Abtak Media Google News

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે જમાવડો: હરખઘેલા રાજકોટવાસીઓનો તહેવાર ચિકનગુનિયાએ બગાડયો: મચ્છરજન્ય રોગ સામે આરોગ્ય વિભાગ વામણું

રાજકોટમાં સ્વાઇનફલુની મહામારીની મુસીબતમાંથી માંડ બહાર આવી રહ્યું છે ત્યાં ચિકનગુનિયાના ભરડામાં સપડાયું છે. સ્વાઇનફલુની બીમારીમાં ૧૯૯ દર્દીઓ સપડાયા હતા તેમાં ૪૬ દર્દીઓએ જીવ ગુમાવતા ફફડાટ મચી ગયો હતો. સ્વાઇનફલુના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે ત્યાં ચિકનગુનિયા, ડેગ્યું અને મેલેરીયા જેવી બીમારીના કારણે ગોકીરો બોલી ગયો છે.

રાજકોટમાં મચ્છરના કારણે ફેલાતા ચિકનગુનિયા, ડેગ્યુ અને મેલેરીયાના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે. ચિકનગુનિયાના રોગચાળામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શહેરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ચિકનગુનિયા, ડેગ્યુ અને મેલેરીયાના દર્દીઓથી ભરાઇ ગઇ છે.

દિવાળીના તહેવારમાં ખાનગી હોસ્પિટલના તબીબો બહાર ફરવા જતા રહેતા ચિકનગુનિયા, ડેગ્યુ અને મેલેરીયા જેવી બીમારીમાં સપડાયેલા રાજકોટવાસીઓ કફોડી સ્થિતીમાં મુકાયા છે. ચિકનગુનિયાના કારણે દર્દીને સખત તાવ આવ્યા બાદ શરીરના સાંધા જકડાતા હોવાથી દર્દીનું હલન ચલન બંધ થઇ જતા દર્દી તમામ રીતે ભાંગી પડે છે. અને રોજીંદી ક્રિયામાં મુશ્કેલી અનુભવે છે. જ્યારે ડેગ્યુના દર્દીઓ પણ સખત તાવના કારણે કણસતો હોય છે. જ્યારે મેલેરીયામાં દર્દી તાવ અને શરીરમાં કડતર સાથે નબડાઇ અનુભવે છે.

એક જ પરિવારની ત્રણ થી ચાર વ્યક્તિઓ ચિકનગુનિયા જેવી બીમારીમાં સપડાતા એક બીજાને મદદ‚પ થવાની સ્થિતીમાં રહેતા નથી મચ્છરના કારણે ચિકનગુનિયા, ડેગ્યુ અને મેલેરીયાના રોગચાળો બેકાબુ બની વધુને વધુ પસરી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન જ દર્દીઓ પોતાના ફેમીલી તબીબની સારવારથી વંચિત રહ્યા હોવાથી હરખઘેલા રાજકોટવાસીઓની ચિકનગુનિયા, ડેગ્યુ અને મેલેરીયાએ દિવાળી બગાડયા જેવી સ્થિતી સજાર્ય છે.

રાજકોટના ખાસ કરીને બારોબારના ગણાતા વિસ્તારમાં ચિકનગુનિયા વધુ જોવા મળી રહ્યો છે. દર્દીઓ પોતાના ફેમીલી ડોકટર પાસે સારવાર કરવી લેતા હોવાથી સરકારી ચોપડે તેના આંકડા નોંધાતા નથી. પરંતુ નાના મોટા તમામ દવાખાનાઓમાં હાલ દર્દીઓને જોવા મળતી મોટી સંખ્યાને જોઇ ખુદ તબીબી આલમ પણ ચિંતીત છે. તહેવારના સમયમાં વકરેલા ચિકનગુનિયાએ લોકોમાં ભયનો માહોલ ફેલવ્યો છે. એડિસ મચ્છરના કારણે ફેલાતા ચિકનગુનિયાના રોગચાળાને કાબુમાં લેવા લોકોએ પીવાના પાણીના પાત્રો વધુમાં વધુ ૨૪ કલાકમાં એક વખત વપરાશના પાણીના પાત્રો સપ્તાહમાં એક વખત સાફ કરી નાખવાની આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઇ છે.

ચિકનગુનિયાને અટકાવવા પેરાસીટામોલ અને લીંબુ શરબત સૌથી સારો ઉપચાર છે. વધુમાં વધુ લીંબુ શરબત સહિતના પ્રવાહી પીવાનો આગ્રહ દર્દીઓએ રાખવો જોઇએ હાથ-પગનો દુ:ખાવો હાડકાના કારણે નહી પરંતુ તાવના કારણે હોય છે. માટે લીંબુ શરબતના કારણે સાંધા પકડાવવાનો ભય રાખ્યા વિના વધુ ઉપયોગ કરવાથી ચિકનગુનિયાના દર્દીઓને રાહત મળે છે.

એડિસ મચ્છર મોટા ભાગે સાંજના અને વહેલી સવારે કરડતા ચિકનગુનિયા થતો હોવાથી એડિસ મચ્છરો આસપાસના ૧૦૦ મિટરમાં ફરીને રોગચાળો ફેલાવી શકતા હોવાથી મચ્છરોના ઉપદ્રવ કેન્દ્ર સમાન ભરેલા પાણીનો યોગ્ય રીતે નિકાલ જ‚રી છે.

સરકારી ચોપડે ચિકનગુનિયાના આંકડા ઓછા બતાવવામાં આવી રહ્યા છે. ખરેખર ચિકનગુનિયા ઘરે ઘરે પસરી ગયેલો રોગચાળો વધુને વધુ બેકાબુ બને તે પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ભગાડવાની અતિ જ‚રી બન્યું છે. અને ડોર ટુ ડોર સર્વે કરી આરોગ્ય વિષયક કામગીરી સઘન બનાવવી જ‚રી બની છે.

રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૦૯ (મોરબી જિલ્લો રાજકોટમાં હતો) ત્યારથી ૨૦૧૭માંમાં ચિકનગુનિયા, ડેગ્યુ અને મેલેરીયાના નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો ૨૦૦૯માં મેલેરીયાના ૧૨૭૯ દર્દીઓ નોંધાયા હતા તેમાં બે દર્દીના મોત થયા હતા. ડેંગ્યુના ૧૦૦ કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના છ કેસ નોંધાયા હતા. ૨૦૧૦માં ૨૪૧૪ મેરેરીયાના દર્દી નોંધાયા હતા તેમાં નવ દર્દીના મોત થયા હતા. ડેગ્યુના ૯૫ કેસ નોંધાયા હતા જેમાં એકનું મોત થયું હતું. ચિકનગુનિયાના ૬૮ કેસ નોંધાયા હતા.

૨૦૧૧માં ૫૬૯૩ મેલેરીયાના કેસ નોંધાયા હતા. જેમાં ૧૨ દર્દીના મોત થયા હતા. ડેગ્યુના ૨૭ કેસ અને ચિકનગુનિયાના ૩૮ કેસ નોંધાયા હતા.

૨૦૧૨માં ૩૩૯૪ મેલેરીયાના કેસ નોંધાયા હતા જેમાં ચારના મોત નીપજ્યા હતા. ડેંગ્યુના ૬૭ અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા.

૨૦૧૩ રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લો અલગ થયા બાદ ૧૦૮૦ મેલેરીયાના દર્દીમાં એકનું મોત નીપજયું હતું. ડેંગ્યુના ૩૨૦ અને ચિકનગુનિયાના ૧૪ કેસ નોંધાયા હતા. ૨૦૧૪માં મેલેરીયાના ૭૯૬ કેસ, ડેંગ્યુના ૩૬ અને ચિકનગુનિયાના ચાર કેસ નોંધાયા હતા. ૨૦૧૫માં મેલેરીયાન ૭૮૧ કેસ, ડેંગ્યુના ૨૦૭ અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. ૨૦૧૬માં મેલેરીયાના ૪૫૮, ડેંગ્યુના ૨૭૧ અને ચિકનગુનિયાના ૧૯ કેસ નોંધાયા છે.જ્યારે ૨૦૧૭ના જાન્યુઆરીથી ઓકટોમ્બર સુધીમાં મેલેરીયાના ૨૬૦, ડેગ્યુના ૯૭ અને ચિકનગુનિયાના ૭૧ કેસ નોંધાયા છે. વાસ્તવમાં આ આંકડો ઘણો ઓછો છે. ચિકનગુનિયાનો રોગચાળો ચાલુ વર્ષમાં વધુ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.