Abtak Media Google News

રૂ.500માં મળતી નોઝલનો ભાવ ત્રણ ગણો કરી નાખી રૂા.2000 થી 2500 પર પહોંચી ગયો 

 જામનગરમાં ઓક્સિજન બાટલાની નોઝલની તીવ્ર અછતથી દેકારો બોલી ગયો છે. રૂ.500 માં મળતી નોઝલના ભાવ રૂ. 2000 થી 2500 પર પહોંચ્યા છે છતાં ન મળતાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. બીજી બાજુ રૂ.2 થી 2.5 માં મળતા થ્રી લેયર માસ્કના રૂ.10 લેવામાં આવી રહ્યાની ફરિયાદો પણ લોકોમાં ઉઠી છે. જામનગરમાં કોરોનાએ માઝા મૂકતા પોઝિટિવ દર્દીઓનો રાફડો ફાટયો છે. ઘણાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે.

આ માટે ઓક્સિજનનો બાટલો તો મળી રહે છે પરંતુ તેની નોઝલ ન મળતી હોવાની ફરિયાદો જોરશોરથી લોકોમાં ઉઠી છે. જેના કારણે દર્દી પીડાનો સામનો કરી રહ્યા છે તો તેના પરિજનો નોઝલ માટે રઝળપાટ કરી રહ્યા છે. વળી, કોરોનાના કેસ ઓછા હતાં ત્યારે આ નોઝલ બજારમાં રૂ.500 માં મળતી હતી. પરંતુ હાલમાં રૂ.2000 થી 2500 માં પણ મળતી ન હોવાની બૂમ લોકોમાં ઉઠી છે. તદઉપરાંત થ્રી લેયર માસ્ક કે જે મેડીકલ સ્ટોર્સને રૂ.2 થી 2.5 માં મળતા હોવા છતાં તેના ગ્રાહકો પાસેથી રૂ. 10 પડાવામાં આવતા હોવાની ફરિયાદ પણ સામાન્ય બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.