Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

કેશાેદ રેલ્વે સ્ટેશન ખાતે પીખાેર ગામના નિવૃત ફાૈજીનું આગમન થતાં ગામલાેકાે દ્વારા નિવૃત ફાૈજીનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

કેશાેદ રેલ્વે સ્ટેશન ખાતે પીખાેર ગામના નિવૃત ફાૈજીનું આગમન થતાં ગામલાેકાે અને નિવૃત ફાૈજીઓ દ્વારા ફુલહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે સરહદ ઉપર જયાં સુધી જવાન છે ત્યાં સુધી દેશનાે હરએક નાગરીક શાંતીથી ઉંઘ લઇ શકે છે. જેનુ માન સન્માન જળવાય તે પ્રત્યેક નાગરીક તરીકે આપણી ફરજ બને છે.

Screenshot 9 22

હવે પછી દેશના સાૈકાેઇ નાગરીકાેે દ્વારા એક ક્રાંતીકારી જાગૃતી આવતાં નિવૃત થતાં ફાૈજીઓનું સ્વાગતના કરતા ઠેર ઠેર કાર્યક્રમેેા યાેજવામાં આવે છે. જેથી નિવૃત થનાર ફાૈજી દેશની સેવા કરવા પાેતાની જાત પર ગર્વ અનુભવે છેે. એવી જ રીતે  પીખાેર ગામના ફાૈજી અશાેકભાઇ જીણાભાઇ બાબરિયા છેલ્લાં 24 વર્ષથી દેશના હરએક ખુણામાં મીલ્ટ્રીમાં સૈનિક તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

તેઓ નિવૃત થતાં પાેતાના વતન માળિયા હાટિનાના પીખાેર ગામે પરત ફરતાં તેમનું ગામલાેકાે અને નિવૃત સૈનિકાે દ્વારા ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનાે પરીવાર પણ સાથે હાેય ખુબ ઉત્સાહ જાેવા મળ્યાે હતાે. આ સન્માન કાર્યક્રમ બાદ ગામલાેકાે DJ ના તાલે સૈનિક અને તેના પરીવારને માેટરકારમાં બેસાડી પિખાેર ગામ તરફ રવાના થયાં હતાં.

જયાં ગામના પ્રત્યેક રહેવાસી તેમનું સ્વાગત કરવા તત્પર હાેય ફાૈજી અને તેનાે પરીવાર ત્યાં પહાેંચતાં તેમનું રેલી યાેજી ભવ્ય સ્વાગત કરાયુ. નિવૃત સૈનિકે દેશના પ્રત્યેક યુવાનને દેશની સેવા કરવા ઉત્સાહ પુર્વક સૈન્યમાં જાેડાવા હાકલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.