Abtak Media Google News

રાજયમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાતા અમદાવાદ – વડોદરામાંથી રાત્રિ કરફયુ ઉઠાવી લેવાયો

અબતક, રાજકોટ

વૈશ્ર્વિક મહામારી કોરોના છેલ્લા બે વર્ષથી હાહાકાર મચાવી રહી છે. પ્રથમ, બીજી અને ત્રીજી લહેર પૂર્ણ થતા રાજયનાં કોરોનાના કેસમાં તોતીંગ ઘટાડો નોંધાયો છે. કોવિડ હવે સામાન્ય ફળુ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે દરમિયાન બે વર્ષના લાંબા અંતરાલ બાદ આજથી ગુજરાત સઁપૂર્ણ પણે રાત્રિ કરફયુ મુકત બની ગયું છે. અમદાવાદ અને વડોદરા મહાપાલિકા વિસ્તારમાંથી રાત્રિ કરફયુ ઉઠાવી લેવાની ધોષણા રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે આગામી 1 માર્ચ સુધી અન્ય નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે.

વૈશ્ર્વિક મહામારી કોરોનાના સંક્રમણને રોકવા માટે માર્ચ-2020 માં વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉનથી ગુજરાતમાં મહાપાલિકા વિસ્તારોમાં રાત્રિ કરફયુ અમલમાં છે. કોરોનાના સંક્રમણને ઘ્યાનમાં રાખી રાત્રિ કરફયુમાં કલાકોમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. ગત સપ્તાહે રાજયની આઠ પૈકી છ મહાપાલિકાઓ સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરમાંથી રાત્રિ કરફયુ ઉઠાવી લેવામાં આવ્યો હતો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફયુ યથાવત રાખવામાં આવ્યા હતા. કોરોનાના કેસમાં સતત ઘટાડો  નોંધાઇ રહ્યો હોય આજથી અમદાવાદ અને વડોદરામાંથી રાત્રિ કરફયુ ઉઠાવી લેગામાં આવ્યો છે.

બે વર્ષના લાંબા અંતરાળ બાદ આજથી ગુજરાત સઁપૂર્ણ પણે કરફયુ મુકત બની ગયું છ. જો કે આગામી 1લી માર્ચ સુધી અન્ય તમામ નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે.જેમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત) શૈક્ષણીક,, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમતગમતની પ્રવૃતિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ 7પ ટકા વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ પ0 ટકા ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સઁચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેકસિનના બે ડોઝ ફરજીયાત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.