ખેતપ્રધાન ભારત ડોલર સામેની મજબુતાઈથી વિશ્વમાં ડંકો વગાડશે!!

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ અને શેર બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોના કારણે રૂપિયામાં ઉતાર-ચઢાવ યથાવત

હાલ, કોરોના મહામારીને કારણે વિશ્ર્વભરનાં દેશોમાં હાહાકાર મચી ગયો છે. નાના અને મધ્યમ વર્ગીય એવા વિકાસશીલ દેશો પર આર્થિક રીતે માઠી અસર પડી છે. ભારત પણ એક વિકાસશીલ દેશ જ છે. પરંતુ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ ભારતની સ્થિતિઘણી સારી અંકાઈ રહી છે. આ વિકાસશીલ દેશો તો ઠીક પરંતુ અમેરિકા, ચીન, રશિયા અને બ્રિટન જેવા વિકસીત દેશોની તુલનાએપણ ભારતની કોરોના સામેની લડાઈ વધુ મજબૂત અને હકારાત્મકતાની સાથે વધુ સારી રહી છે.જેની વિશ્ર્વ આખાએ નોંધ લીધી છે. ત્યારે હવે, આગામી સમયમાં પણ ભારત આજ રીતે વધુ મજબુતાઈથી ઉભરી આવે અને એક વિશિષ્ઠ ઓળખ ઉભી કરે તેમાં કોઈ બેમત નથી. ભારતનાં આ આગામી પ્રદેર્શનમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડોલર રૂપીયાની મજબૂતાઈ અને કૃષિ ક્ષેત્રોનો સવાંગી વિકાસ મહત્વનો ભાગ ભજવશે.

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજનાંવિકસતા જતા આધુનિક યુગમાં આજે પણ લગભગ 55% જેટલી રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવીએ છીએ 1965-66માં થયેલી હરિયાળી ક્રાંતીનાં પગલે ભારતનાં ખેતીક્ષેત્રમાં જે જળમુળમાંથી બદલાવોઆવ્યા છે તે અદ્વિતીય છે. અનાજ, કઠોળ, ઉત્પાદન ક્ષેત્રે ભારતે 1965-66ના દાયકા પછી અનન્ય સ્થિતિહાંસલ કરી છે. અને આજે પણ તેના લાભો ભારત સહિત સમગ્ર વિશ્ર્વને મળી રહ્યા છે. ત્યારે હાલના આ કોરોનાકાળનાં સમયમાં ખેતીક્ષેત્ર જ વિકાસનો માર્ગ વધુ મોકળો કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ માર્ગમાં ઝંપલાવી દેશના અર્થતંત્રને વધુ મજબુત બનાવવા ભારતેકવાયત હાથ ધરી છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપીયાની રમતેણ મજબૂતાઈ પકડી છે. જેનાથી ભારતને માટે વિદેશી હુંડીયામણ વધુ રળવાનો માર્ગ વધુ મોકળો બન્યા છે. આમ, ખેતીપ્રધાન દેશ ભારત ડોલર સામેની મજબૂતાઈથી વિશ્ર્વમાં ડંકી વગાડશે.

કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટોફટકો પડયો છે. દરેક દેશોનાં અર્થ વ્યવસ્થા ખોરવાતા આયાત-નિકાસની તુલના પણ અસંમતુલીત થઈ છે. કોરોના મહામારીના કારણે વિશ્ર્વની મહાસતા ગણાતા દેશો અમેરિકામાં પણ ગંભીર અસરો ઉપજી છે. જેના કારણે વૈશ્વિક વ્યાપાર અને લેવડ દેવડની આધારશિલા ગણાતા ડોલર અડીખમ રહ્યો છે. આ પરિબળના કારણે ભારતનું ફોરેન એકસચેંજ રીઝર્વ વધુ મજબુત બનશે. વિદેશી હુંડિયંમણની જાવક ઓછી થશે. વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવનો શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોના કારણે રૂપીયાની સ્થિતિમાં ઉતાર ચઢાવા આવ્યા કરે છે.

કોમોડીટીએ રોકાણકારોને આકર્ષ્યા

કોરોના મહામારીના આ સમયમાં લોકડાઉનને કારણે ઔદ્યોગિક એકમો સહિતની મોટાભાગની પ્રવૃત્તિઓ ઠપ્પ પડતા અર્થતંત્રને મોટો ફટકો પડયો હતો.

જોકે, ધીમેધીમે તમામ ક્ષેત્રે ઉત્પાદન સહિતની પ્રવૃત્તિઓ ધમધમતા અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી છે. મસમોટા ઉદ્યોગો ઉપરાંત, કૃષિક્ષેત્રે આ માટે મહત્વનો ફાળો ભજવ્યો છે. રોકાણકારો આ માટે આગળ આવ્યા છે. તેમાં પણ ખાસ કોમોડીટીને રોકાણકારોમાં ખાસ આકર્ષણ ઉભુ કર્યું છે.  રોકાણકારો પૂન: કોમોડીટી ટ્રેડિંગ તરફ વળ્યા છે. નિષ્ણાંતોનાં મતે છેલ્લા એક દાયકાથી કોમોડીટીઝ ક્ષેત્ર ‘આઉટ ઓફ ફેશન’ થઈ ગયું હોય, તેમ રોકાણકારો માટે પ્રવાહ વહેતો થયો હતો. પરંતુ હાલ, ફરી નવો વળાંક આવ્યો છે.

ડ્રિસ્ટ્રીબ્યુશન, સંગ્રહક્ષમતા વગેરે ક્ષેત્રે વધુ ધ્યાન ખેંચાતા કોમોડીટી ક્ષેત્રે રોકોણ કરવા ઈન્વેસ્ટર્સ આગળ આવ્યા છે જે આગામી સમયામં કોમોડીટી ક્ષેત્રે તેજીનો તીખારો લાવશે.

ખેડુત આંદોલન મોદી સરકારનો “રોડ બ્લોક” કરી દેશે?

કૃષિ પ્રધાન ભારતમાં ખેડૂત અને ખેતીને અર્થતંત્રની સાથે સાથે રાજકીય ધરોહર ગણવામાં આવે છે. ભૂતકાળમાં પણ કિસાન આંદોલને કોંગ્રેસ સરકારને કડવા અનુભવો કરાવી દીધા હતા. મોટાભાગની ભારતીય વસ્તી ગામડાઓમાં વસે છે અને ગામડાઓની 80 ટકા વસ્તી ખેડૂત અથવા તો ખેત સાથે સંકળાયેલા વર્ગના રૂપમાં રહેલી છે ત્યારે અર્થતંત્રની સાથે સાથે ભારતના રાજદ્વારી મોરચે પણ ખેડૂતો અને ખેતીકાર વર્ગનું ખુબજ મોટુ પ્રભુત્વ રહેલું છે. કૃષિ બીલના વિરોધમાં ચાલી રહેલા આંદોલન અત્યારે ભારત જ નહીં સમગ્ર વિશ્ર્વનું ધ્યાન દોરનારૂ બની રહ્યું છે. મોદી સરકારના વિકાસ રોડ મેપને આ આંદોલન અવરોધરૂપ બની રહેશે કે કેમ તેવા પ્રશ્ર્નો ચર્ચાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે રવિવારે 40 ખેડૂત નેતાઓને વાતચીતના બીજા તબક્કાની તારીખ નક્કી કરવા પત્ર પાઠવ્યો હતો. દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ શહિદ દિવસની ઉજવણી અને મૃતકોને અંજલી આપવા માટે 24 કલાકના અપવાસની અને ધોરી માર્ગને બ્લોક કરવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને મંત્રાલયના સચિવ વિવેક અગ્રવાલને આ પત્ર પાઠવવામાં આવ્યો હતો. દર્શન પાલ સહિતના નેતાઓ ગુરૂનામસિંઘ ચરણ, શિવકુમાર કલગજી, હનાન મુલા, રાકેશ કુમાર અને કવિતા કુરુંગતી દ્વારા આ પત્ર પાઠવવામાં આવ્યો હતો. ભારતનું અર્થતંત્ર ખેતી આધારીત આવક અને દેશનું રાજકારણમાં ખેડૂતોના પ્રધાવને લઈ ખેડૂતોનું આંદોલન ક્યારેક-ક્યારેક સત્તાનશીન માટે પરિણામો અને પરિમાણો બદલનારા બને છે. સંયુક્ત કિસાન મોરચાએ 400 જેટલા અખીલ ભારતીય ખેડૂત સંગઠનોને અભિનંદન પાઠવ્યા હતા. 23મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંઘના જન્મદિવસે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. 25 અને 26 ડિસેમ્બરે ભાજપના નેતાઓ અને સાંસદોને મળીને વિરોધ વ્યકત કરશે. ઓલ ઈન્ડિયા કિસાન સંઘના યોગેન્દ્ર યાદવના જય કિશાન આંદોલનને પણ આ આંદોલનમાં ઝુકાવ્યું છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરેશ રાવત, ગાયક કલાકાર બાબુ મન સહિતના નેતાઓએ શહિદ દિવસની ઉજવણીમાં ટેકાની જાહેરાત કરી હતી. પંજાબ અને રાજસ્થાનના ખેડૂતો પણ શ્રધ્ધાંજલી સમારોહમાં સાથે હોવાના પગલે ખેડૂત આંદોલન સરકાર માટે ચિંતાનો વિષય બની ગયા છે. દરમિયાન અમિત શાહે જાહેરાત કરી છે કે, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર કૃષિ કાયદાને લઈ ચાલી રહેલી ખેડૂતો વચ્ચેની મડાગાંઠ ઉકેલવાના મુદ્દે એક-બે દિવસમાં મળશે. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ બીલને લઈને ઉભી થયેલી પરિસ્થિતિનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવશે. અમિત શાહે પત્રકારોને જણાવ્યું હતું કે, કૃષિ મંત્રી ખેડૂત પ્રતિનિધિઓને ક્યારે મળશે તે નિશ્ર્ચિત નથી પરંતુ સરકાર ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા માટે તૈયાર છે. હજ્જારો ખેડૂતો દિલ્હી સરહદેથી દેખાવ કરી રહ્યાં છે ત્યારે આ મુદ્દો વહેલાસર ઉકેલાય તે માટે પ્રયાસો શરૂ કર્યા છે.

રૂપિયો ‘મોંઘો’ હોવા છતાં ડોલર સામે અડીખમ

આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને લેવડ દેવડ માટે ડોલર એક આધારભૂત સ્તંભ ગણાય છે. હાલના કોરોના મહામારીના સમયમાં વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસરો ઉપજી છે. જેને લઈ ડોલર સામે રૂપીયો, પાઉન્ડમાં સતત ઉતાર ચઢાવ થઈ રહ્યા છે. આ ક્ષેત્રે ભારતીય ચલણની વાત કરીએ તો આમ રૂપીયાના ભાવ ઉંચા છે. તેમ છતાં ડોલરની સામે રૂપીયો અડીખમ યથાવત રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપીયાની કિંમત સંપૂર્ણ પણે તેનીમાંગ અને પૂરવઠા પર નિર્ભર કરે છે. આયાત-નિકાસની તુલા પરા આને અસકર્તા છે. આઝાદીકાળના સમયમાં ડોલરને રૂપીયો જબરદસ્ત ટકકર આપવામાં સક્ષમ હતો વર્ષ 1947માં ડોલર અને રૂપીયાની કિમંત એક સમાન હતી. પરંતુ આઝાદી બાદ આયાત નિકાસની તુલા અસંમતુલીત થતા તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી દેવું લેતા રૂપીયો નબળો પડયો અને હાલ વૈશ્વિકબજારમાં ક્રુડના ભાવ તો શેર બજારમાં એફઆઈઆઈના રોકાણને કારણે રૂપીયામાં સતત ઉતાર ચઢાવ થઈ રહ્યા છે. જોકે, ભાવ ઉંચા છતા ડોલર સામે રૂપીયો અડીખમ છે.

અમેરિકાની  ‘રૂક’ જાવ છતાં રિઝર્વ બેંકની ધૂમ ખરીદી!

તાજેતરમાં અમેરિકાએ ભારત, તાઈવાન, થાઈલેન્ડ ચીન અને ઈટાલી સહિતના દેશોને કરન્સી મેનીપ્યુલેટરની યાદીમાં નાખ્યા હતા કરન્સી મેનીપ્યુલેટર એટલે કે કોઈ દેશ ગેરકાયદે રીતે કરન્સી પ્રેકિટસ કરીને વૈશ્વિક બજારમાં પોતાના ચલણની કિંમત ઓછી કરે છે. જેથી કરીને અન્ય વિદેશી ચલણની સામે તેને ફાયદો થાય ભારત પણ કરન્સી મેનીપ્યુલેટર કરતું હોવાનો અમેરિકાએ આરોપ મૂકી દોઢ વર્ષથી ભારતને આ યાદીમાં મૂકયું છે. અને તાજેતરમાં ફરી આ યાદીમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાની આ ‘રૂક’ જાવના આદેશ સામે ભારતે ડોલરની ધુમ ખરીદી કરવાની પોતાની રણનીતિ વધુ તેજ બનાવીછે. આ અંગે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે આરબીઆઈ નિકાસનો રેશીયો વધારી ડોલરની ધુમ ખરીદી યથાવત રાખશે. હાલમાં ભારતનાં ફોરેન એકસચેંજ રીઝર્વમાં ઓલરેડી 578.60 બીલીયન ડોલર એકઠા થઈ ગયા છે. જે આગામી સમયમાં અર્થતંત્રની મજબૂતી માટે મૂળ પાયા રૂપ ગણાશે.

કોરોનાની આફત “અવસર”

પલટવાની ભારત પાસે “સુવર્ણ તક”

કોરોના મહામારીને કારણે વિશ્ર્વભરનાં દેશો મોટી આર્થિક મંદીમાં સપડાયા છે. આર્થિક ફટકામાંથી ભારત પણ બાકાત રહ્યું નથી પરંતુઆ કોરોના કાળમાં પણ ભારતનાં વિકાસનો વેગવંતો માર્ગ વધુ મજબુત બને તેવી તીવ્રઆશા સેવાઈ રહી છે. કારણ કે ભારત પાસે વિશ્ર્વનું સૌથી વધુ યુવાધન છે જો યુવાધન યોગ્ય માર્ગે કામે લગાડી દેવામાં આવે તો ભારતની ‘ઉત્પાદકતા’ અનેક ગણી હજુ વધી શકે તેમ છે. ભારત પાસે ઉત્પાદનની સાથે ‘ખરીદ શકિત’ પણ સૌથી વધુ છે. જેનાથી સ્થાનિક અર્થતંત્રની સાથે વૈશ્વિક અર્થતંત્રને પણ મોટો ફાયદો મળી શકે ખેતી ક્ષેત્રે પણ આ માટે અઢળક તકો રહેલી છે. કોરોના વાયરસ અનેક આફતો લઈને આવ્યું છે. પરંતુ આ આફતને ‘અવસર’માં પલટવાની ભારત પાસે સુવર્ણતક છે. જેમા ખેતીક્ષેત્ર, કોમોડીટીઝ, ઉત્પાદનક્ષેત્રનો અવકાશ છે.

અર્થતંત્રની “તંદુરસ્તી” વર્ષ 2021માં શેરબજાર ટનાટન રહેવાની આશા

કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક રોકાણકારો અને ઉદ્યોગોનું વલણ ભારત તરફ વધુ અનુકૂળ થયું છે. અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળેલી તેજી કરતા વર્ષ 2021માં શેરબજાર વધુ ટના ટન રહેશે તેવી અપેક્ષાઓ નિષ્ણાંતો સેવી રહ્યા છે. આંકડા મુજબ નવેમ્બરમાં ડોમેસ્ટિક ઈકવિટી માર્કેટમાં એફઆઇઆઇ રૂ.1.09 લાખ કરોડે પહોંચી ગયું હતું. વિદેશી મૂડી મહત્વના પોર્ટફોલિયોમાં રોકાઈ હતી. આ ઉપરાંત સ્થાનિક બજાર પણ ધમધમવા લાગ્યું છે. આયાત-નિકાસ લમાં પણ સંતુલન જળવાયું છે. ટેક્નિકલ દ્રષ્ટિએ પણ બજાર મજબૂત જણાઈ રહ્યું છે. આ ઉપરાંત વૈશ્વિક સમીકરણોના કારણે પણ શેરબજારમાં તેજીના એંધાણ હોવાનું સૂત્રોનું માનવું છેમ ફોરેન એક્સચેન્જ, વૈશ્વિક સમીકરણો, ટેકનિકલ લુક, રૂપિયા અને ડોલર વચ્ચે ની મુવમેન્ટ અને વિદેશી હૂંડિયામણ સહિતના કારણે શેરબજાર માટે અનુકુળ સ્થિતિ સર્જાઈ છે.

અમેરિકાનો રૂ.66 લાખ કરોડનો બૂસ્ટર ડોઝ ભારત માટે અવસર!!

કોરોના મહામારી સામેની લડાઈમાં અમેરિકાએ વધુ રૂપીયા 66 લાખ કરોડનું બુસ્ટરડોઝ આપવાનીકવાયત હાથ ધરી છે. અમેરિકા આ મસમોટી રકમ અર્થતંત્રમાં વહેતી કરશે તો તેનો પ્રત્યક્ષ કે પરોક્ષ પણે ફાયદો ભારતને થશે જે એક અવસરરૂપ સાબીત થશે. રૂપીયા 66 લાખ કરોડના બુસ્ટર ડોઝથી અમેરિકી અર્થતંત્રમાં તરલતા વધશે જેનાથી ફુગાવાનો દર વધશે. અમેરિકી સરકારનાં આ નિર્ણયથી હાલ પૂરતી કોરોના સામેની લડાઈ તો મજબુત બનશે પણ લાંબાગાળે તેની અસર અમેરિકી અર્થતંત્ર પર નકારાત્મક ઉપજશે. નાણા ભંડોળ ઠલવાતા અમેરિકામાં ફુગાવાનો દર વધશે જેના કારણે અમેરિકી ચલણ ડોલરનું ડિવેલ્યુએશન થશે એટલે કે ડોલરની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે ઓછી અંકાશે જેની સામે અન્ય દેશોનું ચલણ મજબુત બનશે. ડોલર સામે રૂપીયો વધુ મજબુત બનશે અને ભારતનુંવિદેશી હુંડીયામણ વધુમજબુત બનશે અને અર્થતંત્રને માટો ફાયદો થશે.

દેશના સર્વાંગી વિકાસ માટે”કૃષિક્ષેત્ર” વેગવંતો વિકાસ જરૂરી

ભારત ખેતીપ્રધાન દેશ છે. કૃષિ સેક્ટરને ઊંચું લાવી ખેડૂતોની આવક બમણી કરવા માટે વડાપ્રધાન મોદીની સરકારે કવાયત હાથ ધરી છે. દરમિયાન ચાલુ વર્ષે સારું ચોમાસું અને અનુકૂળ સ્થિતિના કારણે બમ્પર ઉત્પાદન થયું છે  પરિણામે એક્સપોર્ટ પણ વધશે તેવી અપેક્ષા છે. સરકારે ત્રણ કૃષિ બિલ પણ કર્યા છે જેના થકી ખેડૂતોની આવક વધશે અને ભારતીય કૃષિ ક્ષેત્ર વૈશ્વિક કક્ષાએ ચમકશે. જોકે કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે આવી સ્થિતિમાં જ્યારે કોરોના મહામારી વચ્ચે પણ કૃષિ ક્ષેત્રે અર્થતંત્રની કમાન સંભાળી હતી. ત્યારે  ત્રણેય કૃષિ બિલ પરત લેવાઈ તો તકલીફ પડી શકે સારું વર્ષ છે ઉપરાંત વૈશ્વિક કક્ષાએ પણ ઈમ્પોર્ટ ને લઇ સારું વાતાવરણ સર્જાયું છે. આજના સમયમાં પણ કૃષિક્ષેત્ર દેશમાં લગભગ 55 થી 60 ટકા જેટલી રોજગારી પૂરી પાડે છે. ત્યારે આ મહત્વના ક્ષેત્ર તરફ ધ્યાન દોરી તેનો વિકાસ વેગવંતો બનાવવા માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. કૃષિક્ષેત્રનો ઝડપી વિકાસ શક્ય બનશે તો જ ભારતનો સર્વાંગી વિકાસ થઇ શકશે તેમાં કોઈ બેમત નથી. ઔધિકગ એકમો પણ કૃષિને જ આધારીત છે. કોરોના કાળમાં એક વાત તો સાબિત થઈ ગઈ કે વર્ષોથી કૃષિ સેક્ટરના સહારે જ અર્થતંત્ર આગળ ધપી રહ્યું હતું કૃષિ સેક્ટર અનેક લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે તાજેતરમાં કેન્દ્ર સરકારે કરેલા સુધારા હજુ લાખો લોકોને રોજગારી આપશે તેવી અપેક્ષા છે.

શેરડીની “મીઠાશ” ભારતના અર્થતંત્રમાં મીઠાશ ભરી દેશે!

કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્રમાં ખેતી, ખેડૂત અને ખેત પેદાશની સમૃધ્ધિ મહત્વનું પરિમાણ હોય તે સ્વાભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું કદ આપવા માટે શરૂ કરાયેલા પ્રયાસમાં કૃષિ ક્ષેત્રના આમુલ પરિવર્તન માટે યુદ્ધના ધોરણે કવાયત થઈ રહી છે ત્યારે શેરડીની મીઠાસ ભારતના અર્થતંત્રમાં વધુ મીઠાસ ભરી દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેરડી પકવતા કિસાનો માટે આનંદદાયી સમાચાર આપતા ખેડૂતોને અને ખાસ કરીને ધાન અને શેરડી પકવનારા ખેડૂતો માટે 35 બીલીયન રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. જેમાંથી 15 મીલીયનની રકમ શેરડીના ઉત્પાદકો માટે ફાળવી છે. શેરડી પકવતા ખેડૂતો માટે 53.61 બીલીયનની વધારાની સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. આ સબસીડી ખાંડના કારખાનામાં કામ કરતા મજૂરો અને નિકાસનું લક્ષ્ય વધારવા માટે 180 મીલીયન રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ખાંડની નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે 33 ટકાના દરે સબસીડી આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર રૂા.24.50 પ્રતિ કિલોએ સબસીડી આપે છે. તે માટે 147 બીલીયન રૂપિયાની ફાળવણી કરી છે. શેરડી પકવતા ખેડૂતોને ખાંડ ઉત્પાદનના નફામાં વધારો કરી દરરોજના 100 બીલીયનના દરે સીઝન દરમિયાન

53.61 બીલીયન રૂપિયાનું અગાઉ ચૂકવણું થયું હતું. દેશની નિકાસ ક્ષમતા 6 મીલીયન ટનની રહેવા પામી છે. જેમાં હવે આવનાર 5 મહિનામાં ખુબજ વધારો થશે અને નિકાસ ત્રણ ગણી કરવામાં આવશે. આ લક્ષ્યાંક પૂરું કરવા માટે સરકારે ખાસ સબસીડીની જાહેરાત કરી છે જે ખેડૂતોને માલની ચૂકવણી, સુગર મીલની લોન ભરવા માટે અને ધંધાના વિસ્તાર માટે સરકાર ખાસ પ્રોત્સાહન આપી રહી છે. ખાંડ ભારતની એક મહત્વની પેદાશ અને બજાર બની રહી છે જે કેટલાંક સમયથી ડચકા ખાઈ રહી છે. એનડીએ સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાનું માળખુ પુન: દુરસ્ત કરીને ગરીબ લોકોને સસ્તામાં અનાજ મળી રહે તેની વ્યવસ્થા કરી છે. સરકાર દ્વારા ખાંડની નિકાસ અને શેરડી ઉત્પાદન કરતા ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ચીન ખાંડની ઉત્પાદન ક્ષમતા અને નિકાસ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ઓસ્ટ્રેલીયા અને ઈન્ડોનેશીયામાં ચીનની ખાંડ જાય છે. હવે આ દેશોમાં પણ નિકાસ કરવા માટે ભારત તત્પર બન્યું છે. ભારતની ખાંડ બાંગ્લાદેશ, પશ્ર્ચિમ એશિયા, આફ્રિકામાં ફેલાય તે માટે પ્રયત્ન થઈ રહ્યાં છે. ભારત અત્યારે નિકાસ વધારવા માટે પ્રયત્નશીલ છે. સરકાર ખાંડની નિકાસની ખાદ્ય ઘટાડવા માટે સબસીડી અને ખેડૂતોથી લઈને સુગર મીલો માટે રાહતના પટારા ખોલી ચૂકી છે ત્યારે આવનાર દિવસોમાં ખાંડની વધારાની આયાતથી અર્થતંત્રમાં મીઠાસ ઉમેરાશે.

વિશાળ દરિયો અર્થતંત્રના ‘હૂડકા’ને કિનારે લાંગરી દેશે!

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું વિશાળ કદ આપવાના પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે ભારત પાસે 7500 કિ.મી.નો દરિયા કિનારો, 400 નદીઓમાં 8 મહા નદીના જળ ભંડારોને લઈને ભારતનું અર્થતંત્ર ભારે આશાવાદી છે. અત્યાર સુધી ભારતના જળ સંશાધનની ઉપેક્ષા સેવવામાં આવી હતી. હવે સિંગાપુર, થાઈલેન્ડની જેમ ભારતમાં પણ જળ પરિવહન અને ટુરીસ્ટ સ્પોર્ટ તરીકે વિકસાવવાનો અવસર આવ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ 1600 કિ.મી.નો દરિયા કિનારો આવ્યો છે તેનો પણ વિકાસ કરવામાં આવશે. લખનઉમાં ગોમતી રિવર ફ્રન્ટના વિકાસ માટે પુર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવના શાસનકાળમાં 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં નદીઓના વિકાસ અને રિવર ફ્રન્ટના વિકાસ માટે હવે એક નવો અધ્યાય શરૂ થયો છે. હુગલી નદીના રિવર ફ્રન્ટ ઉત્તમ ઘાટ, પશ્ર્ચિમ ઘાટ, અન્નપૂર્ણા ઘાટના વિકાસ માટે 25 કિ.મી. લાંબી પરિયોજનાને આકાર આપવામાં આવી રહ્યો છે. દહીં ઘાટ પર એક વિશાળ ઉદ્યાન બનાવામાં આવ્યું છે. ઓકટોબર મહિનાથી પં.બંગાળ પરિવહન વિભાગે 90 મિનિટ હેરીટેજ ક્રુઝની શરૂઆત કરવામાં આવી છે. ચેન્નઈમાં પણ જળમાર્ગ પરિવહનની વ્યવસ્થા નોકાવિહાર અને ખાસ કરીને જળ પરિવહન માટે સવલતો ઉભી કરવામાં આવી છે. નદીઓમાં ગટરનું ગંદુ પાણી ભળતું અટકાવવાની પરિયોજનાઓ ગંગા, યમુના જેવી મહા નદીઓને પ્રદુષણ મુક્ત કરવાની પરિયોજનાઓ વેગવાન બનાવવામાં આવી છે. 1960માં શરૂ થયેલી અનેક વિશાળ પરિયોજનાઓ જલ્દીથી પૂરી થાય તે માટે સરકારે ગોઠવેલી શૃંખલા પરિણામદાયી બને છે. રિવર ફ્રન્ટ યોજના અને દરિયાના વિકાસથી અર્થતંત્રે પાટે ચડી જશે.