- કોંગ્રેસના પાયાના પથ્થરોની બેઠક મળી
- ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે ત્યારે આક્રમક કાર્યક્રમો આપવા કોંગી નેતા એકમત
- રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના પાયાના પથ્થરો અને વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહેલા સિનિયર સિટીજનોની એક બેઠક શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે યોજાઇ હતી
આ બેઠકમાં શહેર કોંગ્રેસનો હેતુ એ હતો કે કોર્પોરેશનમાં કોંગ્રેસ બેસે અને સિનિયર સિટીઝન અને પીઢ ઘડાયેલા સિનિયર સિટીઝનો રાજકોટ શહેરીજનોને કઈ રીતે ઉપયોગી થઈ શકે એવો એક વિચાર આવતા આપ સર્વેને બોલાવી માર્ગદર્શન લેવાનું છે કોંગ્રેસની ચિંતા કોંગ્રેસી સિનિયર સિટીઝનો ઘરે બેઠા કરતા હોય તેવા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બુઝુર્ગો એક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપથી એક મોટો વર્ગ નારાજ છે. ત્યારે તે નારાજ વર્ગનો લાભ કોંગ્રેસ લઈ શકતા નથી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ જૂના વડીલોની અને કોંગ્રેસના વિચારને પારખે છે તેવા કોંગ્રેસને વરેલા રહ્યા હોય તેવા બુઝુર્ગોની એક બેઠકમાં ખુબ સરસ સજેશનનો આવ્યા છે. ભાજપનો ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે સામાન્ય માણસને એ મુશ્કેલીમાં મૂકી રહ્યો છે કોંગ્રેસના વિચાર તો મજબૂત છે અને કોંગ્રેસનો કાર્યકર પણ વધારે મજબૂતાઈથી બહાર આવે તેવા તેમના સૂચનો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યા હતા તેમજ દર મહિને મળતું રહેવું નિ:સ્વાર્થ પણે જુદી જુદી જવાબદારીઓ પણ નિભાવવાની ઘણા વડીલો એ વાત કરી છે નવા મજબૂત લોકોને જોડવાની વાત પણ કરી છે સંગઠનને કેમ મજબૂત કરવું તેમાં ઊંડી ચર્ચા કરી હતી. જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરી છે. કોંગ્રેસનો કાર્યકર શેરીએ શેરીએ છે તેમને જગાડીને એક નિષ્ઠાવાન તેમને કોર્પોરેશનમાં શાસનમાં બેસાડવી અને રાજકોટને કદી ન જોયું હોય તેવું એક શાસન આપવાનો વિચાર વ્યક્ત કર્યો હતો.
જુના કાર્યકરો એ નવા યુવાનો ઊભા કરવા અને ભાજપનો ડર લોકોમાંથી કાઢવો યુવાનોને વડીલો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે દરેક ઉપસ્થિત સિનિયર સિટીઝનો એ પદ કે હોદા વગર કામ કરવાની સંમતિ આપી હતી.
બેઠકમાં વર્ષો સુધી કોંગ્રેસની સાથે જોડાયેલા સિનિયર સિટીઝનોમાં સુધીરભાઈ જોશી, નાથાભાઈ કિયાડા, તખુભા રાઠોડ, જીતુભાઈ ભટ્ટ, એડવોકેટ રવિભાઈ ગોગીયા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, જયંતીભાઈ કાલરીયા, એડવોકેટ જયંતભાઈ ગાંગાણી, એડવોકેટ બાબુભાઈ માવાણી, પરસોતમભાઈ પીપળીયા, ભલાભાઇ ચૌહાણ, મોહનભાઈ સોજીત્રા, લાધાભાઈ બોરસરીયા, રામભાઈ આહીર, હરભમભાઈ મોઢવાડિયા, રહીમભાઈ સાડેકી, ગોવિંદભાઈ સભાયા, ભૂપતસિંહ ઝાલા, એડવોકેટ વલ્લભભાઈ સગપરીયા, રંજનબેન ખખ્ખર, કંચનબેન વાળા, ડો. નિશાંતભાઈ ચોટાઈ, મનુભાઈ કોટક, પરેશભાઈ પંડ્યા, બાબુભાઈ ડાભી સહિતના બુજુર્ગો ઉપસ્થિત રહી તેમના વ્યાજબી સૂચનો અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, ઇન્દ્રનીલભાઇ રાજગુરુ દ્વારા માર્ગદર્શન અને સૂચનોની નોંધ કરી અમલીકરણ કરવા બાહેધરી આપી હતી.