માથાથી લઈને પગ સુધી શરીરના 98% ભાગ પર વૃદ્ધે કરાવ્યું ટેટૂ, જાણો શું છે તેના પાછળની કહાની

આપણે ટેટૂનું નામ તો સાંભળ્યુ જ હશે જેન સામાન્ય ભાષામાં આપણે છૂંદણા તરીકે ઓળખીએ છીએ. લોકો તેમના જીવનમાં ઓછામાં ઓછું એક ટેટુ કરાવવા તો ઇચ્છતા જ હોય છે. કોઈક વ્યક્તિ પોતાનું નામ અથવા નિશાની એમ અલગ-અલગ પ્રકારના ટેટૂ કરાવતા હોય છે. લોકો તેમના શરીર પર એક અથવા બે ટેટૂ કરાવે છે, પરંતુ જર્મનીના બર્લિનમાં 72-વર્ષીય પુરુષે ટેટૂ પોતાના શરીર પર ટેટૂ કરાવવાનો રેકોર્ડ તોડ્યો છે.

બર્લિનમાં રેહનારા આ 72 વર્ષીય વૃદ્ધનું નામ વોલફ્ગેંગ કરીશ્ચ છે. આ વ્યક્તિને ટેટૂ બનાવવાનો એટલો શોખ છે કે તેણે પોતાના શરીરના 98% ભાગ પર ટેટૂ કરાવ્યા છે. હાલના સમયમાં આ વ્યક્તિ જર્મનીમાં સૌથી વધુ ટેટૂ કરાવનાર વ્યક્તિ તરીકે પ્રખ્યાત છે.

પોતાનું નામ મેગ્નેટો રાખનાર વુલ્ફગેંગે તેના શરીર પર અલગ અલગ પ્રકારના કુલ 86 ટેટૂ અને 17 ઇંપ્લાંટ કરાવ્યા છે. તેના ટેટૂઝ હાથ, ચહેરા, પગ અને આંખો અને હોઠ પર પણ બનાવવામાં આવે છે. મેગ્નેટોએ ફક્ત પગના તળિયામાં જ ટેટૂ કરાવ્યુ નથી. તેની કેટલીક ઇંપ્લાંટમાં ચુંબક લગાડેલા છે,જેના કારણે લોખંડની બનેલી કેટલીક નાની વસ્તુઓ તેના શરીરને ચોંટી જાય છે. તેથી જ તેણે પોતાનું ઉપનામ મેગ્નેટ્ટો રાખવામા આવ્યું છે.

ટેટૂ કરાવવા માટે ખર્ચ કર્યા 21,84,861 રૂપિયા

વુલ્ફગેંગને તેના શરીર પર ટેટૂ લગાવવાનું કારણ પણ ખૂબ ખાસ છે. ખરેખર, પૂર્વ જર્મનીમાં લોકો ટેટૂઝ ખૂબ ખરાબ રીતે જોતા હતા અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ટેટૂ કરાવવું એ એક સ્વપ્ન જેવુ હતું. મેગ્નેટ્ટોએ 46 વર્ષની ઉંમરે પોતાનો પ્રથમ ટેટૂ કરાવ્યું તે સમયે તેની આંખોમાં આંસુ આવ્યા હતા. મેગ્નેટો પોસ્ટઓફિસનો એક કાર્યકર હતો અને લોકોની વચ્ચે પોતાની કઈક અલગ છાપ ઊભી કરવા ઇચ્છતો હતો. તેથી તેણે આ રસ્તો અપનાવ્યો.

મેગ્નેટોને પોતાને દુનિયાની ભીડથી અલગ કરવામાં 20 વર્ષ લાગ્યાં. ટેટૂ કરાવવા માટે તેને 240 વખત જવું પડ્યું અને આ સમય દરમ્યાન તેમાં લગભગ 720 કલાકનો સમય લાગ્યો. એટલે કે, તેમણે જીવનનો લગભગ એક મહિનો ખુરશી પર બેસીને જ ટેટૂ કરાવવામાં પસાર કર્યો. ટેટૂ કરાવવા માટે મેગ્નેટ્ટોએ આશરે 21,84,861 રૂપિયા ખર્ચ કર્યા હતા. હવે લોકો તેને મોડલિંગ અને ફોટોશૂટ માટે બોલાવવામાં આવે છે.