Abtak Media Google News

NCDEX AGRIDEX નામના આ ઇન્ડેક્ષમાં ૧૦ કોમોડિટીનું પ્રતિનિધિત્વ રહેશે: ૧૦ કોમોડિટી વાયદામાં લિક્વીડીટી, ભારત તથા વિશ્વમાં તેના મહત્વના આધારે નક્કી કરવામાં આવી

ભારતનાં અગ્રણી કૃષિ કોમો.ડિટી એક્સચેન્જ NCDEXએ રોકાણકારોને કારોબારનો નવો વિકલ્પ આપવા માટે એક નવા અનોખા પયાસ રૂપે રિટર્ન આધારિત કૃષિ ફ્યચર્સ ઇન્ડેક્ષ રજૂ કર્યો છે. દેશની અગ્રણી ઇન્ડેક્ષ સર્વિસ કંપની NSE ઇન્ડાયસીસ લિમીટેડ સાથે આ સંબંધે કરાર કરવામાં આવ્યા છે. જે રીયલ ટાઇમ એનસીડેક્સ એગ્રિડેક્ષની કિંમત પ્રદર્શિત કરવાનું અને તેને અપડેટ કરવાનું કામ કરશે.

આ વિશેષ પ્રકારનો ઇન્ડેક્ષ- એગ્રિડેક્ષ, NCDEX પર ટ્રેડ થતી ટોપ ૧૦ કોમોડિટીના પરર્ફોમન્સ પર નજર રાખશૈ અને તેના ભાવોમાં થતા ફેરફાર પ્રમાણેની અસર એગ્રિડેક્ષમાં જોવા મળશે.

આ ભાગીદારીની જાહેરાત પ્રસંગે NCDEXના એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ-બિઝનેસ, કપિલ દેવે કહ્યું, NCDEX ભારતીય કૃષિ ક્ષેત્રે નવીન અને સર્જનાત્મક ફાયનાન્શ્યલ પ્રોડક્ટ ઓફર કરવામાં હંમેશા આગેવાન રહ્યું છે. NSE ઇન્ડાયસીસ કંપની સાથે ઇન્ડેક્ષ ટ્રેડિંગ માટે જોડાણ કરીને અમે એકદમ પ્રસન્નતા અનુભવીએ છીએ. ભારતીય કૃષિ પ્રણાલિને હાલમાં કૃષિ કારોબાર માટે પારદર્શી અને બેન્ચમાર્ક ભાવ મળતા રહે તે જરૂરી છે. આ એક બજારનું સપનું હતું જે આ બન્ને કંપનીઓ સાથે મળીને પુરૂં કરશે.

આગામી દિવસોમાં સેબીની મંજૂરી મળ્યા બાદ એનસીડેક્સ એગ્રિડેક્ષ ઇન્ડેક્ષ ઉપર ટ્રેડીંગ કરી શકાય તેવા ફ્યુચર કોન્ટ્રેક્ટ શરૂ કરશે. સેબીની માર્ગદર્શિકા અનુસાર આ કોન્ટ્રેક્ટ કેશ સેટલ્ડ હશે.

ઇન્ડેક્ષ આધારિત ફ્યુચર કોન્ટ્રેકટ હેજરોને તેમની કારોબારની પોઝીશન વધુ અસરકારક રીતે હેજ કરવાની તક તો આપશે જ ઉપરાંત બજારનાં વેપારીઓને ટ્રેડિંગ તથા આર્બિટ્રેજ કરવાની પણ તક પુરી પાડશે. આ ઇન્ડેક્ષ વિવિધ કોમોડિટીઓના બાસ્કેટનું પ્રતિનિધીત્વ કરતો હોવાથી કારોબારીઓના જોખમમાં ઘટાડો થશે. અને સરળતાથી ધારણા બાંધી શકાય તેવો હશે. એગ્રિડેક્ષ ઉપર થનારા ફ્યુચર્સના સોદાથી એક્સચેન્જનાં કારોબારમાં પણ વધારો થશે.

આ પ્રસંગે NSE ઇન્ડાયસીસનાં CEO મુકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે NCDEX સાથે મળીને દેશનાં કૃષિ માળખાને એગ્રિડેક્ષનું રીયલ ટાઇમ કોમ્યુટેશન ઓફર કરવાની તક મળતા અમે હર્ષ અનુભવીએ છીએ, ભારતીય કેપિટલ માર્કેટમાં NSE ઇન્ડાયસીસ કંપની ઇન્ડેક્ષના કારોબારમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હવે આ નવા સાહસથી ઇન્ડેક્ષના કારોબારમાં અમે અગ્રક્રમે હોવાનું વધૂ એકવાર સાબિત થયું છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

NCDEX AGRIDEX આધારિત વાયદાનાં કોન્ટ્રૈક્ટમાં થનારું ટ્રેડિંગ એનસીડેક્સનાં કાયદા અને ધારાધોરણોને આધિન હશે. જે અંગે એક્સચેન્જ કે બજાર નિયામક સેબી દ્વારા વખતો વખત સરક્યુલરો અને જાહેરનામા રજૂ કરવામાં આવશે.

ભારતનું અગ્રણી ઓનલાઈન એક્સચેન્જ જેમાં ગ્રાહકોએ પૂરો વિશ્વાસ મૂક્યો છે. તે કૃષિ, ધાતુઓ અને કિંમતી ધાતુઓમાં બેંચમાર્ક ઉત્પાદનોની વિશાળ શ્રેણી આપે છે. ગઈઉઊડ તેના ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ખરીદારો અને વેચાણકર્તાઓને સાથે લાવે છે. બહોળા પ્રમાણમાં શેરહોલ્ડિંગ સાથે, તે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ દ્વારા પ્રમોટ કરાયેલ દેશમાં એકમાત્ર વિનિમય હોવાનો ગૌરવ મેળવે છે. ગઈઉઊડના સંસ્થાકીય પ્રમોટર્સ અને શેરહોલ્ડરો પોતપોતાના ક્ષેત્રના અગ્રણી ખેલાડીઓ છે અને તેમની સાથે સંસ્થાકીય મકાનનો અનુભવ, વિશ્વાસ, દેશવ્યાપી પહોંચ, તકનીક અને જોખમ સંચાલન કુશળતા લાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.