કૃષિ કાયદાની મડાગાંઠ: સરકાર માટે “તીર છૂટી ગયા પછી વાળવું અશક્ય!”

ખેડૂત સંગઠનો માટે કૃષિ કાયદો રદ કરવાની માંગ સરકાર માટે કાયદાની અનિવાર્યતાના સંજોગો વચ્ચે રાષ્ટ્ર હિતમાં આ મુદ્દો કોઈપણ સંજોગોમાં ઉકેલવો અનિવાર્ય

કૃષિપ્રધાન ભારતમાં હવે સમય અને સંજોગો અનુસાર ખેડૂત અને ખેતીના બદલાવની આવશ્યકતા માટે ધરમૂળમાંથી ફેરફાર કરવાની જરૂરિયાત માટે કૃષિ કાયદા અનિવાર્ય છે ત્યારે આ મુદ્દાને રાજકીય દ્રષ્ટિકોણથી નહીં પણ રાષ્ટ્રહિતમાં ઉકેલવાનો અભિગમ અપનાવવો જોઈએ

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારતને કૃષિપ્રધાન રાષ્ટ્ર માનવામાં આવે છે અને દેશની ૮૦ ટકાથી વધુ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં વસે છે તેમાંથી મોટાભાગની વસતી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલી છે વળી દેશના અર્થતંત્રને વિકાસ દર પર કૃષિક્ષેત્રનો પ્રભાવ રહેલો છે ઉદ્યોગિક વિકાસ હોય કે દેશ માટે આવશ્યક નિકાસ ક્ષેત્ર દેશને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે કૃષિ ઉત્પાદન વધારવું અનિવાર્ય છે ખેતીને સધ્ધર બનાવવા માટે ખેડૂતની આવક વધારવી અનિવાર્ય છે ખેડૂતો અસર થશે તો ખેતીમાં ટેકનોલોજી અને સુધારા કરી શકશે સરકારે આ માટે ત્રણ કૃષિ કાયદાઓ બનાવી તેના અમલ માટેની તૈયારીઓ શરૂ કરી છે તેની સામે ખેડૂત સંગઠનોએ આ કૃષિ વિષયક કોઈપણ સંજોગોમાં અમલમાં ન આવે તે માટે ઉગ્ર આંદોલન ચાલુ કર્યું છે કૃષિ બિલ અત્યારે સરકાર અને ખેડૂતો માટે મારા ગાઢ બની ગઈ છે સરકાર આ બિલ અનિવાર્ય રીતે કાયદા નું રૂપ આપવા માટે મક્કમ છે કૃષિ બિલ નું તીર એક વખત છૂટી ગયા પછી તેને પાછું વાળવું શક્ય નથી સરકાર અને કિસાન સંગઠનઆ મડાગાંઠ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ બંને પક્ષ અત્યારે પોતપોતાના સ્થાને અડગ છે સરકાર માટે હવે પાછી પાની કરવા નો કોઈ સવાલ જ નથી ખેડૂત આંદોલન સંપૂર્ણપણે રાજકીય રંગે રંગાઇ ગયું છે ત્યારે આ મુદ્દો રાષ્ટ્રહિત ના બદલે હવે રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે કૃષિ કાયદો રાષ્ટ્રહિત અને ખેડૂતોના હિતમાં અમલમાં આવે તે અનિવાર્ય હોવાનું સરકાર મક્કમપણે માની રહી છે બીજી તરફ આ કાયદાના મુદ્દાને ખેડૂતોના માધ્યમથી રાજકીય જયપરાજય ની દ્રષ્ટિએ ઊજવવામાં આવી રહ્યું છે તે લોકતંત્ર અને રાષ્ટ્ર માટે ક્યારેય આવકાર્ય હોય તેવી પરિસ્થિતિમાં કૃષિ કાયદાની આ મડાગાંઠ ઉકેલવા માટે બંને પક્ષો અત્યારે મથામણ કરી રહ્યા છે અને આ મુદ્દો રાષ્ટ્રહિતમાં ઉકેલવો અનિવાર્ય છે ત્યારે બંને પક્ષોએ કૃષિ કાયદાને કોનું હીં ત કોનુ અહિત? કોનો જય ?કોનો પરાજય? તેનો મુદ્દો બનાવવાના બદલે રાષ્ટ્રહીત ની દ્રષ્ટિકોણ થી આ મુદ્દો ઉકેલવા જોઈએકૃષિપ્રધાન ભારતમાં હવે સમય અને સંજોગો અનુસાર ખેડૂત અને ખેતી ના બદલાવ ની આવશ્યકતા માટે ધરમૂળમાંથી ફેરફાર કરવાની જરૂરિયાત માટે કૃષિ કાયદા અનિવાર્ય છે ત્યારે આ મુદ્દાને રાજકીય દ્રષ્ટિકોણથી નહીં પણ રાષ્ટ્રહિતમાં ઉકેલવાનો અભિગમ