Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક હાજરીમાં ૪૮ પાલ સાથે સ્વામી વાત્સલ્યની અદભુત વ્યવસ્થા: ફલોટ, કાર, ટુ-વ્હીલર માટે જૈન યુવાનોમાં અદભુત ઉત્સાહ

જૈનમ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને આયોજીત તા.૯/૪ને રવિવારના રોજ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે યોજાશે. આગામી તા.૯/૪ને રવિવારે સવારે ૮:૦૦ કલાકે કિશાનપરા ચોકથી ધર્મયાત્રાનો પ્રારંભ થઈ જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોકમાં અશ્ર્વિનભાઈ શાહ દ્વારા સાકરના પાણીનું વિતરણ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરિહર ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં મહાવીરનગરી ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે. આ ધર્મયાત્રાના ‚ટમાં સરબતનું વિતરણ જીલ્લા પંચાયત ચોકમાં જૈન સોશ્યલ ગ્રુપ સીટી, મોટી ટાંકી ચોકમાં વર્ધમાન યુવક મંડળ, પંચનાથ મહાદેવ મંદિર ખાતે પંચનાથ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તેમજ ચૌધરી હાઈસ્કૂલ મહાવીરનગરી ખાતે શ્રી મણીભદ્ર આસ્થા મંડળ દ્વારા આયોજન કરવામાં આવનાર છે. ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં રાજકોટમાં સૌપ્રથમ વખત ધર્મયાત્રામાં પ્રારંભમાં ધર્મ અધ્યક્ષ રથ જોડાશે જેનો માતુ અનસુયાબેન છબીલદાસ શાહ (સોનમ કલોક પરીવાર)એ લાભ લીધેલ છે.

આ ઉપરાંત ૨૫ આકર્ષક ફલોટસ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. આ ફલોટસમાં પ્રભુવીરના જીવનદર્શનનો ઉલ્લેખ હશે તેમજ જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાના ‚ટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક, કળશધારી બહેનો, રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ઉપરાંત ધર્મયાત્રાના ‚ટ ઉપર જૈન-જૈનેતરો માટે પ્રસાદ વિતરણ થાય તેવા શુભ આશયથી પ્રથમ વખત અનુકંપા રથ પણ સામેલ થશે. ધર્મયાત્રામાં બહોળી સંખ્યામાં કાર અને બાઈક સવારો પણ જોડાશે. ધર્મયાત્રામાં જોડાનાર કાર અને ટુ-વ્હીલરના સુશોભન માટે પણ ઈનામ રાખવામાં આવેલ છે.

આ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ વિશેષ હાજરી આપશે. આ મનમોહક સમીયાણામાં વિશાળ સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોના સાધુ-સાધ્વીજીઓની પાવનનિશ્રામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાધ્વીઓ આશિર્વચન ફરમાવશે.

આ મહોત્સવની શાનદાર ઉજવણી માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. જેમાં ફંડ કમીટીમાં જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા, ઉપેન મોદી, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, જે.વી.શાહ, સુનીલ શાહ, મયુર શાહ, તુષાર ધ્રુવ, મિલન કોઠારી, ગ્રાઉન્ડ-મંડપ કમિટીમાં નિલેશ કામદાર, નિતેષ કામદાર, ઋષભ શેઠ, રાજેશ મોદી, જીજ્ઞેશ મહેતા, રાજુ દોશી, બીન્દેશ મહેતા, હિતેશ મહેતા, અજય વોરા, રોહીત પંચમીયા, બી.કે.શાહ, ફલોટ કમિટીમાં અમીત દોશી, ગીરીશ મહેતા, બ્રીજેશ મહેતા, ભરત કાગદી, પરાગ મહેતા, કેયુર વોરા, ઉદય ગાંધી, ચિરાગ ઉદાણી, હેમલ કામદાર, વિશાલ વસા, મેહુલ કામદાર, વિમલ કોઠારી, નિતેશ મહેતા, ચંદ્રેશ કોઠારી, પ્રચાર-પ્રસાર કમિટીમાં મેહુલ દામાણી, ધર્મેશ શાહ, ધ્રુમીલ પારેખ, ચિરાગ દોશી, ગેસ્ટ એરેન્જમેન્ટ કમિટીમાં નિલેશ શાહ, કુમાર શાહ, જયેશ મહેતા, કેતન ગોસલીયા, મૃણાલ અવલાણી, જતીન કોઠારી, સ્વામી વાત્સલ્ય કમિટીમાં જયેશ વસા, મેહુલ દામાણી, સેજલ કોઠારી, ધીરેન ભરવાડા, રાજુ ઘેલાણી, નિમિષ પુનાતર, ચીરાગ દોશી, આકાશ ભાલાણી, જજ કમિટીમાં ડો.રાજુ કોઠારી, ડો.અમીનેષ ધ્રુવ, ડો.હીરેન કોઠારી, ડો.પારસ શાહ, ડો.ભાવિન કોઠારી, ડો.અમીત હપાણી, ૪૮ પાલ કમિટીમાં વિર ખારા, કેતન કોઠારી, દિવ્યેશ દોશી, હર્ષિલ શાહ, પ્રકાશ ખજુરીયા, હિમાંશુ કોઠારી, ભરત દોશી (નેમીનાથ), પ્રશાંત સંઘવી, ભાવીન મહેતા, વૈભવ સંઘવી, મયુર મહેતા, ભાવીન ઉદાણી, જીતેશ સંઘવી, સાધુ-સાધ્વી આમંત્રણ કમિટીમાં અનીષ વાઘર, મહેશ મણીયાર, જેનીશ અજમેરા, બીપીન ગાંધી, ત‚ણ કોઠારી, અનીમેષ ‚પાણી, મેહુલ શાહ, વિક્રાંત શાહ, જીતુ મારવાડી, કેયુર વોરા, મીલન મહેતા, હર્ષદ મહેતા, ધર્મયાત્રા ‚ટ કમિટીમાં સુજીત ઉદાણી, નિલેષ ભાલાણી, ત‚ણ કોઠારી, ધૈર્ય પારેખ, મહેશ ભીમાણી, કમલેશ દોમડીયા, ભરત કોટડીયા, નિલેશ કોઠારી, ઉમેશ શેઠ, જયેશ દોશી, મોમેન્ટો કમિટીમાં અમીષ દેસાઈ, નિલેશ શાહ, ગેસ્ટ આમંત્રણ કમિટીમાં સતીષ મહેતા, પીયુષ મહેતા, અનીલ દેસાઈ, મેહુલ ‚પાણી, કમલેશ શાહ, લકકી ડ્રો કમિટીમાં કિર્તી દોશી, ઉદય દોશી, ઉદય ગાંધી, ચેતન કામદાર, મીતેશ શાહ, સુકેતુ ભોડીયા, અતુલ બાવીસી, બાઈક કમિટીમાં નીપૂર્ણ દોશી, મીલેશ મહેતા, રીશી વસા, રોનક દોશી, ધવલ ગાંધી, પારસ શેઠ, પરેશ સંઘવી, કૃણાલ મહેતા, બ્રિજેશ મહેતા (સકસેસ), મૌલીક શાહ, જયદત સંઘાણી, શ્રેણીક વોરા, સંજય વાઘર, કાર કમિટીમાં જીતુ લાખાણી, સંદીપ મહેતા, મયુર મહેતા, હિતેશ શાહ, અલ્કેશ ગોસલીયા, પ્રણવ મહેતા, હેમલ કામદાર, ભરત દોશી (અમરેલી), હર્ષદભાઈ મહેતા, સુભાષ બાવીસી, ભરત પારેખ કાર્યાલય-કલેકશન કમિટીમાં ભરત કાગદી, બ્રિજેશ મહેતા, મૃણાલ અવલાણી કાર્યરત બન્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.