અગરિયાઓને સુવિધાનો ‘સ’ ખબર નથી; સરકારનો 94.12 કરોડની સહાયનો દાવો 

રણમાં સરકારનો વિકાસ તો પહોંચ્યો પરંતુ અપાર વિઘ્નો બીજી બાજું અભયારણ્ય વિભાગના અધિકારીઓ મીઠાના વેપારીઓ અને અગરિયાઓને હેરાન કરતા હોવાની સાથે મીઠું પકવવાનું બંધ કરવાનો કારસો રચાતા દેશનું 70 ટકા મીઠું પકવતા ગુજરાતનો ગૌરવસમો મીઠાઉદ્યોગ નામશેષ થવાના આરે પહોંચ્યો છે, એ પણ કડવી વાસ્તવિકતા છે.સરકારના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યાના દાવા વચ્ચે રણમાં હજી સુધી એક પણ આંગણવાડી શરૂ કરાઈ નથી. 2 વર્ષથી આશાવર્કર બહેનોની ભરતી કરાઈ નથી.

અગરિયા પરિવારોને 2 વર્ષ વિતવા છતાં સબસિડી ચુકવાઈ નથી અગરિયા બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક હોવાની સાથે અગરિયા સમુદાય માટે રણમાં પાકા રસ્તા, વીજળી કે પીવાનું પાણી અને શિક્ષણની કાયમી વ્યવસ્થા ન હોવાથી તેઓ આજેય 18મી સદીમાં જીવતા હોય એવો ઘાટ સર્જાયો છે. ગૃહમાં ખાતે મીઠા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સોલાર પમ્પ સહાય યોજના હેઠળ જિલ્લાનાં 3915 કુટુંબોને રૂ. 94.12 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. અગરિયા પરિવારોને 2 વર્ષ વિતવા છતાં સબસિડી ચુકવાઈ નથી.