસામણે છે તે પરત ક્યારે આવશે.