Abtak Media Google News

યુવાને જામીન લેવાનો ઈન્કાર કરતા તંત્ર મુંઝાયું

ઉપલેટામાં છેલ્લા ૭૬ દિવસથી મોરારીબાપુ ઉપર થયેલ હુમલાના વિરોધમાં આહિર યુવાન અનશન ઉપવાસ પર ઉતયો હતો.

આહિર યુવાન મયુરભાઈ સોલંકી છેલ્લા ૬ દિવસ થી શહેરનાં વિરાટ હનુમાનજીના સાનિધ્યમાં સંતદેવીદાસ પરામાં અન્નનો ત્યાગ કરી અનશન ઉપર ઉતરી ગયા હતા જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડયા છે.

ગઈકાલે બપોર બાદ શાંતિથી અનશન કરી રહેલા આહિર યુવાન મયુર સોલંકીને મેડીકલ ચેક કરવા બહાને પોલીસ જીપમાં નાખી સીવીલ હોસ્પિટલે લઈ આવતા સમર્થકોમાં રોષ ફેલાયો હતો. અને વાતાવરણ ગરમાયું હતુ હજુ આ મામલો શાંતી થાય ત્યાં ફરી પાછા પોલીસે અનશન સ્થળે ત્રાટકી મયૂર સોલંકીની અટકાયત કરતા ફરી મામલો ગરમાયો હતો. મયૂર સોલંકીએ મામલતદાર સમક્ષ જામીન લેવાનો ઈન્કાર કરતા તંત્ર મુંઝાયું હતુ આખી રાત સીવીલ હોસ્પિટલમાં રખાયાબાદ આજે સવિરે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યાબાદ આગળની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે.

તંત્ર મને જેલમાં ધકેલશે તો પણ હું ઉપવાસ ચાલુ રાખીશ: મયુર સોલંકી

છેલ્લા ૬ દિવસથી અનશન પર ઉતરેલા મયૂર સોલંકીએ જણાવેલ કે તંત્ર દ્વારા મારો અવાજ દબાવાનો પ્રયાસ કરેલ છે. મારી શા માટે ૧૫૧મા અટકાયત કરવામાં આવી? મને પોલીસ મથકે, સરકારી દવાખાને લઈ જવામાં આવે છે.ત્યારે શા માટે પોલીસ મીડીયા કર્મીઓને દૂર રાખે છે.? હું કોઈ ખૂંખાર ગુનેગાર નથી ? સમાજની લાગણી દુભાય છે. તેથી મારીમાંગણી છે કે અમારા આશરા ધર્મની પબુભા માણેક માફી માગે જયાં સુધી પબુભા માણેક માફી નહી માગે ત્યાં સુધી હું અનશન ચાલુ રાખીશ તંત્ર મને જેલમાં ધકેલી દેશે તો પણ હું ત્યાં અનશન કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.