Abtak Media Google News

જે તે સમયે સોલ્ટ ઈન્સ્પેકટર તરીકે રહેલા મુસ્લિમ અધિકારીએ આ મેળાની શરૂઆત કરી હોવાની લોકવાયકા

૨૯ ડિસેમ્બરે ઉજવાતા પતંગ મેળામાં અગરીયાઓ મીઠાના રણથી ચારેક કિ.મી. ચાલી ‘ધજા’ લઈ દાવલશાપીરને એ ધજા ચડાવવાની પરંપરા

રણ કાંઠે આવેલા ઓડુંનો પતંગ મેળો.  રાજાશાહી વખત મા ઓડુ એ ઝીંઝુવાડા સ્ટેટ નુ ગામડું ગણાય. ઝીંઝુવાડા સ્ટેટ તેના પ્રજાજનો ની ખુબ કાળજી રાખતું એટલે ઝીંઝુવાડાના  તાબામા આવતા ગામડાઓની ખેતી સમૃદ્ધ  રહેતી કહેવાય છે કે એ વખતે ઓડુ ૯૦૦ નાડીનુ ગામ કહેવાતું. નવસો નાડી એટલે  નવસો સાંતીની જમીન અગરીયા અને માલધારીઓ સાથે  જૈનો ના પણ ઘણા ઘર હતા. આજે પણ જૈન દેરાસર છે ઓડુ ગામમા અંદાજે ૧૪૮ વરસ પહેલા  બ્રિટીશરોએ ઝીંઝુવાડા સ્ટેટ પાસેથી ભાડે જમીન લઇ અને  મીઠાં ના અગરો ની અને મીઠાં ના વેપાર ની શરૂઆત કરી. એવુ કહેવાય છે કે  એ મીઠાં ના અગર મા સોલ્ટ ઇન્સ્પેકટર તરીકે આવેલા  મુસ્લિમ અધિકારી  અનવર  નમાજ અદા કરવા ઓડુ મા દાવલશા પીર ની જગ્યા એ જતા. આ નેક દિલ અને એ વખત ના લોકપ્રિય અધિકારી એ પતંગ મેળો  ભારત આઝાદ થયા ને સાત દાયકા વીતી ગયા છે. આજે  એ બ્રિટીશરો પણ જતા રહ્યા છે. અનવર પણ નથી. પરંતુ, આજે પણ  અગરીયાઓ  ઓડુ અગરના મીઠાં ના રણમાથી ધજા લઇ ને આવે છે અને દાવલશા પીરને ચડાવે ત્યારબાદ મુંજાવર સહુને  મિઠી  ચા પીવડાવે અને પછી જ પતંગ મેળો શરૂ  થાય તેમ કહેવાય છે.

1609300577238

ઓડુ અગરમા અગરિયાઓ કહેતા હતા કે  બ્રિટિશર વખત નુ આ શક્તિ માતા નુ સ્થાનક છે.  અગરીયા સોસાયટી ના હાલ ના પ્રમુખ પ્રહલાદભાઈ અને  તેના ઉપ પ્રમુખ  અને પ્રતાપભાઈ, દિલુ ભોપા ભાઈ સહીત  ઘણા અગરિયાઓ ત્યાં હાજર હતા.  આ અગર મા અત્યારે  અંદાજે  ૩૦ મીઠાં ના પાટા થાય છે.અને પંદર જેટલાં અગરીયા ના છાપરા હશે તેવું અમને અગરીયા સોસાયટી ના મઁત્રી  પરીમલ ભાઈ એ કહ્યું.  શક્તિ માતા ને સુખડી અને નાળિયેર ના નિવેદ ધરાવી રણ અને તેની આસપાસ આવેલા બીજા  સાત દેવસ્થાનો ને  પ્રસાદ ધરાવવા  નોખી -નોખી દિશાઓ મા હાથ મા ધજા લઇ ને અગરિયાઓ જાય છે.

1609300577807

આઝાદી પહેલા અસ્તિત્વ મા આવેલી અગરીયા સોસાયટી નો પણ એક જમાનો હતો. જ્યારે મીઠાં ના અગરો ની વૈભવ હતો ત્યારે અગરીયા સોસાયટી મા નોકરી એ જમાના મા ગૌરવ લેખાતું હતું. એ અગરીયા સોસાયટી ના હાલ ના સેક્રેટરી પરિમલ ભાઈ કહેતા હતા કે  સાત દેવસ્થાનો એ પ્રસાદ ધરાવીને પછી  હાથ મા ધજા લઇ અને  ઓડુ દાવલશા પીર ના સ્થાનકે જવા સહુ નીકળે. ઓડુ અગરથી દાવલશા પીરનુ સ્થાન અંદાજે  ચાર કિલોમીટર જેટલું દૂર છે. ઓડુ ના પાધર મા રણ જવાને રસ્તે દાવલશા પીર ના બેસણા છે.જ્યાં અનવર એક સદી પહેલા નમાજ અદા કરવા જતા હતા ત્યાં અમારે સહુ ને જવાનું હતું.  ધજા કોણ પકડવાનું છે  એવુ પૂછ્યું ત્યારે કહેવાયું કે  મંગાભાઈ   ધજા પકડે છે. કારણકે તેમના જ પૂર્વજ  ધજા લઇ ને જતા હતા. પરિમલભાઈ કહેતા હતા કે પહેલા આ બધુ આયોજન  અહીં ઓડુ અગરના અગરિયાઓ જ કરતા હતા.પણ,હવે  આ બધુ અગરીયા સોસાયટી કરે છે.

1609300577456

રણકાંઠા ની શિયાળુ રાત નો તીણી સિસોટી વગાડતો બરફ જેવો વાયરો હોય.  દાવલશા પીર ના છીલ્લા પાસે ની એકઢાળીયા  ઓશરી મા  ભાવિકો અને ભક્તો હોય. દિવસે ઓડુ અગર ના શક્તિ માતા  ને   પ્રસાદ ધરાવી શ્રદ્ધા થી માથું નમાવી  અને  ધજા લઇ આવી દાવલશા પીર ને શ્રદ્ધા થી માથું ટેકવી  સહુ ને હેમખેમ રાખવાની દુઆ માંગતા  કોઈ અગરીયા ભક્ત ના ખોળા મા  એકતારા ના તારે ભજન સંભળાય કે.અલ્લાહ હો નબીજી રામ ને રહીમ તમે એક કરી માનો લાલા જી રે હો નબીજી.ત્યારે  થાય કે  હે  ઈશ્વર  માત્ર આ પરંપરા ને જ નહીં. પરંતુ, આ સમજણ ને પણ આ સમુદાય મા કાયમ જીવન્ત રાખજે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.