Abtak Media Google News

સેનીટેશન ચેરમેન આશિષ વાગડિયા માફી માગે તેવી માંગણી સો કોંગી કોર્પોરેટરોએ ભારે હંગામો મચાવ્યો: મેયર ચેમ્બરમાં ઝપાઝપી: સમીતી ચેરમેનોની નંબર પ્લેટનો કચ્ચરઘાણ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠક પૂર્ણ યા બાદ કોંગી કોર્પોરેટરો મેયર ચેમ્બરમાં ધસી આવ્યા હતા. આ વેળાએ ઉગ્ર માાકૂટ તા ભાજપના કોર્પોરેટર અને સેનીટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ આહિર સમાજ વિશે અપમાનજનક શબ્દો ઉચાર્યાના આક્ષેપો સો કોંગી કોર્પોરેટરોએ ભારે હંગામો મચાવી કોર્પોરેશનમાં તોડફોડ કરી હતી. સતત બે કલાક સુધી માાકૂટ ચાલી હતી. દરમિયાન આશિષ વાગડિયાને કોર્ડન કરી સહી સલામત ઘરે લઈ જવામાં આવ્યા હતા.

જનરલ બોર્ડની કામગીરી પૂર્ણ યા બાદ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરો બોર્ડમાં કઈ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને કઈ દરખાસ્ત નામંજૂર કરાઈ છે તેની જાણકારી માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની ચેમ્બરમાં ધસી ગયા હતા. દરમિયાન કોંગી કોર્પોરેટર વિજય વાંક સહિતના નગરસેવકોએ મેયર સો ઉગ્ર ભાષામાં વાત કરતા મામલો ગરમાયો હતો. આ વેળાએ ભાજપના કોર્પોરેટર અને સેનીટેશન સમીતીના ચેરમેન આશિષ વાગડિયાએ કોઈ ટીપ્પણી કરી હતી. કોંગી નગરસેવિકા પા‚લબેન ડેરે આ ટીપ્પણીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ભાજપ હોય કે કોંગ્રેસ કોઈપણ પક્ષના નગરસેવકને કોઈ જ્ઞાતિ અંગે ઘસાતુ બોલવાનો હક્ક ની. તેઓએ પત્રકારો સો વાતચીત દરમિયાન એવું જણાવ્યું હતું કે, આશિષ વાગડિયાએ આહિર સમાજ વિશે અપમાનજનક શબ્દો ઉચાર્યા હતા અને કહ્યું હતું કે, આ બધા વિજય બોરીચાના માણસો છે તેમને બોલવાની કોઈ ભાન પડતી ની.

આશિષ વાગડિયાના આવા શબ્દોી આહિર સમાજના તમામ કોર્પોરેટરોએ મેયર ચેમ્બરની બહાર ભારે હંગામો મચાવ્યો હતો. દરમિયાન અંદર રજૂઆત કરવા ગયેલા તમામ કોંગી કોર્પોરેટરોને વિજીલન્સ પોલીસે ટીંગટોળી કરી બહાર કાઢતા મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.

આહિર સમાજ અંગેના અપમાનજનક શબ્દો પાછા ખેંચી આશિષ વાગડિયા માફી માંગે તેવી માંગણી સો મેયર ચેમ્બર બાર કોંગી કોર્પોરેટર પા‚લબેન ડેર, જાગૃતિબેન ડાંગર, વિજય વાંક, આહિર સમાજના અગ્રણી પ્રભાતભાઈ ડાંગર સહિતના લોકોએ આશિષ વાગડિયા અને ભાજપ વિરુધ્ધ વ્યાપક સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. દરમિયાન ૧ કલાકી વધુ સમય આ બબાલ ચાલી હતી. આશિષ વાગડિયાને નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, અરવિંદ રૈયાણી, જયમીન ઠાકર સહિતના ભાજપના કોર્પોરેટરો તા વિજીલન્સ પોલીસ કોર્ડન કરી નીચે સુધી લઈ ગયા હતા અને મેયરની ગાડીમાં ઘર સુધી સુરક્ષીત પહોંચાડી દેવામાં આવ્યા હતા.

આ ઘટનાી વધુ રોષે ભરાયેલા કોંગી કોર્પોરેટરો અને આહિર સમાજના અગ્રણીઓએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં તોડફોડ કરી હતી. આશિષ વાગડિયાની ચેમ્બરની નેમ પ્લેટનો કચ્ચરઘાણ ઉતારી દીધો હતો. આ ઉપરાંત વોટર વર્કસ સમીતીના ચેરમેન દલસુખ જાગાણી અને શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરાની ચેમ્બર પણ તોડી નાખવામાં આવી હતી. જો આશિષ વાગડિયા માફી નહીં માંગે તો તેના નિવાસ સને જઈ વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી પણ કોંગી કોર્પોરેટરોએ ઉચ્ચારી હતી.

આશિષ વાગડિયાને કોર્ડન કરી લઈ જવાયા

આહિર સમાજ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યાના આક્ષેપ કોંગી કોર્પોરેટરોએ સેનીટેશન ચેરમેન આશિષ વાગડિયા પર મુકયો હતો. જયાં સુધી વાગડિયા માફી નહીં માંગે ત્યાં સુધી તેને ઘેરે નહીં જવા દેવામાં આવે તેવી કોંગ્રેસની ચિમકી ઉચ્ચારી હતી અને ૧ કલાક સુધી કોર્પોરેશન કચેરીમાં હગામો મચાવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાજપના કોર્પોરેટરો આશિષ વાગડિયાને કોર્ડન કરી મેયરની ગાડીમાં લઈ ગયા હતા અને સહિ સલામત ઘરે પહોંચાડી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.