Abtak Media Google News

પાંચ – છ સદીઓથી રોટલાથી વરસાદનો

વરતારો જોવાની જામનગરમાં પરંપરા

હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાડવામાં આવે છે અથવા આગાહી કરવામાં આવે છે કે ક્યા કેટલો અને કેટલી માત્રમાં વરસાદ પડશે. પહેલાના સમયમાં લોકો દેશી રીતે વરસાદની આગાહી કરતા હતા. આ આગાહીને વરતારો પણ કહેવામાં આવતો હતો. જુના જમાનામાં લોકો અલગ-અલગ રીતે વરતારો જોતા ત્યારે જામનગરમાં પણ અલગ રીતે વરતારો જોવાની પરંપરા હતી જે હજુ પણ જીવિત છે.

જામનગર નજીકના આમરા ગામમાં પાંચ- છ સદીઓથી રોટલાથી વરસાદનો વરતારો જોવાની પરંપરા છે. મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય ? અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચના બાદ આ વિધિ સંપન થઈ હતી. કેમ આવી પરંપરા પડી ?? ક્યારથી આવી રસમ અપનાવાઈ છે ? એવું તે શું બન્યું આમરા ગામમાં ? આવો જાણીએ….

જામનગર નજીક દ્વારકા ધોરી માર્ગ પરના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, જાણે ગામમાં ઉત્સવ જેવો માહોલ રચાય છે. ગ્રામજનો નવા કપડા પહેરી આ પરંપરામાં સામેલ થાય છે. ત્રણ જ્ઞાતિનો સમન્વય થાય છે પરંપરામાં વરસાદનો વર્તારો જોવાની એવી પરંપરા છે.

Screenshot 2 1

ગામના સતવારા પરિવારના વૃદ્ધ મહિલા દ્વારા બાજરીનો રોટલો બનાવવામાં આવે છે. વાણંદના હાથે આ રોટલો મંદિર સુધી લઈ જવામાં આવે છે. અહી કુવા કાઠે આવેલ સતી માતાજી મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. આ વિધિ બાદ ગામના ભમ્મરિયા કૂવામાં ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલાને કુવામાં પધરાવાય છે…..

Screenshot 3 2

અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, જાણે ગામમાં ઉત્સવ જેવો માહોલ રચાય છે. ગ્રામજનો નવા કાપડ પહેરી આ પરંપરામાં સામેલ થાય છે.

કેમ અને ક્યારથી પડી છે આવી પરંપરા ???

આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે????…..તેનું અનુમાન કરવામાં આવે છે….દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાંવાય છે. આ ગામની વાયકા મુજબ સદીઓ પૂર્વે અહીની જ એક મહિલા પોતાના પરિવારજનો માટે ભતવાર લઈ વાડીએ જતી હતી. ત્યારે કોઈ બહારવટીયાઓએ તેણીને રસ્તામાં રોકી લઈ ભતવાર ઝુટવી લીધું હતું. બહારવટિયાના આ કૃતયથી ગામ શું વાત કરશે એમાં લાગતા તેણીએ જે કુવામાં રોટલો પધરાવવામાં આવે છે એ જ કુવો પૂર્યો હતો. ત્યારબાદથી તેણીને રોટલો આપવાની અને વરસાદ જોવાની પરંપરા પડી છે.

રોટલાની દિશા પરથી વરતારો

ક્ષત્રીય યુવાન રોટલાને કુવામાં પધરાવે છે…કુવામાં પડેલ રોટલો કઈ દિશામાં પડ્યો છે ? તેની દિશા જોઈ વર્ષની સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. ગયા વર્ષે પાછતરા વરસાદનો જે વર્તારો નક્કી થયો હતો તે સંપૂર્ણ સાચો પડ્યો હતો અને આ પાછતરા વરસાદે ખરીફ સીજનનું ચિત્ર બદલી નાખ્યું હતું…આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે ..રોટલો ઈશાન ખૂણામાં પડ્યો હોવાના કારણે ખૂબ જ સારા વરસાદનું અનુમાન ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યું છે……એટલે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પણ ચડીયાતું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.