Abtak Media Google News

શ્રાવણ માસ દરમિયાન વાંચકોને વિવિધ રાજયોમાં આવેલા શિવાલયોના દુર્લભ દર્શનનો લ્હાવો અપાવવાનો ‘અબતક’નો નમ્ર પ્રયાસ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત શિવાલય

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શિવ ભકતો વિવિધ પ્રકારે પોતાનો ભકિતભાવ પ્રગટ કરે છે. શિવમહિમા કરવાના તન, મન, ધન, અને જન સહિતના વિવિધ પ્રકારોને અપનાવીને શિવારાધના કરે છે. ભકિતરસ છલકાવતી આવો જ એક પ્રસંગ તાજેતરમાં સામે આવ્યો છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં તાજેતરમાં શિવભકિત પ્રગટ કરવાનો અનોખો, અદભૂત, અવર્ણનીય અસામાન્ય કિસ્સો, તસવીરના રૂપમાં ઉજાગર થયો છે. જેમાં શ્રધ્ધાળુઓએશિવજીના શૃંગારમાં 15 લાખ રૂપીયાની નોટોનો ઉપયોગ કર્યો છે.

મજાની વાતતો એ છે કે શિવભકતોએ 50,100,200,500 તથા 2000ની નોટોનો જ ઉપયોગ કરીને શિવજીનો શૃંગાર કર્યો છે. આ સુંદર આયોજનમાં ભોપાલની રાઠોડ સંઘ સમિતિએ નોટ એકત્ર કરવાની જવાબદારી ઉઠાવી હતી. આ સુંદર લાવણ્યમય તસવીર ભોપાલના ગિન્નોરી સંકટ હરણ મહાદેવ મંદિરની છે. 30 વ્યકિતઓએ ભેગા મળીને આ રકમ એકત્ર કરી છે.

શિવજીના આ અનોખા શ્રૃંગાર માટે 4 થી 5 કલાકનો સમય લાગ્યો છે. સેવા કમિટી દ્વારા જણાવાયું હતુ કે શિવજી શૃંગાર માટે ઉપયોગમાં લેવાયેલી આ રકમ સેવાકાર્યો માટે ખર્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.