ભાઈ – બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી તરૂણીને અગાસી પર બોલાવી આચર્યું દુષ્કર્મ

રાજકોટ: એક સંતાનના પિતાએ સગીરાને હવસનો શિકાર બનાવી

બામણબોરમાં દતક લીધેલી પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં થોરાળા વિસ્તારમાં એક સંતાનના પિતાએ સગીરાને હવસનો શિકાર બનાવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોરાળા વિસ્તારમાં રહેતો અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા એક સંતાનના પિતા ગુલશન અલી ઉર્ફે લાલો સમાએ પાડોશમાં રહેતી સગીરાને ધાક ધમકી આપી હવસનો શિકાર બનાવ્યાની ઘટનાથી ચકચાર મચી ગયો છે.આરોપી લાલો ડ્રાઈવિંગનું કામકાજ કરતો હોવાથી તેનું પત્ની ફરિયાદીના મોબાઈલમાંથી લાલાને ફોન કરતી હતી. પરંતુ ત્યાર બાદ લાલો પણ ફરિયાદીની પુત્રીને મેસેજ કરવા લાગ્યો હતો.

ત્યાર બાદ લાલાએ સગીરાને તેના ભાઈ અને બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી અગાસી પર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.ફરિયાદીના પતિએ મોબાઈલ ફોન ચેક કરતા આ સમગ્ર મામલે પર્દાફાશ થયો હતો. જેમાં લાલાએ સગીરાને ધાક ધમકી ભર્યા મેસેજ કરી અગાસી પર બોલાવી હવસનો શિકાર બનાવ્યો હતો. તો બીજી તરફ લાલાના મોબાઈલમાંથી અનેક મહિલાઓ સાથે આ રીતે પજવણી કરતા હોવાનુ સામે આવ્યું છે. પોલીસે લાલા સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ હાથધરી છે.