Abtak Media Google News

વેસ્ટ ઈન્ડિઝના હોલ્ડર બાંગ્લાદેશના શાકિબ-અલ-હસન અને ભારતના રવિન્દ્ર જાડેજાથી આગળ નિકળી ગયો

જેન્સન હોલ્ડરને ઈંગ્લેન્ડનો ખિતાબ બારબેડોસમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ મેળવ્યું છે. તે દુનિયાનો નંબર વન ઓલ રાઉન્ડર બની ગયો છે. તે મહાન ઓલરાઉન્ડર ગારફીલ્ડ ઓબર્સ બાદ આ ઉપલબ્ધી હાંસલ કરનાર વેસ્ટ ઈન્ડીઝના પહેલો ઉભરતો સિતારો છે. વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન હોલ્ડરે પહેલા દાવમાં નોટ આઉટ ૨૦૨ રન કર્યા અને ત્યારબાદ ઈંગ્લેન્ડના દાવમાં બે વિકેટ પણ લીધી. તેમના આ પ્રદર્શનની મદદથી વેસ્ટ ઈન્ડીઝે ઈંગ્લેન્ડને ૩૮૧ રનથી હરાવી દીધું.

આ સાથે જ વેસ્ટ ઈન્ડીઝે ચોથા દિવસે જ મેચ પોતાના નામે કરી લીધો. ત્રણેય મેચની સીરીઝમાં કૈરબિયાઈ ટીમ ૧-૦થી આગળ છે. પોતાના શાનદાર ખેલના કારણે તે બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન અને ભારતના રવિન્દ્ર જાડેજાથી આગળ નિકળી ગયા તો બીજી તરફ ઈંગ્લેન્ડના બેન સ્ટોકસ હવે ચોથા નંબર પર છે. જોકે જયારે સોબર્સ રમતો હતો ત્યારે વિપક્ષી ટીમના સ્તરને ધ્યાનમાં રાખતા ન હતા.

સોબર્સને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કહેવામાં આવે છે ત્યાંજ છેલ્લે ૧૯૭૪માં પોતાની નિવૃતિના વર્ષમાં આઈસીસી રેકિંગમાં ટોપ પર હતા.  આ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝના ચીફ એકઝીકયુટીવ જોની ગ્રેવે તેમની ટીમને અવગણવાના આરોપસર જેફી બોયકોટ અને એંડુ ફિલ્ટોફની આલોચના કરવામાં આવી હતી. બોયકોર્ટ સીરીઝ શરૂ થયા પહેલા એક અખબારી કોલમમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમને ખુબ જ સામાન્ય અને નબળા ક્રિકેટરોની ટીમ જણવી હતી તો બીજી તરફ હોલ્ડરની જેમ જ બોલિંગ ઓલ રાઉન્ડર રહેતા ફિલટોફે વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટનના ડબલ સતક પર હેરાની જતાવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.