‘દુઆ મેં યાદ રખના’ હંસતા હંસતા વીડિયો બનાવ્યા બાદ યુવતીએ લગાવી મોતની છલાંગ,જુઓ વીડિયો

આજના યુગમાં આપઘાતની ઘટના સામાન્ય બની ગઇ છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો આપઘાત કરી રહ્યાં છે. જીવનમાં જાણે કોઇ રસ્તો બચ્યો ન હોય એવી રીતે વ્યક્તિ છેલ્લુ પગલું ગણીને આપઘાત કરે છે પરંતુ આપઘાત એ કોઇ ઉકેલ નથી. આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકો પોતાના મનની વાત કરી નજીકના સગાસંબંધીઓને કહેવાને બદલે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે જેના કારણે તેઓની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને તેઓ અંદરથી તૂટી જાય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે જ્યાં એક યુવતી હંસતા હંસતા સાબરમતીમાં કૂદીને આપઘાત કરી રહી છે. યુવતીનો આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થયો છે. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કોણ છે આ યુવતી ?

પ્રાપ્ત વિગત પ્રમાણે વીડિયોમાં દેખાતી યુવતીનું નામ આઇશા ઉર્ફે સોનુ છે જે અમદાવાદના વટવા વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકતઅલી મકરાણીની પુત્રી છે. આઇશાના નિકાહ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપતો હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં આપઘાત પહેલા આઇશાએ પતિને છેલ્લો ફોન પણ કર્યો હતો જેમાં આઇશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે ‘તારે મરવું હોય તો મરી જા, મને વિડીયો મોકલજે’ તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

દીકરી દ્વારા આપઘાતનો ફોન આવ્યા બાદ માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. બાદમાં આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયા નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. બાદમાં ફાયરબ્રિગેડની ટીમે આઇશાના મૃતદેહની બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આઇશાના મોબાઇલ ચેક કરવામાં આવ્યો તો તેમાંથી તેણીએ બનાવેલો વીડિયો મળી આવ્યો.