Abtak Media Google News

તાજેતરમાં સુરતના વકીલ  મેહુલ બોઘરા  પર ટીઆરબી સુપર વાઈઝરે હુમલો કર્યો હતો. આ બનાવનો વિડીયો વાઈરલ થતા ગુજરાતભરના વકીલ આલમમાં ઘેરા પડઘા પડયા છે.આ પ્રકરણ બાદ સુરત  પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગઈકાલે એક સાથે  37 TRB જવાનોને ડિસમીસ કરી દેવામાં આવ્યા બાદ  આજે આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણા PI ની બદલી કરવામાં આવી છે.  PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા છે. આ ઉપરાંત એમ કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવામાં આવી છે. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા અને સરથાણા PI તરીકે વી એલ પટેલને ફરજ સોંપવાંમાં  આવી છે.

 

સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાને લઈને વકીલ આલમમાં આક્રોશનો આગ ભભૂકી છે. ત્યારે આજે સુરતમાં વકીલો દ્વારા કોર્ટ સંકુલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે રેલીમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. જેમાં વકીલોએ બેનર અને પ્લેકાર્ડ સાથે રેલી કાઢી  સૂત્રોચ્ચાર કર્યા હતા.આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠવવામાં આવી  હતી.

Screenshot 6 9

બીજી તરફ સુરતના એડવોકેટ મેહુલ બોઘરા  પર થયેલ હીચકારા હુમલાને રાજકોટ બાર એશોસીએશનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને યોગ્ય તપાસની માંગ ઉઠાવી હતી તથા આરોપીઓ તરફથી કેસ માટે  કોઈ પણ વકીલે નહી રોકાવવા માટે અનુરોધ કર્યો હતો. જેને પગલે આજે એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી વકીલો દૂર રહ્યા હતા. તેમજ વધુમાં રાજકોટ સિવીલ કોર્ટના મુખ્ય ગેટ પાસે ધરણા અને સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું  હતું.આજે વકીલો દ્વારા  કોર્ટ કામનો બહિષ્કાર કરવામાં આવ્યો  હતો. જેથી કામગીરી ઠપ્પ થઈ હતી. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો કર્યા હતા તેમ જ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. આ તકે તેમણે વકીલ પ્રોટેક્શન બિલની પણ માંગ કરી હતી તેમણે કહ્યું હતું કે વકીલ પ્રોટેક્શન બિલ લાગુ કરવાનો સમય હવે પાકી ગયો છે. ત્યારે તાત્કાલિક તેમનો ઉકેલ આવે અને વકીલો જે પણ પ્રોટેક્શન મળે તેવી માંગ રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી  હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.