Abtak Media Google News

લોકો ગણતરીની સેક્ધડમાં ડેટાને કરી શકશે ડાઉનલોડ

કહેવાય છે કે એજી ઓજી લોજી સુનોજી મેહુ મન મોજી વન ટુ કા ફોર, ફોર ટુ કા વન…. કી હાલ ભારતમાં લોકો ફોરજી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે હવે સરકારે 5જી ટેકનોલોજીને મંજૂરીની મોહર આપી છે જેનાથી હવે લોકોને અદ્યતન ટેક્નોલોજી અને સુવિધાનો લાભ મળતો રહેશે.

બીજી સૌથી મોટી વાત એ છે કે દિવાળી પછી 5જી ટેકનોલોજી લોકોની સેવામાં આવશે અને ગુજરાતમાં સર્વપ્રથમ જામનગર ખાતે તેની શરૂઆત કરાશે. ટેકનોલોજીની મદદથી લોકો દરેક ડેટાને ગણતરીની સેક્ધડમાં જ ડાઉનલોડ કરતા થઈ જશે અને એ વાત ઉપર પણ લોકો ધ્યાન કેન્દ્રિત કરશે કે તેમના શહેરમાં આ નવી 5જી ટેકનોલોજી ક્યારે આવે. ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ 5-જી ઇન્ટરનેટ સ્પીડ મળશે. કેન્દ્ર સરકારે 5-જી સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. 5જીમાં લોકોને 4જી કરતા 10 ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી 5-જી સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી. હાલની સ્થિતિને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સરકાર જે રીતે ટેકનોલોજીમાં અદ્યતન તા અપનાવી રહ્યું છે તેનાથી દેશની અર્થવ્યવસ્થાને એવો ફાયદો પણ પહોંચશે અને દેશ વિકાસ તરફ આગેકૂચ કરશે.

રીતે દરેક લોકો પણ આ નવી ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરતા હશે જેથી તેઓને ઘણા ખરા ફાયદા પણ મળશે હાલના તબક્કે નિષ્ણાતોનું માનવું છે કે નવી ટેકનોલોજીના ઉપયોગથી ખેતીક્ષેત્રની સાથે અન્ય ક્ષેત્રમાં પણ ઘણી એવી ક્રાંતિ સર્જાશે અને લોકો તેને યોગ્ય રીતે અનુસરશે. સરકાર દ્વારા વિવિધ બેંડને નિર્ધારિત કરવામાં આવી છે અને તેની હરાજી કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.