Abtak Media Google News

અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરાશે: ડો. ધીમંત વ્યાસ

તાઉતે બાદ અજવાળા પાથરવા હાલ 800 ટીમો તનતોડ મહેનત કરી રહી છે

પીજીવીસીએલના એમડીની ‘અબતક’ સાથે ખાસ વાતચીત

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજીંગ ડિરેકટર તરીકે ગાંધીનગરના એડિશનલ કલેકટર ડો.ધિમંત વ્યાસની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ડો.ધિમંત વ્યાસે ગઈકાલે અબતક મીડિયા સાથેની ખાસવાતચીત કરી હતી.તેઓ વીજ કંપનીના 17માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા છે.

ચાર્જ સંભાળતાની સાથેજ તેમણે તમામ ઇજનેરો સાથે બેઠક કરી તાઉતે વાવાઝોડા બાદ ઙૠટઈક ની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી ખુબજ ઓછા સમયમાં કામગીરી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી છે. ઉપરાંત કચ્છ સહિતના જિલ્લાઓમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ, સોલર એનર્જી સહિતની કામગીરીઓનું પ્લાનિંગ કરી હાથ પર લેવાનું પણ જણાવ્યું હતું.

Dsc 1034 C

પ્રશ્ન: પીજીવીસીએલના એમડી તરીકે આપે ચાર્જ સંભાળ્યો તેને હજુ થોડા જ દિવસ થયાં, રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની જનતાને તમારી પાસે ઘણી જ આશા-અપેક્ષાઓ છે, સૌપ્રથમ ક્યાં કામોને અત્યારે તમે પ્રાથમિકતા આપી છે ?

જવાબ: રાજકોટમાં પીજીવીસીએલ કંપનીનું વડુ મથક છે. પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીમાં મેનેજીંગ ડિરેકટર તરીકે સરકારે જવાબદારી મને સોંપેલ છે તે જવાબદારીના ભાગરૂપે હું અહીં ફરજ પર હાજર થયેલ છું, આપ જાણો છો તેમ સૌપ્રથમ થોડા સમય પહેલા તાઉતે વાવાઝોડુ આવેલ હતું. તેને લીધે જે થાંભલા અને ફીડરોને નુકશાન થયેલુ તેની મરામતનું કાર્ય વહેલીતકે પૂર્ણ કરી લોકોને જલ્દીથી વીજ પુરવઠો પુરો પાડી તે મુખ્ય લક્ષ્ય છે. અત્યારે ગીર સોમનાથ અને અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં કામગીરી ચાલી રહી હતી. મને જણાવતા આનંદ થાય છે કે, પીજીવીસીએલના સ્ટાફે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજનાના જે ફીડરો હતા, જે લાઈટો હતી તે રિસ્ટોરેશન થઈ ગયા છે અને ભાવનગર જિલ્લામાં જે ખેતરોના ફીડર છે તેની પણ કામગીરી પૂર્ણ થઈ જશે. થોડા સમયમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં 800થી વધુ ટીમો એગ્રીકલ્ચર ફીડરોની કામગીરીમાં લાગેલી છે. એક ટીમની અંદર 6 માણસો હોય છે. આવી 800થી વધુ ટીમો રોજના 3500 થી 4000 પોલ ઉભા કરી રહ્યાં છે, થોડા સમયમાં એ કામગીરી પણ પૂર્ણ થઈ જશે.

પ્રશ્ન: અંતરિયાળ વિસ્તારમાં ઝડપથી વીજળી મળી જાય તે માટે પીજીવીસીએલની ટીમ ભગીરથ કાર્ય કરી રહી છે, ત્યારે કેટલા વિસ્તારમાં કાર્ય ચાલે છે અને કેટલા સમયમાં પૂર્ણ થશે ?

જવાબ: અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ખુબજ વિકટ કામગીરી છે અને ખુબ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે. પીજીવીસીએલના સ્ટાફ અને કોન્ટ્રાકટરની મદદથી આપણે દરેક વિસ્તાર, તાલુકા અને ફીડર તથા એગ્રીકલ્ચરના ફીડરની કામગીરીને પણ બને તેટલી ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને મને આશા છે કે 20 થી 25 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે.

પ્રશ્ન: કોઈપણ કુદરતી આફત હોય ત્યારે પ્રજા ક્યાંકને ક્યાંક મિસ ગાઈડ થતી હોય છે ખરેખર પીજીવીસીએલની ગ્રાઉન્ડ લેવલની કામગીરી શું હોય?

જવાબ: આપ જાણો છો કે, સાયકલોનમાં કે કોઈપણ કુદરતી આફતમાં ખાસ કરીને વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મસ લાઈનોને નુકશાન થતું હોય છે. પીજીવીસીએલ તેના સ્ટાફ અને કોન્ટ્રાકટર મારફત આ નુકશાન થયેલ હોય તેને રીપેર કરી અને ટ્રાન્સફોર્મસ છે, ફીડરો છે, પોલ્સ તેને રિસ્ટોર કરી અને વીજ પુરવઠો આપણે પુન: કાર્યરત કરતા હોઈ છીએ. તાઉતે વાવાઝોડામાં પણ આશરે 1200 કરોડથી વધુ નુકશાન થયું છે. જે પોલ અને ફીડરમાં નુકશાન થયું છે તેનો આંકડો ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે અને ખુબજ ઝડપથી પુન: નિર્માણની કામગીરી પૂર્ણ થશે.

પ્રશ્ન: વરસાદ ખેંચાયો છે ત્યારે એગ્રીકલ્ચરમાં ઝડપથી પાવર મળે તે માટે પીજીવીસીએલનું શું આયોજન છે ?

જવાબ: પીજીવીસીએલનું આયોજન અત્યારે અમલીકરણમાં છે. 800થી વધુ સ્થળ પર કામ કરી રહી છે, આગામી 25 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે, લોકોને પુન: વીજ પુરવઠો મળી જશે ત્યારબાદ તરત જ લોટેન્શનના કામો પણ આગામી એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય તેવું આયોજન અમે કરી રહ્યાં છીએ.

પ્રશ્ન: બીજા વિદ્યુત બોર્ડની સરખામણીમાં પીજીવીસીએલ અગ્રેસર છે ત્યારે તમે હેડ છો તમારા નેતૃત્વમાં ટીમ આગળ વધી રહી છે ત્યારે સહકર્મચારીઓ તેમજ જનતાને શું મેસેજ આપવા માંગશો ?

જવાબ: પીજીવીસીએલની ટીમ જ્યારે જ્યારે કુદરતી આફતોમાં મેનેજમેન્ટ કરવાનું હોય કે પછી ભૂકંપ હોય, વાવાઝોડુ હોય દરેક કઠીન પરિસ્થિતિમાં ખરી ઉતરી છે. આ વખતે પણ વાવાઝોડા બાદ પીજીવીસીએલની ટીમ રાત-દિવસ કામગીરી કરી રહી છે. અમારો એક જ મંત્ર છે કે લોકોને ઝડપથી વીજળી મળી જવી જોઈએ એ માટે તમામ લોકો મહેનત કરી રહ્યાં છે. ઉપરાંત એકંદરે આગામી સમયમાં જે અર્બન શહેરો છે, વીજ વાયરો છે તેને અંડરગ્રાઉન્ડ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં પણ અમે આ અંગે પ્લાનીંગ કરેલ છે. આગામી બજેટમાં જોગવાઈ કરીને આ કામગીરીને આગળ વધારવાનું આયોજન છે. આ ઉપરાંત મીટર રીડીંગની જેમ કામગીરી હોય છે તેમાં સ્માર્ટ મીટર રીડીંગ કરીને મીટર છે તે આરઆઈડીએફના ઉપયોગથી સીધુ જ મીટર રીડીંગ મેળવી શકે તે માટેનું આયોજન હાથ ધરેલ છે. આ ઉપરાંત પીજીવીસીએલના સ્ટાફનો એક્સપરટાઈઝ ઉપયોગ થઈ શકે તેની મીટર રીડીંગ, કેપેસિટી બિલ્ડીંગ થાય અને એમનો આરએનડીમાં પાયલોઈટીંગ બેઈઝ પર નવી વસ્તુ છે, જેમ કે સોલારમાં રૂફટોપ છે જેમાં સોલાર જનરેશન કરી ગ્રીડને સોલાર એનર્જી પૂરી પાડી શકાય એ બાબતને અમે પ્રોત્સાહન આપી રહ્યાં છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.