રાજકોટ મહાજનની પાંજરાપોળની કામગીરીથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ સંતુષ્ટ

પાંજરાપોળની મુલાકાત લઈ કામગીરી નીહાળી રાજીપો વ્યકત કર્યો

રાજ્ય  સરકારના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ  પટેલ,ટ્રાન્સપોર્ટ ટુરીઝમ મંત્રી, અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,મેયર ડો. પ્રદિપભાઇ ડવ, ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે ગઈકાલે  રાજકોટ મહાજનની પાંજરાપોળની મુલાકાત લીધી હતી.પાંજરાપોળની કામગીરીની સમીક્ષા કરી હતી તથા બધા પશુઓને જે રસીકરણ કરવામાં આવેલ છે. તેની વિગતો મેળવી હતી. તેમજ જે બહારથી પશુઓ આવે છે તેમને અલગ આઇસોલેશનમાં રાખી, રસીકરણ કરવામાં આવે છે. તેની પણ વિગતો મેળવી હતી.રાજકોટ મહાજન પાંજરાપોળની કાર્યવાહીથી સંતોષ વ્યકત કર્યો હતો અને કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેમનો સંપર્ક સાધવા જણાવ્યુ હતું. આ કામગીરીમાં રાજકોટ મહાજન પાંજરાપોળ વતી પંકજભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવીયા, બકુલભાઈ રૂપાણી તથા યોગેશભાઇ શાહ હાજર રહયા હતા અને વિગતો આપી હતી.