Abtak Media Google News

રાજયસભામાં એનેમી પ્રોપર્ટી બીલ પારીત: જૂનાગઢી પાકિસ્તાન જઈ વસેલા ભારતીયોના વારસદારો હવે તેમની મિલકત ઉપર દાવો કરી શકશે નહીં

દેશની આઝાદી બાદ પાકિસ્તાન અને ચીનમાં સ્ળાંતરીત યેલા ભારતીયોના વારસદારો હવે ભારતમાં તેમની મિલકતો હસ્તાંતર કે, હિસ્સો માંગી શકશે નહીં. કેન્દ્ર સરકારે આ મામલે રાજયસભામાં એનેમી પ્રોપર્ટી (એમેન્ડમેન્ટ એન્ડ વેલીડેશન) બીલ પારીત કર્યું છે. આઝાદી બાદ પાક-ચીનમાં વસેલા ભારતીયોની મિલકતો હવે રાજય પાસે જ રહેશે. તેમના વારસદારો આ મિલકતો પર હકક-હિસ્સો માંગી શકશે નહીં.

આઝાદી બાદ દેશના ભાગલા સમયે જૂનાગઢ, હૈદરાબાદ અને સહિતના તે સમયના રજવાડાની પ્રજા અને રાજા અસમંજસમાં હતા. જૂનાગઢના નવાબ પાકિસ્તાન સો જોડાવા ઈચ્છતા હતા. ભાગલા સમયે અનેક લોકો પાકિસ્તાનમાં સ્ળાંતરીત યા હતા. આવા લોકો જૂનાગઢમાં પોતાની મિલકતો છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. માટે આ મિલકતો ઉપર તેઓ દાવો કરી રહ્યાં હતા. અલબત હવેી આવો દાવો તેઓ કરી શકશે નહીં.

મોદી સરકારે રાજયસભામાં બીલ પારીત કરી ૪૯ વર્ષ જૂના કાયદાને રદ્દ કર્યો છે. સરકારના આ નિર્ણયનો કોંગ્રેસ, ડાબેરીઓ, સમાજવાદી પક્ષ અને જેડીયુ સહિતના પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અલબત પૂર્ણ બહુમતિના જોરે રાજય સરકારને આ બીલ પારીત કરવામાં સફળતા મળી હતી. આ બીલ રાજયસભામાં મૌખીક મતદાન દ્વારા પારીત યું હતું. સરકાર આ બીલ આવતા મહિને જ રાજયસભામાં મુકે તેવી ઈચ્છા વિરોધ પક્ષે કરી હતી. ગઈકાલે રાજયસભામાં વિરોધ પક્ષોના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે આ દલીલ ઈ હતી.આ બીલ પસાર કરવા પાછળ સુરક્ષાનો મુદ્દો પણ મહત્વનો હોવાનું મંત્રી અ‚ણ જેટલી દ્વારા જણાવાયું હતું. એનેમી પ્રોપર્ટી પરનો હકક સરકાર પાસે રહેશે. હવે એનેમી દેશોના ભારતીયોના વારસદારો આ પ્રોપર્ટી પર દાવો કરી શકશે નહીં. દેશની સુરક્ષા મહત્વની હોવાી સરકાર આ પ્રોપર્ટી પાછળ કોમર્શીયલ હેતુને માન્ય રાખી શકે નહીં તેવો મત પણ આ બીલ પાછળ હતો.

આ બીલ પારીત વાના કારણે જૂનાગઢમાં રહેલી એનેમી પ્રોપર્ટી સરકાર હસ્તક જશે. પાકિસ્તાનમાં જઈ વસેલા ભારતીયોના વારસદારો હવે જૂનાગઢમાં રહેલી તેમની મિલકત પર હકક માંગી શકશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં બહોળા પ્રમાણમાં એનેમી પ્રોપર્ટી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.