રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિ પણ એનડીએ સપોર્ટથી ચૂંટાશે જગદીપ ધનખડ બની શકે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ !!!

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. બીજી તરફએ  વાત ઉપર સ્પષ્ટતા થઈ રહી છે કે ઉપરાષ્ટ્રપતિ પણ એનડીએ ના સપોર્ટ થી છૂટાશે ત્યારે હાલ જગદીશ ધનખડ ઉપરાષ્ટ્રપતિ ના પદ ઉપર નિશ્ચિત થઈ ચૂક્યા છે.

ઉપરાષ્ટ્રપતિ માટે  એનડીએના જગદીપ ધનખડ અને વિપક્ષે માર્ગારેટ આલ્વાને મેદાનમાં ઉતાર્યા છે.આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ધનખડનો સરળતાથી વિજય થાય તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. નોમિનેટેડ સભ્યો સહિત લોકસભા અને રાજ્યસભાના કુલ 788 સભ્યો ચૂંટણીમાં મતદાન કરી શકશે.

નતા દળ (યુનાઇટેડ), વાઈએસઆરસીપી, બીજેડી, ટીડીપી, બીએસપી તથા એઆઈએડીએમકે અને શિવસેના જેવા કેટલાંક પ્રાદેશિક પક્ષોના સમર્થન સાથે ધનખડને 515થી વધુ મત મળવાની શક્યતા છે, જ્યારે આલ્વાને આશરે 200 મત મળવાની શક્યતા છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને સમર્થન આપશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન સવારે 10 વાગ્યેથી શરૂ થઈ ગયું છે જે સાંજે 5 વાગ્યા ચાલશે. આ પછી તરત મતગણતરી થશે.

હાલના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાઇડુની મુદત 10 ઓગસ્ટે પૂરી થાય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન પણ હોય છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે તમામ મતદાતાઓ સંસદના બંને ગૃહના સભ્ય હોવાથી દરેક એમપીના મતનું મૂલ્ય એકસમાન એટલે કે એક રહેશે. મતદાન ગુપ્ત મતપત્ર મારફત થશે.