Abtak Media Google News
અહીયા ‘આપ’નો કોઈ બાપ નથી અને કોગ્રેસનો સફાયો છે: રાધવજી પટેલ

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે અને ખારવા ગામે એકી સાથે લાખો રૂપીયાના વિકાસના કામના રાજયના કૃષીમંત્રી રાધવજીભાઈ પટેલ, સહીતના ભાજપના મહાનુભવોના હસ્તે ખાતમુર્હત અને લોકાપર્ણ કાર્યક્રમ યોજના હતો.

મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે રાજ્ય સરકાર દ્વારા 1.25 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવેલ બ્રીજના કામનું તેમજ મોટા ઈટાળા ગામે પીવાના પાણી માટે મંજુર થયેલ વાસ્મો યોજના હેઠળ 56 લાખના ખર્ચે હર ઘર જલ યોજનાના કામનું ખાતમુર્હત રાજયના કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલ સહીતના મહાનુભવોના હસ્તે કરવામાં આવેલ છે. ત્યારબાદ ધ્રોલના ખારવા ગામે સરકારી પ્રાથમિક શાળામાં મંજુર કરવામાં આવેલ બે વર્ગ ખંડનું લોકાપર્ણ કરવામાં આવેલ હતું.

આ પ્રંસગે રાજયના કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલએ ભાજપ સરકારની વિકાસ યાત્રામાં લોકોને સહભાગી થવા જણાવ્યુ હતુ અને કોગ્રેસના ઠેકાણા નથી અને અહીયા “આપનો કોઈ બાપ” નથી એટલે કે, ત્રીજા પક્ષને ગુજરાતની જનતાએ કયારેય સ્વીકાર કર્યો નથી આથી કોઈપણ જાતની લાલચ અને અને ખોટા વચનો કરતા ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષની વિકાસ યાત્રામાં 108ની માનવ ઉપયોગી સેવાઓ, આયુષ્યમાન કાર્ડ સહીત લોકના આરોગ્યની કાયમ માટે ભાજપ સરકારે ચિંતા કરી છે અને આ સરકાર ખેડુતની સરકાર હોય ડબલ એન્જીનની સરકારમાં ખેડુતો સહીત સર્વ સમાજને લાભો મળી રહયા છે તેવું રાધવજીભાઈ પટેલએ જણાવ્યુ હતુ.

આ તકે કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ ચભાડીયા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુગરા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ પતિ પોલુભા જાડેજા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રસિકભાઈ ભંડેરી, ભીમજીભાઇ મકવાણા, લવજીભાઈ, પ્રદિપસિંહ જાડેજા, દેવકરણભાઈ ભાલોડીયા, સહિત ગ્રામ પંચાયતના સરપંચ ખારવા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.