અમદાવાદને વધુ એક ભેટ: લક્કડિયાપુલને હેરિટેજ લૂક મળતા આકર્ષણનું ક્રેન્દ્ર બનશે

અમદાવાદ એટલે કે પ્રાચિન કર્ણાવતી એ 2019થી હેરિટેજ સીટી તરીકેની નામના ધરાવે છે ત્યારે આજે અમદાવાદ શહેરને વધુ એક ભેટ મળી છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ,સ્વામી વિવેકાનંદ પુલ અને લક્કડિયા બ્રિજ જેવા જુદા જુદા નામથી જાણીતા બનેલા અમદાવાદના સૌથી જૂનો એલિસબ્રિજ 1872માં અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર તૈયાર કર્યો હતો. બ્રિજની આ ડિઝાઈન તે સમયથી વિશ્વ વિખ્યાત બની ગઈ હતી.
ને હેરિટેજ લૂક આપી લોકો માટે શરૂ કરવા યોજના સરકારની પ્રર્કિયા ટૂંક સમયમાં સાહરુ થશે.

સાબરમતી નદી પરનો એલિસબ્રીજ સ્વામી વિવેકાનંદ બ્રીજ સૌથી જુનો છે. આ ઐતિહાસિક બ્રીજને હેરિટેજ લૂક આપીને રાહદારીઓ માટે ખોબ જલ્દી ખૂલ્લો મુકવામાં આવશે. આ બ્રીજને હેરિટેજ બનાવવાની ડિઝાઈન ફાઈનલ થાય પછી તે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે. દેશની પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટમાંથી જુદાજુદા ડિઝાઈનર્સ અને એન્જિનિયર્સને જૂના બ્રિજના નવીનીકરણની મુલાકાત લેવા આમંત્રણ અપાઈ ચૂક્યું છે.

હેરિટેજ શહેર અમદાવાદના એકમાત્ર હેરિટેજ બ્રિજનું 15 કરોડના ખર્ચે નવીનતમ રૂપમાં ફેરવાશે થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે વર્ષ 2022ના અંત સુધીમાં આ બ્રિજના નવનિર્માણ ની વાત સ્પષ્ટ કરી છે. આ બ્રિજ 400 મીટર લાંબો અને 7 ફૂટ પહોળો છે. એક સમયે જયારે અમદાવાદના મેયર અસિત વોરા હતા તે સમયે આ ઐતિહાસિક બ્રિજને તોડી પાડવાનું નક્કી કરાયું હતું. તેનો ભારે વિરોધ થતાં નવા બ્રિજનો પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો હતો.