Abtak Media Google News

અમદાવાદ: દેશમાં કોરોનાની બીજી લહેરને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વાર તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અમુક લોકો સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક ચાલતી ટ્યૂશન ક્લાસ ચાલતુ ઝડપાઇ હતું. હાલ દેશ સહિત ગુજરાતમાં પણ કોવિડને કારણે ઓફ લાઇન શિક્ષણ કાર્ય અને પરીક્ષાઓ લગભગ બંધ છે. ત્યારે સરકારી આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કલાસિસ સંચાલક સામે પગલાં લેવાયા છે અને કલાસ સિલ કરી દેવાઇ છે.

મળતી માહિતી અનુસાર, આજ રોજ સવારે ચાંદલોડિયા વોર્ડમાં એક ટયુશન કલાસ ચાલુ રાખવાની મળેલ ફરિયાદ મળી હતી. AMC અધિકારીઓએ રણછોડ નગર વિસ્તારમાં આવેલ કલાસમાં સર્ચ કરી હતી. તપાસ કરતા ગુરુવારે સવારે 9.30 કલાકે અંદાજે 12થી 15 છોકરા છોકરીઓને કલાસમાં બેસાડી શિક્ષણ અપાઇ રહ્યું હતું. એટલુંજ નહીં અહીં શિક્ષક કે વિદ્યાર્થીઓમાંથી કોઇએ માસ્ક પણ પહેરેલા ન હતા. ટ્યૂશન કલાસના સંચાલકનું નામ કડિયા તેજસ હોવાનું જણાયું છે. તે રણછોડનગર ચાંદલોડિયા વિભાગ 1નો રહેવાસી છે. હાલ કોવિડ 19 ગાઈડલાઈનના ભંગ બદલ ઉ.પ.ઝોન, સો.વે.મેં, ચાંદલોડિયા વૉર્ડ દ્ધારા યુનિટ સિલ કરી દેવાયું છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,017 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળ દરમિયાન વધુ 102 લોકોના મરણ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 2,795 દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે વધુ 17 મરણ પણ અમદાવાદમાં જ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.